________________
શારદા શિરોમણિ ]
[૫૪૫ લીધી ને બેલી વીરા ! હજુ તે પરણીને મીઢળબંધો આવે છે છતાં બેનના શીલરક્ષણ માટે તે તારી કાયા કુરબાન કરી છે. હવે હું તને શું આપું? “મારા પ્રાણના પુપે તારા માર્ગમાં પાથરું છું. વીરા ! તું જ્યાં હોય ત્યાં સ્વીકારજે.” આટલું બેલતા તલવાર પેટમાં બેસી દીધી ને પ્રાણનું બલિદાન દઈ દીધું. ધન્ય છે બેનની શીલરક્ષા ખાતર પિતાના પ્રાણની આહુતિ આપનાર નવયુવાનને ! ધન્ય છે શીલની રક્ષા કરનાર નારીને ! આનું નામ સાચી “રક્ષાબંધન.” પોતાના પ્રાણનું બલિદાન દીધું પણ બેનનું રક્ષણ કર્યું.
- અમે પણ તમારી ધર્મની બેન છીએ, અમે તમને રાખડી બાંધવા આવ્યા છીએ. તમારી રાખડી તૂટી જશે પણ અમારી તો અમર રાખડી છે. તે જીવનમાં ક્યારેય તૂટશે નહિ અમારી પાસે સોના, ચાંદી કે સૂતરની નથી પણ બ્રહ્મચર્ય, સત્ય, ન્યાય, નીતિ, સદાચારની અનુપમ રાખડીઓ છે. ધર્મની અમર રાખડી તમને ભવના આશીર્વાદરૂપ બનશે. છેલ્લે આટલું તો યાદ રાખજો કે રહેજે તું અંધના લોચન બનીને, જીવન વિતાવજે સજજન બનીને,
જગત ને જિંદગી છે ચાર દિનની, ન રહેજે કેઈને દુશમન બનીને. દ્વિ. શ્રાવણ વદ ૧ને શનિવાર : વ્યાખ્યાન નં. ૫૮ : તા. ૩૧-૮-૮૫
અનંતજ્ઞાની ભગવંતે સ્યાદ્વાદ દર્શનની પ્રરૂપણા કરી. જૈનદર્શન એ અનેકાંત દર્શન છે. જૈનદર્શન સિવાયના બધા દર્શને મોટા ભાગે એકાંતવાદને માનતા હોય છે. ભગવાનનું સ્વાદુવાદ દશન એવું વિરાટ દર્શન છે કે એ બધા દર્શનને કઈ કઈ રીતે
સ્વીકાર કરીને અનેકાંતવાદની સ્થાપના કરી છે. અનેકાંતવાદના પ્રકાશમાં અહિંસાના રાજમાર્ગો ઉપર અગ્રેસર થયેલ સાધક જે સાધના કરે છે તે જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને અનુકૂળ હોય છે. જ્યાં સુધી સાધનાને મર્મ ન સમજીએ ત્યાં સુધી સાધના આનંદ આવતું નથી. આધ્યાત્મિક સાધના ભલે ગૃહસ્થની હેય કે સાધુની હોય પણ તે બંનેનું ધયેય કે લક્ષ્ય તે સરખું હોય છે તેમાં ફરક નથી. હા, સાધનામાં પાત્રની શક્તિ અનુસાર તીવ્રતા કે મંદતા હોઈ શકે. તેમાં આત્મા સાધક છે, સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સાધન છે, મોક્ષ એ તેનું સાધ્ય છે. મોક્ષ એટલે આત્માના સંપૂર્ણ ગુણની પરિપૂર્ણતા. બંધનોથી સર્વથા છૂટવું તેનું નામ મોક્ષ. જેટલાં બંધન વધારે તેટલે સંસાર વધારે. જેમ જેમ બંધનોને અભાવ થતો જાય તેમ તેમ તેને મુક્તિ પ્રાપ્ત થતી જાય છે. બંધનોનો સર્વથા અભાવ તેનું નામ મોક્ષ. સમ્યક્ દર્શનથી મિથ્યાત્વનું બંધન તૂટી જાય છે. સમ્યક્ જ્ઞાનથી અજ્ઞાનનું અને સમ્યફ ચારિત્રથી રાગદ્વેષનું બંધન તૂટી જાય છે. સાધક જેમ જેમ પિતાની સાધનામાં વિકાસ કરે છે તેમ તેમ તે બંધનથી મુક્ત થતો જાય છે. એકેક પગથિયા ચઢતા મકાનના ઉપરના મજલે ૩૫