________________
પ૨૪]
( શારદા શિરેમણિ કાશીનરશના દિલમાં કેટલા ઊંચા ઉત્તમ ભાવ ! મારા રાજ્યના લેભ ખાતર બિચારી પ્રજાને
ખેદાનમેદાન થવા દઉં ? ના. મારું રાજ્ય જાય તો ભલે જાય પણ મારી વહાલી પ્રજાને કંઈ નુકશાન ન થવું જોઈએ. પિતાને કેટલે ભેગ ! પરદુઃખભંજનને કેટલે અદ્ભુત શુભ ભાવ ! એમનું હૃદય તો આપણા જેવું જ હતું છતાં આપણા કરતાં કેટલા ઊંચા શુભ ભાવ લાવ્યા ! પ્રજાના રક્ષણ માટે બધા ભેગ આપનારા આવા નરરત્ન ભારતની ભૂમિ પર પાક્યા છે. આજે માતાપિતાની સુખ શાંતિ માટે દીકરે છેડે પણ ભેગ આપવા તૈયાર થતો નથી. કાશીનરેશે આટલા શુભ ભાવથી સંતોષ ન માને. હજુ મોકો મળે તે એથી પણ ઉંચા શુભ ભાવ લાવવાની ભાવના છે.
કાશીનરેશનું મૃત્યુ ઈચ્છતા કેશલનરેશ કાશીની રાજગાદી પર કેશલ નરેશ રાજ્ય કરે છે છતાં હજુ પ્રજા કાશીનરેશના ગુણ ગાય છે. જોકે બોલે છે કે શું આપણા કાશીનરેશની પ્રજાહિત વત્સલતા ! શું લેકના રક્ષણની ભાવના ! રાજપાટ જતા કર્યા પણ પ્રજાને જીવતદાન આપ્યા. કેટલી તેમની ઉદારતા ! તેમના અણુઅણુમાં અહિંસાનું કેવું અદ્ભુત ગુંજન ! પ્રજા કાશીનરેશની ખૂબ પ્રશંસા કરે છે તે કેશલ નરેશથી સહન ન થઈ. તે જંગલમાં ગયે તો બધા તેના ગુણ ગાય છે. એ જીવત રહેશે ત્યાં સુધી તેના જ ગુણ ગાશે માટે જે એને મરાવી નાખું તે પ્રજા ગુણ ગાતી અટકી જશે. કેવા અધમ વિચાર ! કાશીનરેશના ગુણ ગવાય છે એમના સારા કાર્યોથી, ગુણેથી અને પુણ્યથી. એમાં ઈર્ષા શા માટે કરવી? કેશલનરેશના દિલમાં આવા અધમ વિચાર આવ્યા અને તે વિચારને વર્તનમાં મૂકવા તૈયાર થયા. તેમણે ફરમાન બહાર પાડયું કે જે કાશીનરેશનું માથું લાવી આપશે તેને સવામણ સોનું આપવામાં આવશે. તે સમયે સનું ઘણું સરતું હતું. આવા લોકપ્રિય રાજાને મારવા કેણ તૈયાર થાય ? ઈર્ષાને વશ થઈને રાજાએ જાહેરાત કરી છે, છતાં કાશીનરેશના વિચારો કેટલા પવિત્ર છે! કાશીનરેશે પિતાનું માથું લેવાના સમાચાર સાંભળ્યા છે છતાં જરા પણ અશુભ ભાવ ન લાગ્યા! તે વિચારે છે કે કેશલનરેશ ગમે તેવો વી કે વેરી બને અને મને મારી નંખાવવાની અશુભ પ્રવૃત્તિ કરે પણ એ એમ કરવા સ્વતંત્ર છે. આ સમયે મારે મારુ દિલ કેવું બનાવવું અને કેવા ભાવ લાવવા એમાં હું પણ સ્વતંત્ર છું. એ એની લાયકાત પ્રમાણે કરે. મારે મારી લાયકાત પ્રમાણે કરવાનું. હું એક ધમી માતાને પુત્ર છું. આર્યભૂમિ અને આર્ય ધર્મમાં જન્મ્યો છું તે મારા દિલમાં એક પણ મલિન ભાવ આવવા ન દેવાય. કેશલનરેશ પ્રત્યે પણ મૈત્રી ભાવ રાખવા અને સદાય એનું ભલું થાય એ ભાવના રાખવાની.
આ કાશીનરેશ જંગલમાં ફરે છે તે સમયે એક બ્રાહ્મણને ત્યાંથી પસાર થતા જોયે. રાજા કહે-ભાઈ! તું ક્યાં જાય છે? હું કાશીનરેશને શોધું છું. તારે એમનું શું કામ છે? મારી દીકરી મોટી થઈ છે, એને પરણાવવાની છે પણ પાસે પૈસા નથી. કાશીનરેશ બહુ ઉદાર છે એટલે એમની પાસે જાઉં તે કામ થઈ જાય. કેશલનરેશે