________________
શારદા શિરેમણિ ]
[૫૧૯ આ કેઈ વ્યસની જુગારી, ભૂષણ લઈ ગયે આમ,
અચરજ અહીં દીસે, દેવે આપેલ જેહ...હો. તે કઈ વ્યસની કે જુગારીયે તો હેતે ને? કે આ હીરાની વીંટીઓ તથા બીજા દાગીના લઈને ચાલ્યા જાય ! ના પિતાજી. એવું તે કાંઈ હતું નહિ. એ હતા તે પુણ્યાત્મા. બેટા ! તમે એમનું કંઈ નામઠામ વગેરે પૂછ્યું હતું કે નહિ? પિતાજી ! અમે કઈ પૂછપરછ કરી નથી પણ જ્યારે તેઓ કંસાર જમવા બેઠા ત્યારે એમ બોલ્યા હતા કે કંસાર તો ઘણે મીઠો છે પણ ગેપાલપુરનું પાણી હોય તે ટેસ્ટ પડે. અમે એમ સમજ્યા કે એ ગોપાલપુરમાં ભણતા હશે, કાં તે એમનું મોસાળ હશે ! પછી કંઈ વાત થઈ નથી, પછી તેઓ સંડાસ જવા ગયા. હું તેમની સાથે ગઈ. તારે રસ્તામાં કઈ વાતચીત થઈ હતી ! ના. થોડે દૂર ગયા પછી મને તો પાછી વાળી હતી. હું પાછી વળી. એ ખૂબ પ્રમાણિક અને પરાક્રમી પુરૂષ છે અને આપણું કુળદેવે શોધી આપ્યા હતા એથી એ છેતરી જવાનું પાપ તે ન કરે, આથી એ જરૂર પિતાની ઓળખ આપીને ગયા હશે. ચાલે, આપણે બધા બહાર જઈને તપાસ કરીએ. કદાચ તેમણે કાંઈ લખ્યું પણું હોય. હા...ચાલે આપણે બધા સાથે જઈ એ. હવે બધા ત્યાં જશે ને પુયસારની ઓળખ કેવી રીતે મેળવશે તેના ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૩ને બુધવાર : વ્યાખ્યાન નં. પ૫ : તા. ૨૮-૮-૮૫
અનંત જ્ઞાન દર્શનના ધારક એવા વીર ભગવંતે આગમ રૂપ વાણીનું પ્રકાશન કય'. વીર ભગવાનની દેશના સાંભળતા આનંદ ગાથાપતિના દેદાર ફરી ગયા. જિનવાણી શ્રવણથી કેટલું લાભ થાય છે ? “સવ નાળેય વિના” શ્રવણથી જ્ઞાન થયું. “જ્ઞાન ૪૪ નિવનિ જ્ઞાનનું ફળ વિરતિ છે. આત્મજ્ઞાન થતાં અવિરતિ જાય અને વિરતિના ભાવ થાય. કર્મબંધનના પાંચ કારણમાં પહેલું મિથ્યાત્વ છે અને બીજુ અવિરતિ છે. અવિરતિ સંસારમાં રખડાવે છે. મિથ્યાત્વ ગયું એટલે સમ્યકત્વનો પ્રકાશ થયો પણ અવિરતિ ઊભી છે. ત્યાં સુધી કર્મ પ્રવાહ ચાલુ ને ચાલુ રહેવાનો. ચોથા ગુણસ્થાને સમક્તિ છે પણ વિરતિ નથી એટલે તેને અવિરતિ સમ્યગુદષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ છે વિરતિમાં આવી શકતા નથી. દેવલોકમાં રહેલા દેને જેટલા સાગરની સ્થિતિ હોય તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા થાય. ૨૨ સાગરની સ્થિતિ હોય તો બાવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છતાં એક નવકારશી જેટલે લાભ પણ મેળવી શકતા નથી કારણ કે ત્યાં અવિરતિ છે. હિંસાદિ પાપોથી નહિ વિરમવું તેને અવિરતિ કહેવાય છે. તમે ભલે હિંસાદિ પાપ કરતા ન હો છતાં એના ત્યાગની પ્રતિજ્ઞા લેતા નથી તો અવિરતિ છે, તેથી કર્મ બંધાય છે.
અવિરતિ એ મોટું પાપ છે કારણ કે એમાં દુનિયાભરના પાપારંભ, પરિગ્રહ વગેરેની છૂટ છે એટલે અઢળક કર્મ બંધાવે. અહીં એક સમજવા જેવી વાત છે.