________________
પ૭૪ ]
[ શારદા શિરોમણિ દર્દની દવા બરાબર થાય નહિ, અને દર્દ મટે નહિ. કેઈ ઠેકાણે સવસ મેળવવી છે તે માટે ઈન્ટરવ્યુ આપવા જાવ તો ત્યાં પણ સત્ય બોલવું પડે છે. પરીક્ષામાં પ્રશ્નોના જવાબ પણ સત્ય લખવા પડે છે. જે અસત્ય લખો તો પરીક્ષામાં ફેલ થાવ ને આખું વર્ષ બગડે. તમારા વ્યવહાર સંબંધમાં જે સગાઈ હોય તે બેલવી પડે છે. મમ્મીને મમ્મી અને પપ્પાને પપ્પા કહો છે. કેઈમમ્મીને પપ્પા અને પપ્પાને મમ્મી કહેતું નથી. તમારે પાણી પીવું છે ને દૂધ માંગે તો પાણી નહિ મળે ત્યાં પાણી માંગવું પડે છે. આ રીતે સંસારના દરેક વ્યવહાર સત્યથી ચાલે છે, અસત્યથી નથી ચાલતા. અસત્ય, અનીતિથી મેળવેલું ધન લાંબા સમય સુધી ટકી શકતું નથી. વધુમાં વધુ ૧૦ વર્ષ ટકે છે. આજે દુનિયામાં સર્વત્ર જૂઠનું વલણ ચાલી રહ્યું છે. ઇંડા સજીવ છે, છતાં આજે સ્કુલેમાં બધે એ અસત્યને પ્રચાર થઈ રહ્યો છે કે ઈડ નિર્જીવ છે, શાકાહાર છે. આ વાતનો પડઘો કે ભયંકર પડશે તેની પ્રચાર કરનારને કયાં ખબર છે? કેટલી હિંસા થશે તેને તેને કયાં ખ્યાલ છે? સમાજને મોટા ભાગને વગ અસત્યથી જીવી રહ્યો છે. જૂઠ બોલનાર માનવને કઈ વિશ્વાસ નહિ કરે. માનવી પિતાનો સ્વાર્થ સાધવા પણ અસત્યને ઉપયોગ કરતો થઈ ગયો છે.
એક વાર એક શેઠને ત્યાં સવારમાં કેઈએ બારણું ખખડાવ્યું. નેકરે બારણું ખેલીને જોયું તો એક ભાઈ ઊભા હતા. નોકરે પૂછ્યું-આપ અત્યારમાં કયાંથી આવ્યા છે? આપને કોનું કામ છે? પેલો ભાઈ કહે-મારે શેઠનું કામ છે. શેઠ ઘરમાં છે? નેકરના મનમાં થયું કે આ સવારના પ્રહરમાં આવ્યો છે એટલે નક્કી કઈ લેવા આવ્યો હશે. એમ સમજીને શેઠ ઘરમાં હતા છતાં નોકરે કહ્યું-ભાઈ! શેઠ ઘેર નથી. તે બે દિવરા પહેલા બહારગામ ગયા છે. ભલે, હું કઈ વાર આવીશ. આ શેઠના મેં ૫૦ હજાર રૂપિયા લીધા છે, મને એમ થયું કે ચાલ, આજે શેઠને હિસાબ ચૂકતે કરી આવું એટલે હું આવ્યું હતું પણ તું કહે છે કે શેઠ બહારગામ ગયા છે તે હવે પછી બે ત્રણ દિવસે ફરીને આવી જઈશ. નેકરના મનમાં થયું કે આ તો ભારે થયું. આ તે રૂપિયા આપવા આવ્યો છે. હવે શું કરવું ? નોકર એક વાર અસત્ય બોલ્યા. હવે તે વાતને સુધારવા માટે ફરી વાર અસત્ય બોલવું પડે નેકરે તરત વાત ફેરવી દીધી. આ તો એમ છે ને કે બે દિવસ પહેલા શેઠ બહારગામ ગયા હતા પણ તેમનું કામ પતી ગયું એટલે રાત્રે પાછા આવી ગયા છે, તમારે હિસાબ ચૂકતે કરવું હોય તે આપ અંદર આવ. શેઠ હમણાં ઊડ્યા છે. આવનાર ભાઈને નોકરની વાતમાં વિશ્વાસ બેસે ખરે? જૂઠું બોલનારને કેઈ વિશ્વાસ ન કરે.
સત્ય બોલનારને કેઈ મોટામાં મોટો લાભ હોય તે એ છે કે તેને કયારેય પિતે શું બોલ્યો હતો તે યાદ કરવું પડતું નથી અને અસત્ય બોલનારને એ યાદ રાખ્યા વિના ચાલતું નથી. સત્યવાદીને પકડાઈ જવાને ભય હેતે નથી જ્યારે અસત્યવાદીને ડગલે ને પગલે પકડાઈ જવાનો ભય સતાવતો હોય છે એટલે અસત્યાવાદીના જીવનમાં