________________
પર૬]
[ શારદા શિરેમણિ કયાં ગેપાલપુર ને કયાં વલભીપુર ! શેઠને દીકરો આવ્યો. સાત કન્યાઓને પરણીને તરત ચાલ્યો ગયો છે. તે કયા ગામના છે તે પત્તો મળે પણ તેમનું નામ ઠામ કયાંય લખ્યું નથી. વાત એટલી પકડાઈ કે તે ગોપાલપુર નગરના છે. ધર્મસુંદરી ઉતાવળી થઈને કહે છે કે માત્ર ગામનું નામ લખ્યું છે. એટલા મોટા ગોપાલપુરમાં આપણે તેમને કેવી રીતે શેધવા? શું જાણે તે ત્યાંના પાટવી કુંવર ને હોય કે તરત પત્તો મળી જાય. ગુણસુંદરી કહે બેન! ગમે તેમ તે ય આપણું શીરછત્ર છે માટે ગમે તેમ ન બેલ. તેમને ગમે તે સંગમાં જવું પડ્યું હશે માટે ગયા હશે. તેઓ વિશ્વાસઘાત કરે એવા કે દગો દે એવા નથી. તેઓ ગમે તે સંકટમાં આવેલા હશે એમ મને લાગે છે. કાંઈ નહિ ગામનું નામ મળ્યું છે તે તેમને પત્તો મળી આવશે. ત્યારે બીજી કહેગોપાલપુર બે ચાર ઘરની વસ્તીવાળું ગામ છે? ત્યાં તો લાખે માણસો રહે છે. તેનું નામ કે કુળ જાણતા હોઈએ તે કંઈ ખબર પડે બાકી માત્ર ગામનું નામ જાણવાથી શું ખબર પડે ? અરેરે..આપણા કુળદેવને આ તે શું સૂઝયું કે લગ્નની રાત્રે પતિને ભગાડી મૂક્યો? શેઠ કહે બેટા! એમ ન બોલે. એમાં દેવને શો વાંક? એણે તે મારી સાધનાથી ખુશ થઈને તમને આ વર મેળવી આપ્યો. તે એવું કામ કરે ખરા? કદાચ એમાં પણ ભાવિના શુભ સંકેત હશે. જે થાય તે સારા માટે એમ હું માન.
સાતે દીકરીઓ કહે-બાપુજી! એમ બેસી રહે કામ નહિ થાય. તે માટે કોઈ રસ્તે તે લેવું પડશે. છોકરો પાણીદાર છે દગો દે તેવું નથી. દગો દેવ હોય તે આ રીતે લખીને જાય શા માટે ? શેઠ કહે આપણે ત્યાં એક માણસ મોકલીએ ને શોધ કરાવીએ. ગુણસુંદરી કહે પિતાજી! આપની વાત સાચી છે પણ એ માણસ તેમને ઓળખશે કેવી રીતે? તો શું કરવું? શેઠ ગભરાઈ ગયા. ગોપાલપુર જવાય કેવી રીતે ? સૌએ પિતપિતાના વિચારો દર્શાવ્યા. બધા બેલ્યા પણ નાની ગુણસુંદરી કંઈ ન બોલી. શેઠ કહે બેટા ! તું કેમ કાંઈ બોલતી નથી. ? પિતાજી! મને એક ઉપાય જડ છે. તે જલદી બતાવને. ઉપાય વિચારે અને સાંભળો સહેલે છે પણ અમલમાં મૂકી પાર ઉતારે કઠીન છે. આ વાત એવી છે કે તમે સંમતિ ન આપે. શેઠ કહે બેટા ! બોલ તે ખરી. મને યોગ્ય લાગશે તે હું જરૂર હા પાડીશ. એ માટે મારાથી બનતી મદદ તને કરીશ. પિતાજી ! હું જ ગોપાલપુર જઈશ ને તેમની શોધ કરીશ. તું છોકરી છે, તેને ગેપાલપુર મોકલવી કેવી રીતે? એ સિવાય બીજો કઈ રસ્તો નથી. હું જ તેમને શોધી શકીશ, કારણ કે મેં જેટલા નજીકથી જોયા છે એટલા કેઈએ જોયા નથી....પણ, બેટા! કયાં ગોપાલપુર ને કયાં વલ્લભીપુર ! ત્યાં જઈને તું શોધીશ કેવી રીતે? પિતાજી! હું છોકરીના વેશમાં નહિ જાઉં.
વણજારાના વેશથી રે, પરદેશ જવું સજી સાજ,
જઈશ ગોપાલપુર ભણી, ત્યાં સાધીશ મુજ કાજ, હું એક સ્ત્રી છું એ વાત ભૂલી જઈશ. વણઝારાને પુરૂષવેશ પહેરીને ત્યાં જઈશ.