________________
૫૭૦ ]
[ શારદા શિરામણિ
પૂર્ણ ખની જાય છે. જે વ્યક્તિના મન-વચન-કાયા, બુદ્ધિ આદિ સત્યની સેવામાં સ્થિત છે તે બધા પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે. લક્ષ્મી એક પ્રકારની નથી હોતી. આપ બધા જેને ઈચ્છા છે, જેની પાછળ રાત-દિવસ મહેનત કરી છે તે ભૌતિક લક્ષ્મી છે. તમે બધા તેને મહત્ત્વ આપે છે પણ વીતરાગના ઉપાસક શ્રમણા ભૌતિક લક્ષ્મીને મહત્ત્વ આપતા નથી. તેઓ આધ્યાત્મિક લક્ષ્મીને મહત્ત્વ આપે છે. જ્યારે તે આધ્યાત્મિક લક્ષ્મીને પ્રાપ્ત કરી વિચરે છે તે ભૌતિક લક્ષ્મી તે તેની પાછળ આવવાની છે. ભૌતિક લક્ષ્મી માટે ખાસ મહેનત કરવી પડતી નથી. તીર્થંકરોને જે આઠ પ્રતિહાય મળે છે તે પણ ભૌતિક લક્ષ્મીના પ્રતીક છે. વિવિધ પ્રકારની તપશ્ચર્યા દ્વારા અથવા સત્યાદિ ધર્માંના પાલનથી પ્રાપ્ત થવાવાળી લબ્ધિએ ભૌતિક લક્ષ્મીનું પ્રતીક છે.
સત્યમાં સ્થિત આત્માને સત્યના આચરણથી ભૌતિક અને આત્મિક બંને લાભ થાય છે. એવી કઈ સિદ્ધિ છે કે જે સત્યની સાધનાથી પ્રાપ્ત ન થાય ? આ સ`સાર એક સંધ ભૂમિ છે. અહીં મનુષ્યને પાતાની ઉન્નતિ માટે, પ્રગતિ માટે તથા સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે ડગલે ડગલે સૌં કરવા પડે છે. આ બધા સંધર્ષામાં વિજય તા તેને મળે છે કે જે સત્યના માર્ગ પર દૃઢ રહે છે. જે સત્યને જીવનના અંત સુધી ટકાવી શકે છે તે જીવનના સર્ધામાં હુ‘મેશા સફળતા મેળવે છે. જે સત્યના આશ્રય લઈને ચાલે છે તેને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે પણ ધૈયતાપૂર્ણાંક, હિ'મતથી જે તેમાં સ્થિર રહે છે તેને કલ્પના બહારના લાભ મળે છે. સત્ય એ પુણ્યની ખેતી છે. જેવી રીતે અનાજની ખેતી કરવી હાયતા શરૂઆતમાં ચેડી મુશ્કેલીએ ઉઠાવવી પડે છે, શ્રમ કરવો પડે છે, તેના પાક માટે થાડી પ્રતીક્ષા પણ કરવી પડે છે પણ જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે તેનુ ધર ધાન્યથી ભરાઈ જાય છે. આ રીતે સત્યની ખેતી માટે શરૂઆતમાં થાડા ત્યાગ, ધૈર્ય, દુઃખસહન, તપશ્ચર્યાની જરૂર પડે છે પણ જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે તે સત્યનિષ્ઠ આત્માના જીવનને આ લાકથી લઈને પરલેાક સુધી પુણ્યથી ભરી દે છે, તેને કૃતાર્થ બનાવી દે છે.
સત્યવાદી આત્માની સમાજમાં બધે પ્રતિષ્ઠા થાય છે. જનતા તેમનુ હૃદયથી સ્વાગત કરે છે. અંતરથી અભિનંદન આપે છે અને તેને ઉચ્ચ આસન પર સ્થાન આપે છે. તેની કીર્તિની સૌરભ ચારે બાજુ પ્રસરે છે. મૃત્યુ બાદ પણ તે તેના ગુણૈાથી અમર બની જાય છે. જેણે સત્ય રૂપી કવચ ધારણ કર્યું. તેને માટે અપમાન, નિંદા, અપવાદનું કોઈ કારણ રહેતુ' નથી. સત્યનિષ્ઠ આત્માના સમાજમાં ખૂબ પ્રભાવ પડે છે જેથી સારા સમાજ તેમને શ્રદ્ધા, સન્માન અને ભક્તિના ફૂલ ચઢાવે છે. શરીરનું ઉત્તમ અંગ મગજ કહેવાય છે, તે ન હોય તે શરીર જ નથી, તેમ સત્ય જીવનનુ' ઉત્તમ અંગ છે. તેના અભાવમાં જીવન એ સાચુ' જીવન નથી. જે વ્યક્તિ સત્યમાં દૃઢ રહે છે, કસેટી આવે તે પણ સત્યને છેડતા નથી તેને ભૌતિક લક્ષ્મી અને માનસન્માન મળે છે. સત્યનિષ્ઠ શેઠે માટે ખાટી ભ’ભરણા : દિલ્હીના રાજ સિંહાસન પર