________________
શારદા શિરેમણિ ]
[૫૩૩ જે સ્થિતિ બાકી રહી તેમાંથી પ્રત્યેક પલ્યોપમ સ્થિતિ ઓછી થાય ત્યારે જીવ શ્રાવકપણું પામે. અત્યારે તમને શ્રાવકપણું પામી શકે તેવા સંગે અનુકૂળ છે તે બને તેટલા વિરતિના ઘરમાં આવો વધુ ભાવ અવસરે.
ચરિત્ર : પુણ્યસારની શોધમાં હું જઇશ ? પુયસાર સાતેને છોડીને ચાલ્ય ગયા છે. તેને પત્તા મેળવવા માટે ગુણસુંદરી તૈયાર થઈ. તે કહે પિતાજી ! અમારા ભાવિમાં આમ બનવાનું હશે માટે બન્યું છે. અમે પૂર્વ જન્મમાં કેઈને વિયાગ પડાવ્યા હશે, અંતરાય પડાવી હશે તેથી આજે અમારે લગ્ન થતાંની સાથે તરત પતિને વિગ પડયે છે પણ હું ગોપાલપુર જઈશ અને તેમના સમાચાર મેળવીશ. ઘણી વાર માબાપને દીકરા ન હોય અને દીકરીઓ હોય પણ તે દીકરીઓ એવી હોય કે દીકરા કરતાં ચઢી જાય. કહેવત છે કે “દીકરીએ દીવે, ઘણું ઘણું જીવો.” ગુણસુંદરી દીકરી છે છતાં દીકરા જેવું કામ કરવા તૈયાર થઈ. તેણે કહ્યું- વણઝારાને વેશ પહેરી ગોપાલપુર જઈશ. ત્યાં મોટો વેપારી બનીને બંધ કરીશ. બેટા ! તું કઈ દિવસ દુકાને આવી નથી, વેપાર કર્યો નથી, તને વેપાર કરતા કેવી રીતે આવડશે? પિતાજી ! કર્મ એવા સંગો ઊભા કરી દે ત્યારે બુદ્ધિ પણ આપે છે અને દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે છે માટે આપ મારી ચિંતા ન કરશે. મને કોઈને કોઈ રખેવાળ મળી જશે. હું ગોપાલપુર જઈને વેપારી બનીને રહીશ. તેમને શોધી લાવીશ અને જે છ મહિનામાં તેમના સમાચાર કે પત્તો નહિ મળે તો હું અગ્નિસ્નાન કરીશ. આ સમયે શેઠાણું એટલે સાતે દીકરીઓની માતા પણ ત્યાં આવી ગઈ. ગુણસુંદરીના શબ્દો સાંભળતા તે કાળે કપાત કરવા લાગી. “અગ્નિરનાન” આ શબ્દ સાંભળતા માતાપિતા બન્ને પછાડ ખાઈને પડયા, માતાપિતાને સંતાને કેટલા વહાલા હોય છે ! પાણી છાંટીને માબાપને ભાનમાં લાવ્યા. પછી કહે–દીકરી ! તું આ શું શબ્દો બોલે છે ? પિતાજી ! એ દિવસ તો આવવાના નથી. હું જરૂરથી પતિને પત્તો મેળવીશ. જે પત્તા પડશે એવા હું તમને બોલાવવા મોકલીશ અગર તે તેમને લઈને અહીં આવીશ. પિતા કહે–દીકરી! તું આવા અમંગળ શબ્દો ન બેલીશ, સૌ સારા વાના થશે. તું હિંમત રાખ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખ. નવકારમંત્રનું સતત સમરણ કરજે. તારી ઈચ્છા પૂરી થશે અને જમાઈરાજનો પત્તો લાગી જશે. શું કર્મરાજા એવા નિષ્ફર બનશે કે તમારી મનોકામનાને આમ ને આમ અધૂરી મૂકી દેશે ? ના...ના... કર્મ એવું નહિ કરે. - શેઠાણીને આશ્વાસન આપતા શેઠ: આ વાત સાંભળતા માતા ફરી બેભાન થઈને ઢળી પડી. ભાનમાં આવતા ખૂબ રડવા નૂરવા લાગી. તે કહે છે કે હું મારી દીકરીને તો નહિ જવા દઉં. મારી ગુણસુંદરીને આટલે દૂર એકલી મોકલતા મારું મન માનતું નથી. સાતે દીકરીઓને ઘેર રાખવા તૈયાર છું. તે તે કાળે કલ્પાંત કરે છે, રડે છે, ગુરે છે. શેઠ ઘણું સમજાવે છે તું કંઈક સમજ. આપણી દીકરીઓ હવે આ જીવનમાં બીજો પતિ તો કરવાની નથી. શેઠે શેઠાણીને ઘણું સમજાવ્યા. શેઠના દિલમાં