________________
શારદા શિરેમણિ ]
[પર૧ પચ્ચકખાણું નહિ કરનાર જીવોનું અવિરતિ પણું તો ચાલુ છે જ્યારે દેવ-ગુરૂની સાક્ષીએ વિરતિપણાને વફાદાર રહેવાની જે જે વસ્તુની સોગંદવિધિ (પરચકખાણ) કરાય ત્યારે તે તે વસ્તુની અવિરતિને અસ્ત થયે કહેવાય. અવિરતિથી સંપૂર્ણ પણે વિરામ પામનાર સર્વવિરતિ કહેવાય છે. વિરતિ પાપને પેલે પાર ઉતારી દે છે. ગંગા નદી પગેથી ચાલીને પાર ન ઉતરાય પણ નૌકા દ્વારા ડી વારમાં પેલે પાર ઉતરી જવાય એમ વિરતિ થી અથવા પાપ ત્યાગની પ્રતિજ્ઞા કરવાથી પાપને બંધ થતું અટકી જાય. સંપૂર્ણ હિંસાથી વિરામ પામવા રૂપ મહાવ્રતને ગ્રહણ કરવાથી જંગતની જે કઈ ચીજના વપરાશ દ્વારા હિંસા થતી હોય તે તમામ ચીજના વપરાશના પ્રત્યાખ્યાન આવી જાય છે અને સાથે સાથે ભૂતકાળમાં તેવી જે કઈ ચીજે છેડીને આવ્યું હોય તેના પણ પચ્ચકખાણ થઈ જાય છે. દેશવિરતિમાં અવિરતિ સંપૂર્ણ પણે અટકતી નથી પણ જેટલા પ્રત્યાખ્યાન થાય તેટલી અવિરતિ અટકે.
આનંદ ગાથાપતિ પહેલા અણુવ્રતને અંગીકાર કરે છે. સ્થૂલ પ્રાણાતિપાતના પત્યાખ્યાન કર્યા. ત્રસ જીવોની જાણી પીછીને હિંસા કરવી નહિ. જૈનદર્શન તે કહે છે કે દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણને દુભાવવા તેનું નામ હિંસા. તમને કઈ કહુ વચન કહે તો ગમતું નથી તેમ સામા જીવને આઘાત લાગે, દુઃખ લાગે તેવું વચન બેલીએ તે છેતેન્દ્રિય બલપ્રાણુ હણાય છે. તમારું વચન, વર્તન કે વ્યવહાર એવા ન હોવા જોઈએ કે બીજા જીવોને દુઃખ થાય માટે જ્ઞાની કહે છે “તમે જીવે અને જીવવા દો” જગતના દરેક જીવોને તમારા આત્મા સમાન ગણે તે બીજા ની દયા પાળી શકશે. ઘણી વાર માણસ માનમાં ચઢીને બીજા જીવો પ્રત્યે તિરસ્કાર કરે છે પણ તેને એ ખ્યાલ નથી હોતો કે એક દિવસ મારી પણ આ દશા થશે.
પિતાને ધંધાથી નિવૃત્ત કરવા પુત્રે કરેલી યુક્તિઃ એક દીકરાને પિતાના બાપા ધંધાની બાબતમાં વારંવાર ટકેર કરતા હતા. પહેલાના માણસો કસીને રહેવાવાળા હોય. બાપ દીકરાને ટકોર કરે તે દીકરાને ગમે નહિ એટલે પિતાને બેલતા બંધ કરી દેવા માટે દીકરાએ એક યુક્તિ અજમાવી. દીકરે ૫૦ વારને ભગવા કલરનો તાકે ઘેર લઈ આવ્યું. લાવીને તેના પિતાને આપે. લે પિતાજી આ તાકે. બેટા! આ તાકાને શું કરું? પિતાજી! આપ સમજી જાવ ને. ભગવા રંગને તાકે જોઈને પિતા સમજી ગયા કે હવે દીકરો મને સંસારથી છૂટવાની નેટીસ આપે છે. હવે તમે ધંધાથી નિવૃત્ત થઈ જાવ. હવે આ સંસારમાં રહેવા જેવું નથી. પિતાજી તો આ વાતથી સ્તબ્ધ બની ગયા. તેમણે કહ્યું દીકરા! મને કાતર આપને. આપને કાતરનું શું કામ છે? કામ છે. દીકરે કાતર લઈ આવ્યો.
તે વખતે દીકરાનો દીકરો નવ વર્ષને ત્યાં ઊભે હતે. તે કહે-દાદા! શું કરો છે? પિતાજીએ તાકો ખેલીને બરાબર અડધેથી ફાડ. ૨૫ ૨૫ વારના બે ટુકડા કર્યા. એક ટુકડે દીકરાને આપ્યો બેટા! તું આટલું કપડું રાખ. પિતાજી! મારે જરૂર