________________
શારદા શિરોમણિ ]
[ ૪૮૭ મેંધવારીમાં ઘરખર્ચ પૂરો થતો નથી. આ બેગ હાથમાં આવી ગઈ એટલે હવે ગરીબાઈ રહેશે નહિ. પરિગ્રહ સંજ્ઞા શું કરાવે છે? પરિગ્રહ એ માંસના લોચા સમાન છે. સમડીના મુખમાં માંસને લચે હોય તો બીજી સમડી એ લેવા માટે એના પર ત્રાટકે પણ સમડી છોડી દે તો તકરાર પતી જાય, તેમ પરિગ્રહ છે ત્યાં ચોર, ડાકુ, લૂંટારા, રેડવાળા બધાને ભય છે. પરિગ્રડ છે ત્યાં મારામારી છે. પરિગ્રહ મેળવનાર જીવની કેટલી કંગાળ દશા છે! આ વાણિયે માત્ર પિતાની કલપનાના આધારે પિતાના ભાવિને નિર્ણય કરવા જાય છે. બીજાની વસ્તુ પિતાની બનાવવાની ઘેલછા લાગી છે. જે તેણે શાંતિથી વિચાર કર્યો હોત તો એને જરૂર સમજાઈ જાત કે આવા નાના સ્ટેશને આવી કિંમતી બેગ કઈ ભૂલી જાય ખરું? કદાચ એ ભૂલી ગયા હોય તેય મારે શું ? બેગમાં પડેલા માલની મારે શી જરૂર? પણ લેભ સંજ્ઞા સાચું સૂઝવા દેતી નથી. વાણિયાની બુદ્ધિ કુંઠિત બની ગઈ છે.
આ ભાઈ તો બાકડા પર બેઠા છે. તેની નજર તે પેલી બેગ પર છે. તે તો બેગ લેવાના વિચારમાં ઝુલતો હતો. ત્યાં ગાડી આવી. દશ-બાર મુસાફરો ગાડીમાંથી ઉતર્યા. વાણિયો તો નિરાંતે બાકડા પર બેસી રહ્યો છે. મુસાફરો ઉતરે કે ચઢે એની સાથે વાણિયાને કાંઈ નિસ્બત નથી. નિસ્બત છે એને બેગ સાથે. ગાડીમાંથી ઉતરેલા મુસાફરોમાંથી બે ત્રણ મુસાફરો આ વાણિયાની બાજુમાં આવીને બેઠા. વાણિયાના મનમાં થયું કે આ લોકોની નજર બાજુના બાકડા પર રહેલી બેગ પર પડશે તો ! જેના અંતરમાં પાપ છે એના મનના વિચાર પણ કેવા હોય છે ! પેલા મુસાફરે તો વાણિયાની સાથે ખૂબ વાતો કરવા લાગ્યા પણ આ ભાઈ સાહેબનું મન તે બેગમાં રમે છે. તેના મનમાં થયું કે આ બેગ જોઈને કદાચ તેઓ કંઈ પૂછશે તો હું સ્પષ્ટ કહી દઈશ કે બેગ મારી છે. જુઓ, પરિગ્રહની મમતા શું નથી કરતી ? અસત્ય બોલાવે, ચેરી કરાવે, કેટલા પાપ કરાવે ! પેલા મુસાફરો તો થોડી વાતચીત કરીને ત્યાંથી રવાના થઈ ગયા પછી પેલે વાણિયે બેગ લઈ આવ્યો. બેગ ખૂબ વજનદાર છે. વાણિયો તે મનમાં હરખાય છે. આ બેગમાં માલ તો પુષ્કળ લાગે છે. આજે મારું ભાગ્ય ઉઘડી ગયું.
- લોભ કષાયની ભયંકરતા : વાણિયે તો બેગ લઈને ગાડીની રાહ જોતો ઊભો છે. ત્યાં એક પિોલીસ આવી ચઢો. તેણે પૂછ્યું આ બેગ કેની છે? મારી છે. પોલીસે કહ્યું–બેગ તારી નથી લાગતી. આ બેગ તે મારી જ છે. પોલીસને જોઈને વાણિયે થેડી વાર તે ધ્રુજી ગયા પણ હવે હિંમત હારી જાય તે ચાલે તેમ નથી, એટલે હિંમતથી - કહ્યું –બેગ મારી છે. જે બેગ તારી છે તે ચાવી લાવ. ચાવી ખેલીને બતાવ કે તેમાં શું છે? ચાવી હોય તો બતાવે ને! છતાં ખિસ્સામાં હાથ નાંખે પછી કહ્યું કે ચાવી ખોવાઈ ગઈ લાગે છે. વણિકે આમ કહ્યું એટલે પોલીસને વધુ વહેમ આવ્યો. તે કહે-બોલ, તારી પેટીમાં શું છે ? તમારે એ જાણવાની શી જરૂર છે ? આ વાણિયાના મનમાં ખુમારી છે એ એમ માને છે કે હું જરાય આડુંઅવળું બેલીશ તો પોલીસ