________________
૫૪૦ ]
[ શારદા શિરેમણિ તે એક ભવના હિતસ્વી છે. જ્યારે ગુરૂભગવંતે તો આપણું ભવભવના થાક ઉતારનાર મહાન હિતસ્વી છે. તેમના ઉપકારને બદલે કોઈ રીતે વાળી શકાતું નથી. દરેક જીને માથે આ ત્રણ જણ રહેલા છે. - આજના દિવસને નાળિયેરી પૂનમ પણ કહે છે. આ પર્વ લૌકિક છે છતાં સમજીએ તે તેમાંથી આત્માને ઘણો બોધ મળે છે. નાળિયેર બહારથી કઠણ અને અંદરથી પોચું હોય છે. તે આપણને સૂચન કરે છે કે કર્મના મેદાનમાં કેસરીયા કરવા જાવ ત્યારે કઠણ બનજો, ત્યાં કષ્ટોથી કંટાળશો નહિ, આપત્તિથી અકળાશે નહિ, પરિષહથી પાછી પાની કરશે નહિ પણ શૂરવીરને ધીર બનીને તેની સામે બરાબર ઝઝૂમજો. જે બહારથી કઠણ અને હદય કોમળ હશે તે કલ્યાણની કેડી નજીક છે. સમક્તિ પામવા માટે હૃદયની ભૂમિ પચી જોઈશે. ટોપરું નાળિયેરમાં રહેવા છતાં તે તેનાથી ભિન્ન છે તેમ આત્મા દેહથી ભિન્ન છે. જે ટોપરું મેળવવું છે તે કાચલીને તેડશે તે ટોપરું મેળવી શકશો, તેમ મોક્ષરૂપી ટોપરું મેળવવું છે તે આ ઔદારિક, તેજસ, કાર્મણરૂપી શરીર કાચલીમાંથી સંપૂર્ણ મુક્ત થઈશું તે મોક્ષનું ટોપરું મેળવી શકીશું.
રક્ષાબંધનને દિવસ બહેનોને ખૂબ પ્રિય છે. આજના દિવસે કંઈક બહેનોના હૈયા હરખાય છે અને કંઈક બહેને ઘરમાં બેસીને રડે છે કારણ કે જેને ભાઈ છે તે બહેન હસતી હસતી ભાઈના હાથે રાખડી બાંધવા જાય છે. કેઈ સૂતરની રાખડી બાંધે, કઈ મેતીની, કોઈ ચાંદીની બધે. ભાઈ રાખડી બંધાવીને પોતાની શક્તિ પ્રમાણે સાડી, પાંચ, પચ્ચીસ કે પચાસ રૂપિયા આપે છે પણ જેને ભાઈ નથી એવી બેને આજે આંખમાંથી આંસુડા સારે છે કે જે મારે ભાઈ હેત તો હું પણ આજે આ બધી બેનોની માફક રાખડી બાંધવા જાત ને ? તેના સંતાને પણ એમ કહે છે કે બા ! બધા છોકરાઓ મામાને ઘેર જાય છે ને આપણે નહિ જવાનું ? બેટા ! તારે મામા નથી. એટલું કહેતાં તેનું હૈયું ભરાઈ જાય છે. જે બહેનને ભાઈ નથી તેને તે આટલું દુઃખ થાય પણ કંઈક બેને એવી છે કે જેને ભાઈ હોવા છતાં એ બહેનને પિતાને ઘેર બોલાવતા નથી. આવી બેને ભાઈ હોવા છતાં ભાઈ વગરની છે. એમના દિલમાં આજે આઘાત લાગે છે. - રક્ષાબંધન એટલે ભગિનીના હૈયાને ભઈલાની પુનિત સ્મૃતિથી છલકાતું પાવન પર્વ. વર્ષાઋતુના આગમનથી કુદરત નવપલ્લવિત બને છે. ખેડૂતોના હૈયા નાચી ઊઠે છે તેમ રક્ષાબંધન પર્વના શુભ આગમનથી બેનને મનમયૂર હર્ષના હિલેળે ચઢે છે. બાંધવ બેનીના હદયરૂપી બગીચામાં નેહની ઉમિઓ નાચી ઊઠે છે. રક્ષાબંધન એટલે ભાઈબહેનના વિશુદ્ધ પ્રેમનું અખલિત વહેતું ઝરણું.
ભાઈ ભગિનીના સ્નેહ સજાવી, શ્રાવણ પૂર્ણિમા આવે, ભૈયા કેરી ભીતિ હરવા, બહેની પવિત્ર રક્ષા બનાવે, ભવ્ય ભાવના હૃદયે ધરતી, બહેની દિવ્ય તિ, અંતરના અંધારા ઉલેચી, પ્રેમની જ્યોતિ ધરતી.