________________
શારદા શિરેમણિ ]
[ પ૭૯ અમે મા દીકરી કપડા ધોવા ગયા હતા. ત્યાં રેતી ખોદતા આ કેરીઓ નીકળી છે. તેનો પતિ કહે કે આપણે ના રખાય. “પરધન પત્થર સમાન અને આજે આવી રીતે મળી જાય તો પરધન ઘર સમાન. ભાગ્યશાળીને દેવાની ભાવના થાય બાકી તે બીજાનું પચાવી પાડવાની વૃત્તિ હોય છે. પતિ પત્નીને કહે છે કે આ કેરીઓ આપણુથી ન રખાય. આપણે રાજદરબારમાં સેંપી દઈએ. તેને સાચા માલિક હશે તે લેવા આવશે. કેઈ લેનાર ન નીકળે તો રાજાથી તે રાખી શકાય પણ આપણાથી તે ન રખાય. આ કેરીઓ કેવી રીતે મળી તે બધી વાત રાજાને જણાવી. આ હતી આપણા ભારત દેશની સંસ્કૃતિ. આ ભારત ભૂમિમાં આવા પ્રમાણિક, પાપભીરૂ અને સત્યનિષ્ઠ માણસો હતા. આપણા દેશની પ્રતિવ્રતા સ્ત્રીઓ પણ આવી જ હતી. રાજા આ ભાઈની પ્રમાણિકતા, સત્યતા પર ખૂબ પ્રસન્ન થયા. મારા દેશમાં આવા સત્યવાદી માણસે વસે છે. આ કળિયુગમાં પણ સત્ય અને નીતિથી જીવન જીવનારા છ વસે છે. આવા મહાન આત્માઓથી મારા દેશનું ગૌરવ વધે છે. રાજા તે તેમના બે મેઢે ગુણ ગાવા લાગ્યા.
જ્યાં જુઓ ત્યાં આ સત્યવાદી ભાઈની પ્રશંસા થવા લાગી. ઈર્ષાળુ માણસેથી આ પ્રશંસા સહન ન થઈ. એ વિચાર ન કર્યો કે ધન્ય છે તેની સત્યતાને ! ગરીબાઈ હોવા છતાં કેરીઓ રાખવાનું મન ન થયું. ખુદ પ્રધાનને પણ આ પ્રશંસા સહન ન થઈ. બે ચાર દિવસ ગયા એટલે પ્રધાને રાજાને ચઢાવ્યા અને કહ્યું કે એ ભાઈ ગમે તેમ ત ય વણિક છે. તેની વણિક બુદ્ધિની આપને શી ખબર પડે? તમે જેના ગુણ ગાવ છો, પ્રશંસા કરો છો એવો વણિકે આપને એક માટલી નીકળ્યાની વાત કરી છે પણ બે માટલી નીકળી હશે. એણે મોટા ભાગની કેરીઓ પિતાને ત્યાં રાખી હશે. પિતે પ્રમાણિક છે, સત્યવાદી છે એ બતાવવા માટે થોડીક કેરીઓ આપને આપી હશે. તે બધી તે આપે નહિ. રાજા પ્રધાનની ચઢવણીથી ચઢી ગયા. તેમણે એ વિચાર ન કર્યો કે આ બિચારાને કયાં સત્યવાદીને શરપાવ લે હવે તે આવું કરે ?
ઈર્ષાથી પ્રધાને રાજાને કરેલી ભંભેરણી” ? રાજાએ વાણિયાની પત્નીને બોલાવીને કહયું–તેં તારી પાસે કેટલી કેરીઓ રાખી છે ? મહારાજા ! અમને જે મળી હતી તે બધી આપી દીધી છે. પરધન અમારે પત્થર સમાન છે. જે ૨૪ કલાક રાખીએ તે પણ તેનું વ્યાજ દેવું પડે. અમે એક પણ કરી રાખી નથી. સત્ય બોલનારને જવાબ આપવા માટે કોઈ ગઠવણ કરવી પડતી નથી. તે હંમેશા નિર્ભય હોય છે. રાજાએ કહ્યું–તમે બધી કેરીઓ આપી હેય એમ હું માનવા તૈયાર નથી. સાહેબ ! હું અહીં ઊભી છું. આપ મારું ઘર જોઈ લે. પ્રધાન કહે, એ તે બીજાના ઘેર મૂકી આવ્યા હોય! તમને શું ખબર પડે ? ખૂબ રકઝક ચાલી પણ જેની પાસે છે જ નહિ તે હા કેવી રીતે કહે? છેવટે રાજાએ ધીજ દેવાનું નક્કી કર્યું. આ બાઈ કહે, મહારાજા ! અત્યારે કયાં આ સતયુગ છે કે આવી કસોટીમાંથી પાર ઉતરાય? અત્યારે તે હડહડત