________________
પર૨ |
[શારદા શિરોમણિ નથી. ભલે રહ્યો આટલે ટુકડો. મેં તે તારા જીવનમાં બાળપણથી સુંદર સંરકારનું સિંચન કર્યું છે, તને સુંદર કેળવણી આપી છે અને શિખામણ આપીને તારા જીવનનું ઘડતર કર્યું છે. એ સંસ્કારોનું ફળ હું અત્યારે મેળવી રહ્યો છું. વૃદ્ધ થયેલા આ તારા પિતા પાછલી ઉંમરે સંસાર છોડીને સંન્યાસ સ્વીકારે તે હેતુથી તું આજે મને આ વસ્ત્ર આપી રહ્યો છે પણ આ તારા પુત્રને તે સંસ્કાર આપ્યા નથી, કેળવણી આપી નથી. તું જ્યારે મારા જેટલી ઉંમરે પહોંચીશ ત્યારે આ તારો દીકરો તને કપડા નહિ આપે એવી વસ્ત્રો વિનાની જિંદગી તારે રડતા રડતા પૂરી ન કરવી પડે તેથી તને આ ૨૫ વાર કાપડ આપું છું.
પિતાના આ શબ્દો સાંભળતા દીકરાની આંખ ઉઘડી ગઈ. જઈને પિતાજીના પગમાં પડયો ને કહ્યું પિતાજી! મને ક્ષમા આપે. હવે મારા જીવનમાં કયારેય આવી ભૂલ નહિ કરું. આપના ૬૦ વર્ષને અનુભવનો નિચોડ મને આપની સલાહ દ્વારા મળતું હતું પણ હું અબૂઝ એની કિંમત સમજે નહિ. પિતાજી! હવે કયારેય આપને તિરસ્કાર નહિ કરું. આપ મને શિખામણ આપતા રહેજે. જે દીકરાએ પિતાને પિતાના આત્મા સમાન ગણ્યા હતા તે આવી દશા કરવા તૈયાર ન થાત ! માટે જ્ઞાની કહે છે કે “મારંવત સર્વ ભૂતેષુ” તારા આત્મા સમાન સર્વ જેને ગણ. તે પહેલા વ્રતનું પાલન થઈ શકશે. જ્યારે જીવનમાં અહિંસા આવશે, કરૂણા આવશે ત્યારે પિતાનું સર્વસ્વ જતું કરવું પડશે. તે જતું કરવા તૈયાર થશો પણ હિંસાને તે નહિ અપનાવો. પિતાના સુખ ખાતર બીજા જેની હિંસા નહિ કરે. આજે મજશેખના સાધન અને ફનીચરો એટલા વધ્યા છે કે પરિણામે તેમાં વાંદા, મંકડા આદિ જેની ઉત્પત્તિ પણ વધુ થાય પછી તેને દૂર કરવા છંટાવે દવા, અહાહા...કેટલા જીની હિંસા! જે દિલમાં અનુકંપા દયા હશે તે દવા છંટાવવાનું મન નહિ થાય. ભગવાનને સિદ્ધાંત છે કે તમે છે અને બીજાને સુખે જીવવા દે.
કોશલનરેશ અને કાશીનરેશ બંને એક રાશીના હતા. કોશલનરેશનું રાજ્ય મોટું હતું અને કાશીનરેશનું રાજ્ય નાનું હતું. કાશીનરેશની ભાવના ખૂબ ભવ્ય હતી. પિતે જમતા પહેલા દુઃખી ને યાદ કરતાં, કોઈ જીવને ત્રાસ આપતા નહિ કે કઈ સારા કાર્યમાં અંતરાય પાડતા નહિ, તેથી તેમના ગુણ ખૂબ ગવાતા. કેઈને કહેવા જવું પડે કે તમે મારા ગુણ ગાવ. એ તે તેના ગુણોથી પૂજાવાનું છે. કેશલનરેશના દરબારમાં પણ કાશીનરેશના ગુણ ગવાતા. એક વાર કાશી નરેશની જન્મજયંતી આવી ત્યારે કેશલ નરેશના રાજ્યના લેકેએ આખા ગામમાં તોરણ બાંધ્યા. વજાપતાકાઓ ફરકાવી અને આખું ગામ ઉત્સવ ઉજવવા તૈયાર થયું. ઝેર પચાવવા સહેલા છે પણ બીજાના ગુણ સાંભળવા અને ઈર્ષા ન કરવી તે મુશ્કેલ છે સમકિતી આત્મા ગુણીજનોના ગુણે સાંભળીને રાજી થાય. તેને કોઈ પ્રત્યે દ્વેષ ભાવ ન આવે. મિથ્યાત્વી જીવો બીજાના ગુણો સાંભળીને રાજી તે ન થાય પણ ઈર્ષા, દ્વેષભાવ આવે. કેશલનરેશની પ્રજાએ