________________
૫૦૬ ]
| ( શારદા શિરમણિ જગ્યાએ મૂકે. ચીજ જેટલી વધુ કિંમતી તેટલી તેની વધુ કાળજી. માત્ર આ ભવમાં કામ લાગતી ચીજોમાં જે આટલી કાળજી રાખો છો તે પછી ભવભવમાં જે કામ લાગે એવી ચીજ પાછળ કેટલી કાળજી જોઈએ ?
એક રાજા રોજ રાત્રે વેશ પરિવર્તન કરીને ગામમાં નગરજનેની શી સ્થિતિ છે, મારી નગરીમાં કઈ દુઃખી તો નથી ને? તે જોવા માટે નીકળતાં. રાજા ગલીએ, ગલીએ, શેરીએ, શેરીએ ફરે છે. ફરતા ફરતા એક ઝાડ નીચે એક ફકીરને ધ્યાનાવસ્થામાં બેઠેલા જોયા. આખી રાત આખા ગામમાં ફરીને રાજા જ્યારે પિતાના રાજમહેલ તરફ પાછા વળ્યા ત્યારે પણ ફકીર એમ ને એમ જાગતે બેઠેલ હતો. આ રીતે એક અઠવાડિયા સુધી તો રાજાએ ફકીરને આખી રાત જાગતા જોયા. સૂતેલા ન જોયા. રાજાના મનમાં વિચાર થયે કે મારે તે અંતેઉરની ચિંતા, ભંડારો કે લૂંટી ન જાય તેની ચિંતા, પ્રજાના સુખદુઃખની ચિંતા એટલે મારે રાત્રે જાગવું પડે પણ આ ફકીર પાસે તે એક ભિક્ષાપાત્ર છે, શરીર પર નાનું કપડું છે અને બેસવા કપડાને એક ટુકડો છે. એમનું શું લૂંટાઈ જવાનું છે કે તે એક પણ કુ ખાધા વિના આખી રાત જાગે છે ? રાજાના મનમાં આ પ્રશ્ન ઉઠા.
એ પ્રશ્નનું સમાધાન કરવા જ્યાં ફકીર બેઠા હતા ત્યાં રાજા ગયા. ફકીરે ધ્યાન પાળ્યું પછી રાજાએ પૂછયું–મહાત્માજી ! હું આપને એક પ્રશ્ન પૂછી શકું ? ખુશીથી પૂછો. તમારી પાસે નથી પૈસા, નથી લશ્કર, નથી ઘર કે ઘરવાળી, નથી નેકર ચાકર કે નથી ભંડાર, આપની પાસે શરીર પર એક કપડું છે અને ભિક્ષાપાત્ર છે. તમારું શું લૂંટાઈ જવાનું છે? શું ચેરાઈ જવાનું છે ? ચેરડાકુ શું તમારું લઈ જવાના છે કે તમે આખી રાત જાગો છે ? હું અઠવાડિયાથી આપને જોઉ છું કે આપ રાત્રે સૂતા નથી. આપ સૂઈ જાઓ તે ય આપને ગુમાવવાનું શું છે ? અને જાગતા રહે તે ય કમાવવાનું શું છે ? મારી પાસે લાખ કરોડની સંપત્તિ છે. તેની ચિંતા, અંતેઉરની ચિંતા, પ્રજાના રક્ષણની ચિંતા છે. એ બધાની રક્ષા ખાતર મારે આખી રાત જાગવું પડે પણ આપને તો કઈ ચિંતા નથી છતાં શા માટે આખી રાત જાગવું પડે છે ? મારે આ વાતનું રહસ્ય જાણવું છે.
જાગૃતિથી જીવન સલામત : રાજાની આ વાત સાંભળીને ફકીર ખડખડાટ હસી પડ્યા. રાજા કહે મહાત્મા ! આપ કેમ હસો છો ? રાજન ! તારી મૂર્ખાઈ પર મને હસવું આવે છે. તું જેને સંપત્તિ માને છે ખરેખર તે એ સંપત્તિ નથી પણ વિપત્તિ છે. તારી સંપત્તિ કદાચ લૂંટાશે તે આ ભવ પૂરતી લૂંટાશે, એને સાચવવા તું આખી રાત જાગે, ગમે તેટલા પ્રયત્નો કરે છતાં ય એ સંપત્તિ તારી પાસે ટકવાની નથી. કદાચ ટકી રહેશે તો પણ ફૂટી કોડી જેટલીય તારા મર્યા પછી સાથે આવવાની નથી. જ્યારે મારું જે લૂંટાય છે તે જન્મજન્મ નુકશાન કરે છે. મેં મારા આખા જીવનમાં સાધના કરીને જે ગુણોની મૂડી એકઠી કરી છે એ મૂડી એક ક્ષણના પ્રમાદમાં સાફ થઈ જાય એવી છે. જે જાગૃત રહીને એ મૂડી સાચવીએ તે મર્યા પછી પરકમાં સાથે