________________
૫૪૮ ]
[ શારદા શિરોમણિ
ત્યાંથી આગળ આગળ વધતું જા. તીર્થકરે કે ગુરૂ ભગવંતના વચનામૃતને કઠિયારાની જેમ શ્રદ્ધાથી હૃદયંગમ કરીને જીવ આગળ વધે તે મિથ્યાત્વ ગુણસ્થાનેથી જીવ ત્રીજા ગુણસ્થાને જાય છે. જ્યાં ગાઢ મિથ્યાત્વ ગયું. થોડી સમક્તિની સ્પર્શના થઈ. ડું મિથ્યાત્વ છે એટલે આ સાચું કે તે સાચું? તેને નિર્ણય કરી શકતો નથી. જેમ શીખંડ ખાટોને મીઠો તેમ મીઠાશ સમાન સમતિ અને ખટાશ સમાન મિથ્યાત્વ. તે જૈન ધર્મને સારે માને ને બીજાને પણ સારા માને. આ ગુણસ્થાને થોડી સમકિતની ઝાંખી થઈ. જાડા થડીયા મળવાથી તેને રોજ કરતાં વધુ લાભ થયે તેમ આ ગુણસ્થાને થોડો વધુ લાભ થયો. ત્રીજે ગુણસ્થાનેથી જીવ આગળ વધે તે ચેથા ગુણસ્થાને જાય. જ્યાં મિથ્યાત્વ ગયું અને ચંદનના વન સમાન સમકિતની પ્રાપ્તિ થઈ. ચંદનના લાકડામાંથી ઘણુ પૈસા મળ્યા. તેનું દરિદ્ર ઓછું થઈ ગયું તેમ સમકિત રત્ન મળતાં જીવનું અનંતકાળનું જે ભવભ્રમણ હતું તે ઓછું થઈ ગયું. તેના માટે એ નક્કી થઈ ગયું કે આ જીવ મોડામાં મોડે અર્ધપુગલ પરાવર્તન કાળે મેક્ષમાં જશે, છતાં ચોથા ગુણસ્થાને અવિરતિ છે. ચેથાથી આગળ વધતાં પાંચમા ગુણસ્થાને આવ્યો. અવિરતિમાંથી દેશવિરતિમાં આવ્યો. તાંબાની ખાણ સમાન દેશવિરતિ આવી એટલે તેને આશ્રવને પ્રવાહ અંશે અટક, શ્રાવકપણું પામ્યો. એટલે ચેથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને વધુ લાભ થયે તેથી આગળ વધતાં છઠ્ઠા ગુણસ્થાને આવ્યું. દેશવિરતિમાંથી સર્વવિરતિમાં આવ્યો. દેશવિરતિમાં અંશ ભાગે વિરતિ એટલે થેલી વાર વિરતિ અને થોડી વાર અવિરતિ. એમાં સર્વથા પાપને પ્રવાહ રોકાત નથી. સર્વવિરતિમાં આવ્યા એટલે સર્વથા પાપ રકાયું. એના પાપના દ્વાર સર્વથા બંધ થઈ ગયા. સોના ચાંદીની ખાણ મળતાં એ ધનવાન થયે તેમ આ આત્મા આત્માના ગુણોને વિકાસ થતાં ધનવાન બન્યા.
કઠિયારાને ઊંડે જતાં હીરાની ખાણ મળી, તેમ છઠ્ઠા ગુણસ્થાને આગળ વધતાં આઠમા ગુણસ્થાને હીરાની ખાણ સમાન કેવળજ્ઞાન અને કેવળદર્શન મેળવવાનો માર્ગ મળી ગયે ત્યાં ક્ષેપક શ્રેણી શરૂ કરી. એ શ્રેણીમાં આગળ વધતાં વધતાં નવમે, દશમે, બારમા ગુણસ્થાને પહોંચ્યા. બારમાને છેલ્લો સમય અને તેરમા ગુણસ્થાનના પહેલા સમયે કોહીનૂર હીરા સમાન કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. કોહીનૂર હીરે મળતાં કઠિયારે મોટો શ્રીમંત બની ગયે. તેની દરિદ્રતા સાવ દૂર થઈ ગઈ. તેને અલૌકિક આનંદ થયે તેમ આત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભવભવમાં ભટકવાની તેની દરિદ્રતા સંપૂર્ણ દૂર થઈ ગઈ. તે શ્રીમંતને પણ શ્રીમંત બની ગયું અને આત્માને અલૌકિક શાશ્વત આનંદ મેળવ્યા. કઠિયારાને આનંદ તો થોડા સમય માટે. કયારે એ ચાલ્યા જશે તે કહી ન શકાય પણ આત્માને તે જે આનંદ મળે તે એ મને કે હવે એમાં કયારે પણ એટ ન આવે, જાય નહિ અને સદાને માટે ટકી રહે. આત્માએ જે આ આનંદ મેળવવો છે તે કઠિયારાની જેમ આત્માએ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ ને આગળ વધવાનું છે. કઠિયારાએ પ્રમાદ ન કર્યો પણ પુરૂષાર્થ કર્યો તે કિંમતી હીરે