________________
શારદા શિરમણિ ]
[ ૫૬૫ થતાં જ શેઠને સમાચાર મળી ગયા હતા કે કરમચંદે પિતાની મોટા ભાગની મૂડી દાનમાં વાપરી નાંખી છે. શેઠ દુકાને ગયા ત્યાં તે પોતાના જે માણસ બેકેલે જે. શેઠના મોટા દીકરાનું નામ ભૂપેન્દ્ર હતું. શેઠે દૂરથી બૂમ પાડી અરે ભૂપા ! આ દુકાનમાં તારો બાપ કોણ આવી ગયા છે ? નકલી કરમચંદના રૂપમાં બેઠેલ ગઢવી સમજી ગયા કે શેઠ આવી ગયા છે એટલે મોટા દીકરા ભૂપેન્દ્રને કહે છે, જે આ માણસ અહીં આવીને શું બોલે છે ? મારા દીકરાને એને દીકરે કહેનાર કેશું છે ? ધક્કો મારીને કાઢી મૂક. (હસાહસ.) છોકરો પણ મૂંઝવણમાં પડી ગયો. આ બંને એક સરખા છે. આમાં મારો સાચે બાપ કેણ સમજે ? અસલી શેઠ કહે દીકરા ! તમે આ શું કર્યું ? કોને પૂછીને મૂડી બધી વાપરી નાંખી? દીકરો કહે-તમે કોણ છે ? શું પૂછે છે ? હું તારો બાપ. ઘરમાં બેઠો તે મારો બાપ કે આ બાપ ? છોકરો વિચાર કરે છે કે આ કેઈ બનાવટી જાદુગર બાપ બનીને આવ્યો છે. આપ મારા બાપની સાત પેઢીના નામ બોલે. અસલી ને નકલી બંને બાપ સાત પેઢીના નામ તો બરાબર બોલ્યા. ગઢવી પાસે દૈવી શક્તિ હતી એટલે એને બધું આવડે. છોકરાના મનમાં થયું કે દુકાને બેઠો છે તે મારે સારો બાપ છે અને આ કેઈ બનાવટી રૂપ લઈને આવ્યા લાગે છે માટે એને બહાર કાઢે. એટલે છોકરા કહે મારે સારો બાપ તે દુકાને બેઠે છે તમે મારા સાચા બાપ નથી. આપ ચાલ્યા જાવ અહીંથી નહિતર ધક્કા મારીને બહાર કાઢીશ. જુઓ અસલી બાપની દશા કેવી થઈ !
વાતવાતમાં નકલી અને અસલી કરમચંદ ઝઘડી પડ્યા. ઝધડતા સા કરમચંદ ઘડપણના કારણે શક્તિહીન હોવાથી પડી ગયે. નકલી કરમચંદ તો ખૂબ સશક્ત હતે. સાચે બાપ કેણુ છે તે પરીક્ષા કરવા પ્રશ્નો પૂછયા તો જેટલા જવાબ શેઠ આપે એટલા જ ગઢવી આપે. જરાય ફરક પડે નહિ. દીકરા-દીકરીઓના નામ, વેવાઈના નામ શેઠ બેલે એટલા ગઢવી બોલે. આથી નકલી બાપને બાપ માન્યો અને અસલી બાપને બહાર કાઢવા તૈયાર થયા. હવે કરવું શું ? ખૂબ મૂંઝવણને પ્રશ્ન ઊભો થયો. સાચે બાપ તો બહાર ઊભે છે. છેવટે આ વાત રાજા પાસે ગઈ. પ્રધાનજી ઘેર આવ્યા બંનેને બધી પૂછપરછ કરી. બંનેના જવાબે સરખા આવ્યા, તેથી પ્રધાનને થયું કે આમાં કઈ ભેદ નક્કી છે, પણ પારખ કેવી રીતે ? એક વાત નકકી છે કે એક બાપ સાચે છે અને એક બેટો છે. એકમાં કેઈ દૈવીશક્તિ હેવી જોઈએ કે જેથી શેઠના બરાબર રૂપ, રંગ, આકૃતિ બનાવી શકે અને બધા જવાબ પણ આપી શકે. આને ચુકાદો લાવ કેવી રીતે ?
નકલી અસલી શેઠની પરીક્ષા : છેવટે બુદ્ધિશાળી પ્રધાનને એક કિમી જડી આવ્યો. તેમણે કહ્યું કે હે શેઠીયાઓ ! આ એક આશ્ચર્યકારી વાત બની છે. તમે બંને બરાબર દરેક રીતે ટીપટોપ એક સરખા દેખાય છે. હવે આમાં અસલી કેણુ અને નકલી કેણું છે તે મારે જાણવું છે. તે માટે મેં એક રસ્તો શોધે છે. એક સાંકડા