________________
શારદા શિરોમણિ ]
[ ૫૪૩ ખીલેલી હતી. તેનું બાહ્યરૂપ ઝગારા મારી રહ્યું હતું. તેના રૂપમાં કંઈક યુવાનો પાગલ બન્યા હતા. તેના લગ્ન પહેલા તે બધાએ પારૂના માતાપિતા પાસે પારૂની માંગણી કરી હતી પણ કેઈને દીકરી ન આપતા શંકર સાથે પરણાવી, એટલે હજુ કંઈક પાગલ સતીને લલચાવવા પ્રયત્ન કરતા પણ પારૂ કેઈને દાદ દેતી નહિ. એ ભલી ને એનું કામ ભલું. પારૂએ જોયું કે પતિમાં તો કાંઈ આવડત છે નહિ. તે ખેતરમાં જતી, કામ કરતી અને આજીવિકા નભાવતી. આ સ્થિતિમાં પણ આનંદથી રહે છે. પારૂને મેળવવા ઘણાએ મહેનત કરી હતી પણ તેમાં કોઈ ફાવ્યું નહિ એટલે ઈર્ષ્યાળુ માણસેએ રાજાને કાન ભંભેરણી કરી. મહારાજા ! શંકરને ત્યાં જે સ્ત્રી છે તે તો આપના અંતેઉરમાં શોભે એવી છે. રાજાઓના દિલમાં તે વિકારેની આગ ભભૂકતી હોય તે એમ વિચાર ન કરે કે મારા અંતેઉરમાં આટલી બધી રાણીઓ છે. કોઈની પત્ની મારે શા માટે ઝૂંટવી લેવી જોઈએ.
સુરા અને સુંદરીમાં મરત બનેલા રાજાએ બે હજુરિયાને બોલાવ્યા ને કહ્યું-આપ હમણાં ને હમણાં જાઓ અને શંકરની વહુ પારૂને અંતેઉરમાં લઈ આવે. હજુરિયાઓ પણુ રાજા જેવા. જે તે સારા હોત તો તેમને સુધારત પણ આ તો રાજાના કહ્યા પ્રમાણે કરવા તૈયાર થયા. બે હજુરિયાઓ પાણીદાર ઘોડા લઈને ઉપડયા. શંકરના ખેતર આગળ આવીને ઊભા રહ્યા. શંકર એ વખતે અનાજનું રક્ષણ કરવા પક્ષીઓને ઉડાડી રહ્યો હતો અને પારૂ જુવારને કાપીને બાંધી રહી હતી. હજુરીયાઓએ કહ્યું-શંકર ! બેલ, પારૂલ
ક્યાં ગઈ? શું કામ છે? અમારા રાજાને હુકમ છે, તેને મહેલમાં લઈ જવાની છે. શંકર જે પાણીદાર, બુદ્ધિશાળી, હોંશિયાર હોત તો પાણી બતાવી દેત. શંકર કહે અમારો શું વાંક ગુને છે! પારૂનું શું કામ છે? એ તે રાજાસાહેબ જાણે. અમે તે એના હુકમથી પારૂને લેવા આવ્યા છીએ. એને બોલાવ, નહિ તે કેરડાના માર ખાવા તૈયાર થઈ જા. આજુબાજુના માણસોને ખબર પડી કે રાજાના હજુરિયા આવ્યા છે એટલે બધા દેડી આવ્યા. થોડે અવાજ થયો. પારૂને કાને અવાજ અથડાયો અને બધાને ભેગા થયેલા જોયા એટલે પારૂ ત્યાં આવી.
ચારિત્રશીલ નારીનું ઝનૂન : શંકર તો થરથર ધ્રુજતે હતા. બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા. બધા ઊભા છે પણ માથું દેવા કેણ આવે? પારૂએ શંકરને પૂછયું. આ બધું શું છે? શંકર એક શબ્દ બોલી શકે નહિ. ત્યાં હજુરિયાઓ બેલ્યા. રાજા સાહેબે ખાસતને બોલાવવા મોકલ્યા છે. તારું ભાગ્યનું પાંદડું ખસી ગયું છે. રાજમહેલમાં શેભે તેવું આ રૂપ આ રીતે ગરીબાઈમાં મૂરઝાઈ જાય તે બરાબર નથી. આ સાંભળતાં પારૂની આંખો લાલઘૂમ બની ગઈ. તે ક્રોધથી ધમધમી ઊઠી. સાંભળે છે શંકર! આ લેકે શું બોલી રહ્યા છે? શંકર કહે હું શું કરું? રાજાની ઈચ્છા હોય તે તારે જવું પડે. તું આ શું શબ્દો બોલે છે? તારા મુખમાં આ શબ્દ શોભે છે? તારામાં શક્તિ ન હોય તો પહેરી લે આ ચૂડીઓ! મારે દેહ કુરબાન થશે પણ હું મારા ચારિત્રથી