________________
શારદા શિરેમણિ ]
[ ૫૫૩ " सेबेमि जे अईया, जे य पडुपन्ना, जे आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवं आइक्खंति, एवं भासन्ति, एवं पण्णविंति, एवं परुविंति, सव्वे पाणा, सव्वे भूया, खव्वे जीवा, सव्वे सत्ता न हंतव्वा, न अज्जावेयब्बा न परिधित्तव्या, न परियावेयव्या, न उदवेयव्वा, एसधम्मे सुध्धे, निइए सासए।"
ભૂતકાળમાં જે તીર્થક થયા છે, વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં છે અને ભવિષ્યકાળમાં થશે, તે બધા તીર્થકરોને એક જ ઉપદેશ છે કે કઈ પણ પ્રાણી એટલે વિકલેન્દ્રિ છે, ભૂત એટલે વનસ્પતિ, સત્ત્વ એટલે પૃથ્વી, પાણી, તેલ, વાઉ અને જીવ એટલે પંચેન્દ્રિય નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા આ બધા ને મારવા નહિ, મરાવવા નહિ, બળાત્કારથી પકડવા જોઈએ નહિ, તેમને દુઃખ આપવું જોઈએ નહિ. તેમને કઈ જાતને ઉપદ્રવ કર જોઈ એ નહિ. આ અહિંસામય ધર્મ, શુદ્ધ, શાશ્વત અને નિત્ય છે. અહિંસાના આચરણથી જીવ દુર્ગતિના દ્વાર બંધ કરીને મોક્ષ માર્ગ પર આગળ વધે છે. આ અહિંસા ધર્મ સર્વ જેને માટે હિતકર છે, કલ્યાણ રૂપ છે એનાથી બધા ને શાંતિ મળે છે.
આ સંસાર એ જટિલ છે કે શ્રાવક માટે હિંસાને સર્વથા ત્યાગ થઈ શકતું નથી કારણ કે શ્રાવક એટલે અગારી. અગારી એટલે ઘરવાળે. ઘરવાળો હોય એટલે પત્ની હય. સાથે પુત્ર પરિવારની પળોજણ પણ હોય. પુત્ર, પરિવાર, પત્ની અને પૈસો હોય એટલે બીજા તરફથી આકમણ પણ થાય. ચેર ચરવા આવે, લૂંટારા લૂંટવા આવે. આવા સમયે જે શ્રાવક પુત્ર-પરિવાર, પૈસાને બચાવવા ન જાય તો શેર ડાકુ છીનવી લે અને બચાવવા જાય તે સામી વ્યક્તિ પ્રત્યે આક્રમણરૂપે હિંસા કરવી પડે. જે શ્રાવકમાં રક્ષણ કરવાની તાકાત ન હોય તો પિતાની પત્નીના શીલની પણ રક્ષા ન કરી શકે. પહેલા અણુવ્રતમાં ભલે સંપૂર્ણ હિંસાને ત્યાગ ન હોય પણ સંપૂર્ણ વેરભાવને ત્યાગ તે અવશ્ય થાય છે. પહેલું અણુવ્રત એટલે સ્વાદુવાદ. યુદ્ધો કરવા પડતા હોય, પિતાના હાથે તલવાર દુશ્મનના ગળા પર ચલાવવી પડતી હોય છતાંય તે જે પ્રત્યે તેઓને તિરસ્કાર ન હતા, તેથી તેઓ જ્યારે યુદ્ધમાં જવા માટે ઘોડા પર બેસતા ત્યારે કઈ નિરપરાધી જ મરી ન જાય તે માટે પંજણીથી ઘોડાની પ્રાર્થના કરી લેતા. તમે કહેશો કે એક તરફ તો યુદ્ધથી થતી ઘોર હિંસા અને એક તરફ આટલી અહિંસા ! આ બંને વાત સાચી છે. શ્રાવક જીવનનું પહેલું અણુવ્રત સ્વાદુવાદ જેવું છે. અણુવ્રત સાધુ પાસે ગ્રહણ કરાય. શ્રાવક પહેલું વ્રત લે તેમાં નિરપરાધી ત્રસ જીવોને હણવાના પરચખાણું લે છે.
બાર વ્રતમાંથી કઈ પણ વ્રત લે કે બારે બાર વ્રત લે તો ગુરૂ પાસેથી લેવા જોઈએ. આરાધના કરનારને ગુરૂ તે લેવા જોઈએ. વ્રતો તો ગુરૂની પાસે લેવાય. રઈ તૈયાર હેય. પિતે જાતે લઈને ખાવું હોય તો ખાઈ શકે, ન ખાઈ શકે તેવું નથી, છતાં