________________
પ૩૬ ]
[ શારદા શિરમણિ અતિ સુક્ષ્મ અનંતકાય એકેન્દ્રિય સુધીની ઓળખાણ કરાવી એની દયા પાળવાનું બતાવનાર માત્ર જિનવચન છે. આવા અતિ દુર્લભ જિનવચન મળ્યા પછી મુખ્ય બે કાર્ય કરવાના પ્રમાદવશ શસ્ત્રોથી બીજા જીવોની હિંસા ન થાય અને વિષય વિકારથી આત્માની હિંસા ન થાય એ ખાસ લક્ષ્ય રાખવાનું છે. જિનવાણ મળવા છતાં આ ભવમાં જે એ બે હિંસાથી નહિ બચાય તો પછી કયા ભવે બચી શકાશે ? લેકમાં સંસારને “ગળવારે” વિશેષણ આપ્યું છે એને અર્થ એ છે કે જીવ સંસારમાં ભટકતા (૨) ઊંચે ચઢયો હોય પણ પાછે છેક નીચે એકેદ્રિયપણામાં પટકાઈ જવા સંભવ છે. એ ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં જે જીવ ફસાઈ ગયે તે તે સ્થિતિ પૂરી કરતાં દમ નીકળી જશે. એમાંથી માંડ નીકળીને ઊંચે ચઢયે તે ત્રસપણમાં આવ્યું. ત્રાણામાં વધુમાં વધુ માત્ર બે હજાર સાગરોપમ વર્ષો સુધી રહી શકે. એટલામાં જે મોક્ષ પામી ગયા તે સારું નહિતર વધુમાં વધુ એટલે કાળ રહીને પાછો એકેન્દ્રિયમાં ચાલ્યા જાય. ત્યાં વળી જે ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં ફસાયો તે અનંતા કાળચક્ર કાઢવાના. આ રીતે સંસાર પરિભ્રમણ પાર વિનાનું એટલે કે અણોરપાર ચાલે છે. આવા અણોરપાર સંસારમાં જીવ ભમીને આવ્યો છે. હવે એને થાક લાગે છે? કંટાળો આવ્યા છે ? જે થાક લાગ્યો હોય તે તે ઉતારવાનો ઉપાય છે જિનવાણી.
આ સંસારમાં દેવતાઈ ઋદ્ધિ મેળવી સહેલ છે પણ જિનવાણી મળવી અતિ મુશ્કેલ છે. એવી દુર્લભ જિનવાણી અહીં મળી ગઈ છે. એની કદર કરે. અણેરપાર સંસાર ઉપર છીણી મૂકનાર જિનવચન છે. પાપથી ભરપુર પૃથ્વી પર મહાપવિત્ર જિનવચન મળ્યા. એ આપણા કેટલા મહાન ભાગ્યદય કહેવાય ! પૂર્વે અનંત ભવમાં માણેકના, રત્નના ઢગલા મળ્યા હશે, સત્તા, ઠકુરાઈ, મોટી મહેલાત, મિત મળી હશે પણ જિનવચન નહિ મળ્યા હોય! આ ભવમાં મહાશાંતિદાયક, મહાન પ્રકાશ અને મહાન
કુતિ આપી જીવનને ધન્ય બનાવનાર તથા પરલોકે ઉચ્ચ સદ્ગતિ આપી ભવ્ય ઉન્નતિના રાહે ચઢાવનાર જિનવચન મળ્યા છે. એની આગળ હીરા માણેકના ભંડાર શું વિસાતમાં! જિનવચન એ અર્થ અને પરમાર્થ છે. એ પરમ ઈષ્ટ ને પરમ હિતકારી છે બાકી બધું અનિષ્ટ અને અહિતકારી છે. જિનવચનને પ્રભાવ કે અલૌકિક છે!
ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ વૈદિક યજ્ઞ કરતા હતા. તે જ્ઞાનને ઘમંડ લઈને ફરતા હતા પણું પ્રભુ મહાવીર સ્વામીએ જ્યાં એમના મનની શંકાનું સમાધાન કર્યું ત્યાં એમને પ્રભુ સાચા સર્વજ્ઞ લાગ્યા. જિનવચન પર એમને શ્રદ્ધા થઈ. એમને જિનવચનને સંપૂર્ણ રીતે સ્વીકાર કર્યો. ત્યાં સમકિત પામ્યા ને ચારિત્રમાં મૂકી પડયા. તેમને જે જિનવચન સ્વીકારવા યોગ્ય ન લાગ્યા હોત તે પ્રખર પંડિત, વિદ્વાને ના નેતા એવા ઈદ્રભૂતિ સંસારને એકાએક શા માટે છોડત? પણ એમને જિનવચન પ્રત્યે અપાર રાગ થયો અને એ જાણવા મળ્યું કે મનુષ્યભવમાં સંસારમાં રખડાવનાર સર્વ સંગને ત્યાગ કરી ચારિત્ર લેવા જેવું છે. આવું સુંદર સત્ય સમજાવનાર જિનવચન મળવું અત્યંત દુષ્કર છે તે