________________
શારદા શિશમણિ ]
[ ૫૮૧
ગરીએ વસે છે ! મારા ભંડારના પૈસા શુ' કરવાના છે ? જે મળ્યા છે તેના જો દીન દુ:ખીમાં ઉપયોગ ન થાય તેા એ લક્ષ્મી શા કામની ? વસંતાત્સવ પતી ગયા ખાદ બીજા રાજકુમારામાંથી કોઈ એ લાખ, કોઈએ એ લાખ, કઈ એ ત્રણ તા કેઇએ ચાર લાખ રૂપિયા યાચકોને દાનમાં આપ્યા. આ મકરધ્વજે કોઈ ને પાંચ લાખ, કોઈને ૧૦ લાખ એ રીતે એક ક્રોડ રૂપિયા તેણે ગરીબાને દાનમાં દઈ દીધા. દાન દેનારા દાન દે પણ ભડારી પેટ ફૂટે તેમ મકરધ્વજે દાન કર્યુ. પણ તે ઈર્ષ્યાળુ માણસેથી સહન ન થયું. ભંડારીએ રાજા પાસે આવીને ફિરયાદ કરી કે આપના પુત્ર મકરધ્વજે એક દિવસમાં એક ક્રોડ રૂપિયા દાનમાં દઈ દીધા છે. રાજાએ મકરધ્વજને મેલાવીને કહ્યું- બેટા ! પૈસા સાચવવાના હાય, તેને વાપરી ન ન'ખાય. ભંડારમાં દર વર્ષે ખર્ચ કાઢતા ત્રણ ક્રોડ રૂપિયા ખર્ચે છે. કોઈ વાર દુશ્મન રાજા ચઢી આવે તે યુદ્ધ કરવું પડે તે ખર્ચ થાય ને ? અથવા કોઈવાર દુકાળ પડે તે! તું એક દિવસમાં ક્રોડ દઈ દે તેા ભંડાર ખાલી થઈ જાય, માટે ખૂબ વિચાર કરીને ખચીઁ કરવા જોઈ એ.
દાન ઉપરની શ્રદ્ધાથી પુત્રે આપેલ જવાબ : મકરધ્વજે કહ્યું, પિતાજી ! આપની વાત સાચી છે પણ જે લક્ષ્મી દાનપુણ્યમાં વપરાય છે તે કયારેય ખૂટતી નથી પણુ વધે છે. જો આપણું પુણ્ય પ્રમળ હશે તેા લડાઈ આવવાની નથી અને ધન ખૂટવાનું નથી અને જો પાપને ઉદય હશે તેા લડાઈ આવશે અને ધન પણ ખૂટશે. રાજા કહે- જો તું પુણ્યની અને ભાગ્યની વાત કરે છે તે તું ઘરની બહાર નીકળી જા. તારા પુણ્યબળે તું એક ક્રોડ રૂપિયા મેળવે ત્યારે પાછા આવજે. આ સાભળતા મકરધ્વજને જરા પણ અક્સાસ ન થયા. તેણે કહ્યું- પિતાજી ! આપની આજ્ઞા દેશરામાન્ય છે. તેણે પેાતાના શરીર પરથી મધા દાગીના ઉતારીને આપી દૃીધા. માત્ર પહેરેલા કપડે ઘેરથી રવાના થયા. પ્રજાજના કહે છે બાપુ! આવું ન કરો. પાટવીપુત્રને કાઢી ન મૂકે. રાજા તે કાઇનું સાંભળતા નથી. તે તેા એક જ વાત કરે છે કે ક્રોડ રૂપિયા કમાઈને લાવે.
સત્યને ખાતર રાજકુમારે કરેલા રાજમહેલના ત્યાગ : મકરધ્વજ ઘેરથી રવાના થયેા. ચાર પાંચ ગાઉ દૂર ગયા. રાત પડવા આવી છે એટલે ઝાડ નીચે રહેવાના વિચાર કર્યાં. ત્યાં એક શિયાળને અવાજ આન્યા. આ કુંવર શિયાળની ભાષા સમજતા હતા. શિયાળ કુંવરને કહી રહ્યું હતું કે હે રાજકુમાર ! તું સારા શુકને ઘેરથી નીકળ્યા છે. તારુ' કાર્ય સિદ્ધ થશે. તું અહી થી પૂર્વ દિશામાં જા. ત્યાં અમુક જગ્યાએ મેટો વાંસ દાટેલા પડયા છે, તે વાંસને તું ત્યાંથી લઈ લેજે અને તેને ફાડી નાંખજે. તે તેમાંથી કિંમતી ચાર રત્ના નીકળશે. તેની કિમત એક ક્રોડ રૂપિયાની છે. તેના માલિક કાઈ નથી માટે તુ' લઈ લેજે. મકરધ્વજ શિયાળની ભાષા બરાબર સમજી ગયા. તેના કહ્યા પ્રમાણે પૂર્વ દિશામાં ગયા. ત્યાં દાટેલા માટે વાંસ પડયે હતેા, તે ઉખાડયા ને તેને તેડી નાંખ્યા, તા તેમાંથી ચાર રત્ના નીકળ્યા. કુમારે જોયુ. તા ચાર રત્નાની કિ`મત ક્રોડ રૂપિયાની થઈ. આ બધુ પુણ્ય પ્રમાવથી મળી ગયું. તે ઘર તરફ પાછે વન્યા.