________________
પપ૪ ]
(શારદા શિરોમણિ, મા પીરસનારી હેય ત્યારે જમવામાં વધુ આનંદ આવે, તેમ તમે ગમે તેટલા સમજદાર હો પણ શાસ્ત્રને સમજેલો હોય તે ગુરૂની પાસે વ્રત ગ્રહણ કરે. ગુરૂની પાસેથી વ્રત ગ્રહણ કરવાનો આનંદ જુદો હોય. ગુરૂના સુંદર આશીર્વાદ મળે. જ્ઞાની ગુરૂ હોય તો ખૂબ વિચાર કરીને પચ્ચખાણ આપે. સુંદર ભાવથી સદ્ગુરૂ પાસે લીધેલ નિયમ તૂટે એવું ભાગ્યે બને. વ્રતનું પાલન કરતાં વિદને આવે છતાંય આત્મા વ્રતમાં મક્કમ રહે અને શૌર્યતાથી શુદ્ધ ભાવે વ્રતનું પાલન કરે. જેને વિરતિ પ્રત્યે બહુમાન છે, ઝનૂન છે તેવા વિરતિધરોને પ્રભાવ કે પડે છે તે આપને સમજાવું.
રાજાને વિજય નામને હાથી ખૂબ વહાલે. યુદ્ધસંગ્રામ થાય ત્યારે તે મોખરે રહીને રાજાને વિજય અપાવે. શત્રુઓ સામે ખૂબ ઝનૂનથી ઝઝૂમે. એક વાર રાજાને યુદ્ધમાં જવાનું થયું ત્યારે તે હાથીને તૈયાર કરીને લાવ્યા પણ કોણ જાણે શું થયું? તે યુદ્ધમાં ઉતરતા નથી. તેનું ઝનૂન ઉછળતું નથી. તે શૂરાતન બતાવતો નથી અને તેનું શૌર્ય પણ ઉછળતું નથી. રાજાને વિચાર થયે કે આજે આ હાથી આમ કેમ કરે છે? રાજાએ પ્રધાનને પૂછયું –પ્રધાનજી! તમે આ હાથીને ક્યાં રાખ્યો હતો? કયાં બાંધે હતા? રાજાને શંકા થઈ કે આ હાથીને બીજા કેઈ સારા સ્થાનમાં બાંધ્યું હશે તેથી તેને જીવનપલ્ટો થયે લાગે છે. પ્રધાનજી કહે-મહારાજા ! આપણો જૈન ઉપાશ્રય છે તેની સામે બાંયે હતો. ત્યાં ત્રણ મહિના રહ્યો. ત્રણ મહિનામાં ઉપાશ્રયમાં સંતને જતનાથી ચાલતા, જતનાથી બેસતા, જતનાથી કામકાજ કરતા જુએ, જતનાથી પરઠવે આ બધું જોયું એટલે તે હિંસાની લડાઈમાં ઉતરી શકતા નથી. તે યુદ્ધમાં ઝઝૂમી શકતા નથી અને તેનું શૌર્ય ઉછળતું નથી. હવે બે દિવસ જ્યાં રણસંગ્રામ ખેલાતા હોય, યુદ્ધની ભેરીઓ વાગતી હોય ત્યાં લઈ જઈને બધો એટલે ઠેકાણે આવી જશે. હાથીને ત્યાં યુદ્ધમાં લઈ ગયા. યુદ્ધ થતા જોયા, ભેરી નાદ વાગતા જોયા, રણશીંગા ફૂંકાતા જોયા એટલે તેને પિતાનું ભાન આવી ગયું. વિરતિ ધર્મને પ્રભાવ કેટલે અદ્દભૂત છે. કેઈ સંતાએ હાથીને બોધ દીધા ન હતા છતાં તેમની અહિંસક પ્રવૃત્તિ જોતાં હાથીમાં પણ અહિંસક ભાવના આવી, પછી રાજા ઉપાશ્રયની સામે હાથીને બાંધતા ભૂલી ગયા. યુદ્ધમાં લડવાનું શૌર્ય ઉછળ્યું અને રાજાને વિજય અપાવ્યું.
આવું શૌર્ય, આવું ઝનૂન આત્માના ક્ષેત્રે લાવવાનું છે. આજે આપણે ત્યાં ત્રણ ત્રણ મહાસતીજીએના દિલમાં તપ કરવાનું શૌર્ય પ્રગટયું, ઝનૂન આવ્યું તે માસ ખમણની ઉગ્ર સાધના કરી શક્યા. બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આ ૧૩ મું માસમણ છે. બા. બ્ર. ઉવીશાબાઈ મહાસતીજીને છઠું મા ખમણ છે અને ચાલુ વર્ષે દીક્ષિત થયેલા નવદીક્ષિતા બા.બ્ર. હેતલબાઈ મહાસતીજીને પહેલું મા ખમણ છે. તે બધાની સાધના શાસનદેવ અને ગુરૂદેવની કૃપાએ પરિપૂર્ણ થવા આવી. તેમની મનેભાવના સાકાર બની અને સાધનાને છેલ્લે દિવસ ૩૦ મે ઉપવાસ આવી ગયે. તેઓએ આવી ઉગ્ર તપશ્ચર્યા સ્વાધ્યાય, ધ્યાન સહિત કરીને અનંતા અનંતા કર્મોની ભેખડે તેડી