________________
૫૭૮]
[ શારદા શિરેમણિ મળશે પણ તેમને આ અર્થ બરાબર નથી કારણ કે પૈસા, પદવી, માન, સન્માન મળવું એ બધું પુણયને આધીન છે. એને સંબંધ સત્ય સાથે નથી પણ પુણ્ય સાથે છે. પુણી શ્રાવક ગરીબ હતો પણ સત્યથી, નીતિથી જીવન જીવતો હતો તે ભગવાને તેની પ્રસંશા કરી, જ્યારે કુંડરિક સત્યના રહેથી ભ્રષ્ટ થયા તે સાતમી નરકમાં ગયા. 1 હજારે સૂર્યના પ્રકાશ કરતાં સત્યને પ્રકાશ વિશેષ છે. અને લાખો રાહુઓ કરતાં અસત્યને અંધકાર વિશેષ છે. સત્ય જીવને પ્રકાશ તરફ લઈ જાય છે ત્યારે અસત્ય અંધકાર તરફ લઈ જાય છે. સર્વ સદ્દગુણને સમાવેશ સત્યમાં અને સર્વ દેને સમાવેશ અસત્યમાં થાય છે. સત્યને આરાધક દિવસે દિવસે નમ્ર બનતું જાય છે. તે પિતાની ખામીઓ જેતે રહે છે ને તેને સુધારે રહે છે. તે ખામીઓ પિતાની જુએ છે ને ખૂબીઓ બીજાની જુએ છે. સત્યના પાલનથી બે પ્રકારના લાભ થાય છે. તેની વાણીમાં તેજસ્વીતા આવે છે. તેની વાણીને સર્વત્ર પ્રભાવ પડે છે. બીજુ દરેક વસ્તુનું રહસ્ય તેને આપોઆપ સમજાવા લાગે છે. પુણ્ય બાહ્યક્ષેત્રને રાજા છે અને સત્ય આત્યંતર ક્ષેત્રનો રાજા છે. જે પુણ્યના સહારે જીવનનૈયા હંકારશો તે એ ક્યારે અડધે રસ્તે દગો દેશે એની ખબર નથી. જે સત્યના સહારે જીવનનૈયા હંકારશો તે એ તમને કાયમ માટે સલામત બનાવી દેશે. પુણ્ય પણ સત્યને આધીન છે એટલે સત્યને પકડતા રહે. સત્ય હશે તે પુણ્ય આવવાનું છે. આજે સૂર્ય ઉગ્યો છે તે કાલે ઉગશે કે નહિ તેની કોઈને શંકા થતી નથી. બધા નિશ્ચયથી માને છે કે સૂર્ય ઉગવાને છે, તેમ સત્યને હમેશા વિજય થવાને છે. સત્ય વ્રતના પાલનથી અંતઃકરણ ઉજજવળ રહે છે. માનસિક આરોગ્ય સારું રહે છે. સત્યવાન હમેશા નિર્ભય હોય છે. સત્યનું પાલન કરતાં કષ્ટો આવે, દુઃખો આવે પણ અંતે તે સત્યનો જય થાય છે. સત્યવાદી સત્યના પ્રભાવથી સમુદ્રમાં અથવા પાણીના પ્રવાહમાં ડૂબી શકતો નથી. ઉકળતું તેલ, ખૂબ તપેલું લેતું કે અગ્નિ હાથમાં લે તે આગ તેને હાથ બળી શકતી નથી.
કચ્છના વાંકી ગામની એક વાત છે. રાપર, માંડવી, ભચાઉ બધા મોટા ગામ કહેવાય પણ વાંકી તે સાવ નાનું ગામ છે. સત્યની હવા ત્યાં સુધી પહોંચી છે. જે કચ્છની ભૂમિમાં દાનવીર જગડુશાહ, શીલવાન વિજયશેઠ અને વિજયા શેઠાણી થયા તે ભૂમિની આ વાત છે. વાંકીમાં એક પતિ પત્ની અને એક દીકરી એમ ત્રણ માણસનું કુટુંબ હતું. એક વાર મા-દીકરી નદીએ કપડાં જોવા ગયા. માતા કપડાં ધુએ છે અને નાની છોકરી રેતીમાં કપડાં સૂકવે છે. કપડા સૂકવતા સૂકવતા રેતીમાં રમતી હતી. આંગળીથી માટી ખોદતી હતી. ખોદતાં બેદતાં તેને કાંઈક દેખાયું એટલે તેણે વધારે દિયું તે તેમાંથી એક ઘડો નીકળે. ઘડામાં કેરીઓ (એક જાતનું નાણું) હતી. દીકરીએ તેની માતાને વાત કરી. બંનેને ખૂબ આનંદ થયો. હરખાતાં હરખાતા મા દીકરી બંને ઘેર ગયા. ઘેર જઈને તે ઘડો સાચવીને મૂકી દીધું.
ભારત દેશની સંસ્કૃતિ : સાંજે તેને પતિ ઘેર આવ્યું ત્યારે બધી વાત કરી.