________________
શારદા શિરેમણિ ]
[ પર૩ કાશીનરેશની જયંતી ઉજવી એટલે કોશલ નરેશને ખૂબ ઈર્ષા આવી. રાજસત્તા મારી અને ગુણ ગવાય કાશી નરેશના ! હવે તેનું મૂળ ઉખાડી નાખું. લડાઈ કરી તેને રાજભ્રષ્ટ કરું તે પછી એના ગુણ ગવાતા બંધ થઈ જાય.
અહિંસાના પાલન માટે રાજ્યની કુરબાની : કેશલનરેશ પોતાનું લશ્કર લઈને કાશી નરેશને હરાવવા માટે ઉપડયા. કાશી રાજ્યના સીમાડામાં આવ્યો એટલે સરહદ રક્ષક સિપાઈઓએ કાશી નરેશને સમાચાર આપ્યા. આપ લડાઈ કરવા સાબદા બનો. કાશીનરેશ પ્રધાનને પૂછયું-શું કરીશું ? આપણા કરતાં કોશલ નરેશનું સૈન્ય મોટું છે. પ્રધાને કહે-ભલે ને સૈન્ય મેટું હોય. આપણને શી ચિંતા ? આપણા સૈનિકો યુદ્ધમાં ખૂબ પાવરફુલ છે. બરાબર લડી લઈશું. કાશીનરેશ કહે મારે લડાઈ કરવી નથી. લડાઈમાં સેંકડો માણસે કપાઈ જાય, લેહીની નદીઓ વહે એવું પાપ મારે કરવું નથી. કોશલનરેશને આ રાજગાદી જોઈએ છે ને ? તો હું સામેથી સોંપી દેવા તૈયાર છું; પણ લેહીની નદીઓ વહાવવા તૈયાર નથી. રાજ્ય જતું કરવા તૈયાર થયા પણ જીવેની હિંસા ન થવા દીધી. કયાં એ અહિંસક રાજાઓ ને કયાં આજની સરકાર! આજે તો નિર્દોષ પશુઓની કેટલી કરપીણ હત્યાઓ થઈ રહી છે! હુંડીયામણનો હડકવા લાગ્યો છે. આ તંત્ર કયાં જઈને ઊભું રહેશે ? અહિંસાની પવિત્ર ભૂમિ આજે હિંસાના કાજળથી ખરડાઈ રહી છે. શું થશે આ નું !
પ્રજાના હિત માટે રાજ્ય ત્યાગ : કાશીનરેશ કહે હું જંગલમાં ચાલ્યો જાઉં છું. આપ કેશલનરેશની પાસે જઈને કહો કે યુદ્ધમાં નિર્દોષ જીનો કચ્ચરઘાણ વળી જાય અને લેહીની નદીઓ વહે. માટે પ્રજાના રક્ષણ માટે અમારા રાજા તમને કાશીનું રાજ્ય સેંપી દે છે અને તે પિતે જંગલમાં ચાલ્યા જાય છે. આપ હવે ખુશીથી કાશીની રાજગાદી સંભાળો. કાશીનરેશ જંગલમાં જાય છે એ વાત સાંભળીને પ્રજા રડવા લાગી. આ મહારાજા તે અમારા પ્રાણ સમાન છે. અમે તેમને નહિ જવા દઈ એ પ્રજાના હૃદય સિંહાસન પર કાશીનરેશે કેટલું સ્થાન મેળવ્યું હશે કે જેના જવાથી પ્રજાની આંખમાં આંસુ વહેવા લાગ્યા. બીજાના દિલ સત્તાથી કે પૈસાથી નથી જીતી શકાતા પણ પ્રેમથી જીતી શકાય છે. મંત્રીઓ પણ કાશીનરેશની આ વાત સ્વીકારવા તૈયાર થતા નથી, છેવટે કાશીનરેશે પિતાને નિર્ણય જાહેર કર્યો કે હું તો વનમાં ચાલ્યા જવાનો છું અને તમને આજ્ઞા કરું છું કે તમારે આમ જ કરવાનું છે.
મંત્રીઓ કાશીનરેશની પ્રજાવત્સલતા અને ભારે ભેગ આપવાની ઉદારતા પર ઓવારી જાય છે. જેની દયા ખાતર રાજ્ય છેડવા તૈયાર થયા. આનું નામ સાચું અહિંસાવત. અહો ! ભગવાનના અવતાર જેવા અમારા રાજાને આ દુખ ! બધાની આંખમાં આસુ છે. આવા પ્રજાવત્સલ, દયાના અવતાર જેવા શિરછત્ર રાજાને ગુમાવવાના? કેવા અમારા કમભાગ્ય ! કાશી નરેશ જંગલમાં ચાલ્યા ગયા. મંત્રીઓએ કેશલનરેશને આદર સત્કાર સહિત ગામમાં લાવી કાશીની ગાદી પર રાજા તરીકે સ્થાપિત કર્યા.