________________
શારદ શિરોમણિ ]
[ પર૯ બાર વ્રતમાંથી કોઈ પણ એક વ્રત અંગીકાર કરવાનું બતાવીએ. તમે ગમે તેટલું ઊંચું શ્રાવકપણું પાળો તે સાધુપણાને અંશ પણ ન આવે.
મહાવ્રતની મહાનતા : મહાવ્રતની મહાનતા કેઈ ગજબની છે. જેને મોક્ષની શ્રદ્ધા નથી, રૂચી નથી, મોક્ષ તત્વ પર વિશ્વાસ નથી એવા અભવી જીવ ચારિત્ર લે, તે દ્રવ્યથી ચારિત્ર પાળે, તેનામાં ભાવ ચારિત્ર તે છે નડુિં છતાં તે આત્મા ચારિત્રના બળે નવ રૈવેયક સુધી જઈ શકે છે. સંયમનું કેટલું બળ છે! જ્યારે શ્રાવક સમકિત સહિત ભાવથી શ્રાવકપણું શુદ્ધ પાળતો હોય તે વધુમાં વધુ ૧૨ દેવલેક સુધી જ જઈ શકે છે, તેથી આગળ જઈ શકતો નથી. અભવી હોવા છતાં ચારિત્રના બળે નવ રૈવેયક સુધી જાય અને સમકિત સહિત વ્રતે પાળનાર ૧૨ દેવલેક સુધી જાય; માટે સાધુપણું વિશેષ છે, મહાવતે આત્મશુદ્ધિમાં પણ મહાન છે, સાથે સાથે પુણ્યાઈના બંધમાં પણ મહાવતો આગળ છે. મહાવ્રતની મહાનતા કેટલી છે? સમજે.
કેઈ આત્મા ભગવાનના માર્ગને બરાબર સમજીને સંયમ લે. તે સંયમમાં ખૂબ વફાદાર રહે પણ તેના જ્ઞાનાવરણીય કર્મને એ જમ્બર ઉદય છે કે તેને જ્ઞાન ચઢતું નથી. વ્યાખ્યાન વાંચી શકે તેટલે તેને ક્ષપશમ નથી. તે વિદ્વાન કે વક્તા બની શકતો નથી; તપ કરી શકતા નથી પણ તેના પાંચ મહાવ્રતો ખૂબ નિર્મળ છે. તેમાં કઈ દેષ લગાડતા નથી. તેમનું સમક્તિ પણ ખૂબ નિર્મળ છે તો તે આત્મા અનુત્તર વિમાન સુધી જઈ શકે છે. અનુત્તર વિમાનના દેવ એકાંત સમકિત છે. અહીં સુધી પહોંચાડનાર સ્ટીમર સમાન મહાવતે છે. તમારા રોકેટ, લેને ઘણું ઊંચા ઉડી શકે, અરે, વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ચંદ્રલોક સુધી પહોંચનારની એ તાકાત નથી કે અનુત્તર વિમાન સુધી પહોંચાડી શકે. દ્રવ્યથી અને ભાવથી મહાવ્રત પાળનાર ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. તીર્થકર અને ગણધરાદિને છોડીને સૌથી વધુ પુણ્યાઈના માલિકે અનુત્તરવાડી દે છે. અનુત્તર વિમાનમાં સમક્તિધારીની દુનિયા છે તે દેવે ત્યાં બેઠા શું ઝંખે છે? આવો અવસર અમને ક્યારે આવશે? કયારે પામીશુ આર્યનર અવતાર છે, સર્વ દુઃખનું અંત કરવાનું સ્થાન જ્યાં, જૈનશાસનમાં લઈશું સંયમ ભાર જો...
અનુત્તર વિમાનના દેવામાં તમે જેને સુખ માનો તે સંપૂર્ણ સુખ ત્યાં છે. તેમના શરીરમાં રોગ ન થાય, ઘડપણ ન આવે, પુત્ર પરિવારની પળોજણ નહિ. એવું કઈ દુઃખ ત્યાં છે જ નહિ. તમે જે ઈચ્છો છો તે બધું સુખ ત્યાં છે. પણ આત્મકલ્યાણ સાધક વિરતિ ધર્મ નથી. તે દેવે આત્માથી સંતને, ઉગ્ર તપસ્વીઓને દેખે ત્યારે મનમાં થાય કે હે પ્રભુ! અમને કયારે એ અવસર આવે કે મનુષ્ય જન્મ પામીને દીક્ષા લઈએ? તે દેને ચર્ચા વિચારણા કરતાં કોઈ શંકા થાય તે ભગવાનના સમવસરણ સુધી તેમને જવું પડતું નથી. ત્યાં બેઠા તેઓ ભગવાનને મનથી પ્રશ્ન પૂછે અને ભગવાન મનથી ૩૪.