________________
શારદા શિરમણિ ]
[ પક૭ અહીં જે જિનેશ્વર ભગવાન અને એમના વચન મળ્યા છે તો શા માટે જીવનભર એ જિનવચનની સંપૂર્ણ આરાધના ન કરી લેવી ? શા માટે જિનેશ્વર પ્રભુનું શરણ ના સ્વીકારવું ? આ વિચારથી તેમણે ચારિત્ર લીધું. દીક્ષા પછી પોતે ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારક બન્યા છતાં ભગવાન પાસે સાંભળતા ત્યારે કેટલા હર્ષ અને ઉલ્લાસથી સાંભળતા. જાણે પિતાને અપૂર્વ નિધાન ન મળ્યા હોય તેટલા આનંદથી સાંભળતા. કારણ કે એમને જિનવચનની આરાધના કરી જીવનને ધન્ય બનાવવું હતું. જિનવચન પર અથાગ રાગ હોય, એની દુર્લભતા સમજાઈ હોય અને એ સંસારતારક લાગતા હોય પછી મનમાં એમ કે જિનવચન કયાં મળે છે ? મારું ગમે તેટલું પણ વિશાળ જ્ઞાન તે જિનવચનના આધારે છે, એના પ્રતાપે છે, માટે જિનવચન તે માટે પ્રાણ છે, સર્વસ્વ છે. જિનવચનની સતત આરાધનાથી સતત પાપકર્મોની ભેખડો તૂટતી રહે છે. રગેરગમાં વ્યાપી ગયેલે જિનવચનને રંગ આત્માના નૂરને ફેરવી નાખે છે. મહાતેજસ્વીતા અને તત્ત્વદર્શિતાને ઝગમગાવે છે.
જેની રગેરગમાં જિનવાણું રૂચી ગઈ છે, જેના અણુઅણુમાં જિનવાણી પ્રત્યે આસ્થા થઈ છે એવા આનંદ ગાથાપતિ પહેલું અણુવ્રત આદરી રહ્યા છે. ભગવાન તેને આણુવ્રતનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. ગઈ કાલે આપણે એ વાત કરી હતી કે મહાવ્રત પહેલા અને અણુવ્રત પછી કેમ ? હવે આપણને પ્રશ્ન થાય કે અણુવ્રત પાંચ જ શા માટે કહ્યા ? મહાવતે તે દરેક કાળમાં સરખી સંખ્યાવાળા દેતા નથી. ઋષભદેવ ભગવાન અને મહાવીર સ્વામીના શાસનને છોડીને વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસનકાળમાં ચાર મહાવ્રત હોય છે. અને પહેલા અને છેલ્લા તીર્થકરના વારામાં પાંચ મહાવ્રત હોય છે. આમ મહાવતેની સંખ્યામાં ફેરફાર થાય છે તેથી કેઈને એમ શંકા થાય છે જે કાળમાં મહાવ્રત ચાર હોય તે કાળમાં અણુવ્રતો પણ ચાર હોવા જોઈએ. જ્ઞાની સમજાવે છે કે અણુવ્રતો તો દરેક કાળમાં એક સરખા હોય છે અને તે પણ પાંચ જ હોય છે. જૈનશાસનમાં પદાર્થોની સંખ્યાનું પણ મહત્ત્વ છે. જૈનશાસનમાં પરમેષ્ટી પાંચ જ. ઈદ્રિ પાંચ, જવાની ગતિ પાંચ, કર્મબંધના કારણે પાંચ આ રીતે ઘણી વસ્તુઓ પાંચ પાંચની સંખ્યામાં છે અને અણુવ્રત પણ કઈ પણ સ્થળે અને કઈ પણ કાળે પાંચ જ હાય છે.
શાસ્ત્રમાં શૈલકજીની વાત આવે છે. તેમનું જીવન વાંચતા જાણવા મળે છે કે લકજીએ ભગવાન નેમનાથ પાસે પાંચ અણુવ્રત અને ચાર શિક્ષાવતવાળો શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો હતો. એટલે એ નક્કી થાય છે કે તેમનાથ ભગવાનના સમયમાં ભલે મહાવ્રત ચાર હતા પણુ અણુવ્રતે તે પાંચ જ હતા. આપણે પહેલા અણુવ્રતની વાત ચાલે છે. આ પહેલું વ્રત બધા વ્રતને આધાર છે. બાકીના વ્રતે પ્રથમ વ્રતની વાડ જેવા છે. આપણે કહીએ છીએ કે ૧૨ વ્રતમાં ચોથું વ્રત શ્રેષ્ઠ છે. ૧૧ વ્રતે નદી જેવા છે અને ચોથું વ્રત સાગર જેવું છે, પણ જે છો પહેલાં અહિંસા વ્રતને બરાબર સમજ્યા ન