________________
પપર ]
[ શારદા શિરમણિ કહે-કેમ ભાઈ! હવે ગાળની રાબ પીવી છે?ના...ના. હવે મારે ગોળની રાબ નથી જોઈતી. આપ કહો તે ગેળની રાબ બનાવી આપું. અરે! ખાડામાં પડી તારી ગોળની રાબ, આવી સ્વાદિષ્ટ વાનગીઓ ચાખ્યા પછી ગોળની રાબ કેણું પીવે ?
બસ, આવી દશા સંસારી જીવની છે. સંસારના સુખે ગોળની રાબ જેવા છે. એ સુખ ક્ષણિક, નાશવંત, ઘડીકમાં હસાવે અને ઘડીકમાં રાવે એવા છે. તપ ત્યાગના, સંયમના સુખે ગુલાબજાંબુ જેવા છે. એ સુખના આનંદને અનુભવ હજુ જીવે કર્યો નથી, તેને સ્વાદ ચાખ્યો નથી. એ સુખના આનંદની કઈ કલ્પના ય નથી. અમે એ સુખને સ્વાદ ચાખે છે માટે અમે આપની પાસે સંયમના સહામણા સુખની વાતો કરીએ છીએ પણ તેના પર હજુ તમને શ્રદ્ધા નથી એટલે તે લેવાનું મન થાય કેવી રીતે?
બહાર ભટકયે સુખને માટે, ક્ષણિક સુખ પામે, તૃપ્તી મળી ના ચેતન તરસ્ય, સદગુરૂ શરણે આવ્યો.
જીવને સાચા સુખનું ભાન નથી એટલે બહાર ભટક્યા કરે છે. સ્વાદિષ્ટ વાનગીઓ કે ફરસાણું ખાવાના આનંદ કરતાં એને ત્યાગ કરવાને આનંદ વધી જાય. એ વાત મનમાં બેસે છે ખરી? વાસનાના આનંદ કરતા ઉપાસનાને આનંદ ઘણો છે. ભેગ કરતાં ત્યાગની મસ્તી અલૌકિક અદ્દભૂત છે. આ બધી વાત તમને હૃદયમાં જચે છે ખરી ? જેમ પિલા ભાઈ એ ગામડીયાનું મોટું ખેલીને પરાણે ગુલાબજાંબુ ખવડાવી દીધા એને સ્વાદ ચખાડયો તેમ સંતે પણ તમને સમજાવે છે કે એક વાર આ સુખને આનંદ લૂંટો. આ સુખની મસ્તી માણે પણ તમે ગામડીયાની જેમ ગળે ઉતારે તે સ્વાદ આવે ને ? જે ઊલ્ટી કરી નાંખે તો સ્વાદ ન આવે. એક વાર અમારા ગુલાબજાંબુ ખાઈ જુઓ, પછી ગેળની રાબ જેવા સંસારના સુખો યાદ નહિ આવે. ચિત્તમુનિને સંસારના સુખે ગોળની રાબ જેવા લાગ્યા અને સંયમના સુખે ગુલાબજાંબુ જેવા લાગ્યા તે સંસારના સુખને છોડી દીધા. તેને આનંદ અનુભવી લીધો, તે સુખની મસ્તી માણી લીધી પછી બ્રહ્મદત્ત ચિત્તમુનિને સંસારના સુખમાં ગમે તેવા લલચાવે, તે સુખોનું ગમે તેવું વર્ણન કરે તો પણ હવે એમાં ફસાય ખરા ? ના. કદાપિ નહિ. જેણે ગુલાબજાંબુને રવાદ ચાખ્યો નથી તે ગોળની રાબ માંગ્યા કરે પણ એક વાર સ્વાદ ચાખ્યા પછી તે ગેળની રાબ માંગે નહિ.
આપણા ચાલુ અધિકારમાં આનંદ ગાથાપતિ પ્રભુ પાસે પહેલું વ્રત આદરે છે. શ્રાવક સંપૂર્ણ અહિંસાનું પાલન કરી શકે નહિ. પહેલા વ્રતમાં શ્રાવકને નિરપરાધી ને હણવાના, મારવાના પચ્ચખાણ હોય છે. ભગવાન ફરમાવે છે કે
gવે નાuિr , i = હિંસ જિવ | જ્ઞાનને સાર હોય તો એ જ છે કે કેઈ જીવની હિંસા કરવી નહિ, આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે.