________________
શારદા શિરેમણિ ]
[૫૫૧ કહેવાય એટલે શેઠ આવે ત્યારે એ બનાવતા. તે ગામડીયો કઈ દિવસ આ શેઠને ઘેર આવ્યા ન હતા. આજે પહેલવહેલે આવે છે એટલે શેઠ તેની કદર તે કરે ને ? શેઠ કહે–ભાઈ ! આજે તું મારે ત્યાં પહેલવહેલે આવ્યો છે માટે કાજે. જવાની ઉતાવળ કરે નહિ. વળી મારે ત્યાં આવતી કાલે લગ્નપ્રસંગ છે તેથી મોટો જમણવાર કરવાને છે માટે રોકાઈ જજે. શેઠના આગ્રહથી ગામડીયો શેકાઈ ગયા.
મારે તે ગેળની રાબ જોઈએ ઃ બીજા દિવસે જમણવાર છે. બધા જમવા બેઠા છે. શેઠ કહે ભાઈ મારે ત્યાં કોઈ જાતિભેદ નથી. તું પટેલ છે. આ બધાની સાથે જમવા બેસી જા. આ ગામડીયો બધાની સાથે જમવા બેઠો. થાળી વાડકા મૂકાઈ ગયા. પીરસનારાઓ એક પછી એક સારી વાનગીઓ લઈને આવ્યા. બરફી, પેંડા, ગુલાબજાંબુ આદિ અનેક જાતની મિઠાઈઓ બધાના ભાણુમાં પીરસાણ, પણ આ ગામડીયા પાસે જે મિઠાઈ પીરસવા આવે તે બધાને કહે–આ મને ન આપશે. પેંડા ? તે કહે ના. રસગુલ્લા ? ગુલાબજાંબુ ? બરફી? ના. બધામાં ના પાડ્યા કરે. જેણે પેંડાબરફી કે રસગુલ્લા કેઈ દિવસ જોયા નથી, એનો મીઠો મધુરે સ્વાદ માણ્યું નથી એટલે એ બધાને ના પાડી દે. તે પીરસનારને કહે છે ભાઈ ! મને તે ગેળની રાબ હોય તો આપ. આવા મોટા જમણવારમાં ગોળની રાબ કોણે બનાવી હોય ? પણ આ ગામડી તે એક કક્કો ભણે છે કે મને પેંડા બરફી કાંઈ ન જોઈએ, મારે તે ગોળની રાબ જોઈએ છે. આ ગામડીયાએ ગોળની રાબ સિવાય એના કરતાં ચઢિયાતી બીજી કઈ વાનગી આખી જિંદગીમાં ચાખી નથી એટલે ગોળની રાબ કરતાં બીજી સ્વાદિષ્ટ વાનગીઓ હોય એવું એ માનવા કયાંથી તૈયાર હેય !
હવે ગોળની રાબ કાણું પીવે ? : તમારે શું જોઈએ છે ? ગોળની રાબ કે પેંડા બરફી? ગોળની રાબ જેવા પૈસા, સંસાર. જે પૈસા મળતા હોય તે સાધના કરવા તૈયાર. કદાચ કઈ એવા સંતનો ભેટો થઈ ગયે, તેમને કહેશો ગુરૂ ભગવંત ! આપ અમને કોઈ એવી પડીકી હોય તો બતાવે કે જેથી સાધના કરવાથી પૈસો મળે. તે માટે સંત જેટલું કહે તેટલું કરવા તૈયાર. જેટલું ધન વહાલું છે તેટલે ધર્મ વહાલ નથી. પેલો ગામડી કહે છે બસ, મારે તે ગોળની રાબ જોઈએ છે. ગામડીયાની બાજુમાં એક ભાઈ બેઠા હતા. તેમણે તેને ઘણું સમજાવ્યો કે આ ગુલાબજાંબુ એક વાર તે તું ચાખી જે. એને સ્વાદ એવો છે કે એક વાર ચાખ્યા પછી તું ફરીવાર જિંદગીમાં ગોળની રાબ કયારેય યાદ નહિ કરે. ખૂબ સમજાવ્યા છતાં ન માન્યું ત્યારે તે ભાઈ એ ગામડીયાની બેચી પકડી તેનું મોટું ખેલી બેત્રણ ગુલાબજાંબુ ખવડાવી દીધા. ગુલાબજાંબુ મેઢામાં ગયું ત્યાં ગામડીયે છક થઈ ગયો. તેને સ્વાદ તે એ લાગ્યો કે આવી સ્વાદિષ્ટ મીઠી વાનગી સિવાય બીજી કેઈ સ્વાદિષ્ટ વાનગી નહિ હોય. તેની જીભમાં સ્વાદ રહી ગયે. હવે પીરસવા આવનારને કહે ભાઈ! અહીં આવ. મને આઠ દશ ગુલાબજાંબુ આપ. હવે તે ઝટપટ ગુલાબજાંબુ ખાવા લાગે. પછી પેલા ભાઈ