________________
શારદા શિરેમણિ ]
(૫૭૭ આશાથી, કયારેક માન સન્માન મળવાની આશાથી અસત્ય બેલે છે. ક્યારેક ગુનામાં સરકાર તરફથી પકડાઈ જવાના ભયથી તો કયારેક હાંસી મશ્કરીમાં જૂઠું બોલાય છે. કઈ પણ કારણસર બોલાતું જૂઠું આત્માને ભારે નુકશાનીમાં ઉતારી દે છે જ્યારે સત્ય જીવને સિદ્ધિના સોપાન સર કરાવે છે.
તમે બધા કહો છે કે અમે સત્યથી, નીતિથી વેપાર ધંધા કરીએ તે જીવવું મુશ્કેલ બની જાય. તે બેટી ભ્રમણા છે. જો એવું હોય તો મહાપુરૂષોએ “સત્યમેવ જયતે' આ પવિત્ર વાણી શા માટે પ્રકાશી ? સત્યને માટે પોતાની જાતને બલિદાન શા માટે આપ્યા ? સત્યને જીવંત રાખવા હસતા મુખડે લાખોની સંપત્તિ છેડી દેવાનું પરાક્રમ શા માટે દાખવ્યું ? આપણે પ્રાર્થનામાં ઘણી વાર બોલીએ છીએ.
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.” હે પ્રભુ ! મને અસત્યના માર્ગેથી પરમ સત્યના માર્ગે તું લઈ જા. આ વાકય બોલવાનું પ્રયોજન શું? અનંતજ્ઞાની પુરૂષની વાણી દ્વારા કાંઈક રહસ્ય જાણવા મળે છે, અને એ પ્રતીતિ થાય છે કે “સત્યમેવ જયતે” એ વાણુ પરમ સત્ય છે. જીત ઈમાનદારીની થાય છે, બેઈમાનીની થતી નથી. વિજય ક્ષમાને છે, પરાજય કોને છે. જીત સત્યની છે, હાર અસત્યની છે. તમે માને છે કે અમે અસત્યથી ધંધામાં વધુ કમાઈએ છીએ. ત્યાં જ્ઞાની સમજાવે છે કે તમને લાગે કે અમે અસત્યથી જીત્યા પણ અસત્ય જીત્યું નથી પણ ત્યાં પુણ્ય જીત્યું હતું. બેઈમાની કરવા છતાં વધુ પૈસા મળ્યા તે બેઈમાનીના કારણથી નહિ પણ પુણ્યના કારણથી. આગ જેવા ભયંકર પાપના સ્થાનમાં પ્રવેશ કરવા છતાં જરાય દાઝયા નહિ ને બચી ગયા એ તમારી બુદ્ધિ કે હોંશિયારીથી નહિ પણ પુણ્યના પ્રભાવથી. પૂર્વના પુણ્યને ઉદય જોરદાર હોય ત્યારે અસત્ય બોલનાર માનવી આ બધી ચીજો મેળવવામાં સફળ બની જાય એવું બને અને જોરદાર પાપનો ઉદય હોય ત્યારે સત્ય બોલનારો માણસ પણ આ બધી ચીજો મેળવવામાં નિષ્ફળ બને એવું બને. બાહ્યક્ષેત્ર અને આત્યંતર ક્ષેત્રના વિજયના કારણે જુદા છે.
બાહ્યક્ષેત્રમાં સફળતાનું સૂત્ર છે “પુણ્યમેવ જયતે” અને આત્યંતર ક્ષેત્રમાં સફળતાનું સૂત્ર છે “સત્યમેવ જયતે." લાખ જીવોના સંહાર કરી લેહીની નદી વહાવનાર હીટલર તેના પુણ્યના કારણે મોટે સત્તાધીશ બની શકે. એક વખત સારા દેશને જીતી જગત વિજેતા ગણાતા નેપોલિયનનું પુણ્ય પરવારતા પાપને ઉદય થયો ત્યારે ટાપુ પરીબાઈ રીબાઈને મર્યો. સત્યને હંમેશા જય થાય છે, આને અર્થ ઘણું એમ સમજે છે કે સત્ય બોલવાથી આપણને પૈસો, પદવી, પ્રતિષ્ઠા બધું મળી જશે. આપણને કયારેય દુખે કે અગવડ નહિ આવે. જ્યાં જઈશું ત્યાં બધે માનસન્માન
૩૭