________________
શારદા શિરમણિ ]
[૫૪૧ રક્ષાબંધન એટલે દષ્ટિ પરિવર્તનનો પવિત્ર દિન. આ દિવસે ભગિનીના હૃદયની ઉમિઓ ભાઈ પ્રત્યે ઉછળી રહી હોય છે. જગતના સર્વ સંબંધોમાં નિઃસ્વાર્થ અને પવિત્ર સંબંધ હોય તો ભાઈબહેનના નિર્મળ પ્રેમને. આજે બેન ભાઈને રાખડી બાંધીને એ ભાવના ભાવે છે કે હે વીરા ! અનેક તાણાવાણાએથી બનેલી આ રાખડી અતૂટ છે. તેમ વીરા આપણે સનેહ અતૂટ છે. મુજ વીરાનું જીવન સ્નેહ રૂપી પુપની સૌરભથી મહેકયા કરે તેમજ પ્રેમ જ્યોતિને પ્રકાશ જીવનમાર્ગમાં ભૂમિ બની રહે. તેના દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય. બેન હર્ષઘેલી બની ભૈયાને હાથે રક્ષા બાંધીને જીવનનો અમૂલ્ય લ્હા માણે છે. માત્ર રક્ષાબંધન બાંધીને સમાપ્તિ નથી કરતી પણ ભાઈના કાનમાં કંઈક સંદેશ પાઠવી જાય છે. મારા વહાલા ભયા ! આ રક્ષાના દરેક તંતુમાં બેનના હૃદયને નિર્વ્યાજ અખૂટ પ્રેમ ભરેલું છે. જેના પ્રત્યેક તારમાં બહેનના દિલની લાગણી જોડાયેલી છે. આ રક્ષા માત્ર સૂતરનો દોરો નથી. તે તે શીલ તથા સનેહનું રક્ષણ કરવાની તારી પવિત્ર ફરજની યાદી અપાવતું પવિત્ર બંધન છે. બેનની આંખો હંમેશા અમી વર્ષા વરસાવતી હોય છે. એની વાણી દિલમાં રહેલા કામનાના અંધકારને ઉલેચી ભાઈને કર્તવ્યની કેડીએ આગળ ધપત કરી દે છે. બેનની રક્ષા હાથ પર બંધાતા ભાઈની દષ્ટિનું પરિવર્તન થાય છે એટલું જ નહિ પણ બેનીના રક્ષણની જવાબદારી વીર પોતે લે છે. ભાઈ હંમેશા બેન પાસે રાખડીની આશા કરે છે કે બેન ! ભલે તું સેના, ચાંદીની કે કિંમતી રાખડી ન લાવ પણ પ્રેમની રાખડી તો સદાને માટે બાંધવા આવજે. આજના દિવસે જે ભાઈ બહેનને ન બોલાવતો હોય તે વેરઝેર છોડી દઈને દિલને પવિત્ર બનાવજો કારણ કે આ દિવસે ભાઈ હેવા છતાં ન બોલાવે ત્યારે બેનનું હૈયું કેટલું તૂટી પડે છે ! ઇતિહાસમાં પણ એવા કંઈક પ્રસંગો વાંચવા મળે છે કે જે બેનને ભાઈ ન હોય તે ધર્મના ભાઈ બનીને બેનની રક્ષા કરે છે. મને એક વાત અહીં યાદ આવે છે.
એક સાવ નાનું ગામ હતું. જેમાં ૨૫-૩૦ ઘર હતા. નાના ગામડામાં એક નાના ખેરડામાં ગંગા અને ગણેશ રહેતા હતા. તેમને એક દીકરી હતી. તેનું નામ પારૂલ હતું. પારૂ તે પારૂ જ હતી. રૂપ રૂપને ભંડાર. જાણે સાક્ષાત દેવી જોઇલે. એના રૂપ સામે ઘણુ નવયુવાનો દષ્ટિ કરતા પણ એની સામે આંગળી ચીંધવાની કોઈની તાકાત ન હતી. નાના ગામડામાં રહે એટલે માબાપે પારૂને ખાસ ભણવી ન હતી. ભલે તેનું ભણતર ઓછું હતું પણ એની કોઠાસૂઝ જબરી હતી. આ પારૂ ત્રણ વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ બાજુના ગામમાં શંકર નામના છોકરા સાથે સગપણ કરેલું. જૂના જમાનામાં નાની ઉંમરમાં સગપણ કરતા. આ પારૂ હવે ૧૬ વર્ષની થઈ એટલે ખૂબ સમજણું થઈ રૂપ તે જાણે સ્વર્ગની અપ્સરા ! એવું રૂપ ખીલ્યું હતું. રૂપની સાથે ગુણોનો સુમેળ સાર હતો. ખૂબ ડાહી, સમજુ અને ગંભીર હતી. પારૂનું જે છોકરા સાથે સગપણ કર્યું હતું તેનામાં તે બે પૈસાની ય બુદ્ધિ ન હતી. પારૂ જેટલી રૂપાળી એટલે એ કાળે ઠીબડા જે. પારૂની બુદ્ધિ ખૂબ તે એ સાવ બુદધુ. એકે વાતમાં