________________
૫૧૮]
[શારદા શિરેમણિ ગામ બહાર ગયા પછી મને કહે તું અંધારામાં એકલી ઊભી ન રહીશ. તુ ઘેર જા. હું આવું છું. એમ કહીને મને મોકલી દીધી. તેમને ગયા બે ત્રણ કલાક થયા છતાં આવ્યા નથી. હવે અમારું શું થશે? શેઠ વિચાર કરે છે કે આ વાત લેકે જાણશે ત્યારે દુનિયા મને ડફણાં મારશે કે નાત જાત જોયા વગર અચાનક આવેલા છોકરા સાથે પોતાની દીકરીઓ પરણાવી દીધી તો બીજું શું થાય ! છોકરીઓ કહે છે કે અમને દગો દઈને ચાલ્યા ગયા. - હસ્તરેખા પરથી પતિનું ભાવિ પારખતી પત્નીઓ: બીજી છોકરી કહેબહેન ! તું એવું ન બોલ. તે આપણને દગો દે તે આત્મા ન હતા પણ કંઈક સંકટમાં હશે એટલે મૂકીને ચાલ્યા ગયા લાગે છે. બાપ પૂછે છે દીકરી! છોકરો તમને કેવું લાગ્યું ? બાપુજી ! તેની પાણીદાર આંખો અને ઝગારા મારતું લલાટ જોતાં મને લાગ્યું કે એ ખૂબ સુખી અને સૌભાગી હશે ! બીજી કહે સૌભાગી હતી તે આપણને પર ને! એને તે સ્વપ્નામાં ય ખ્યાલ નહિ હોય કે આજે હું સાત સાત કન્યાઓને સ્વામી બનવાન છું. ત્યાં સૌભાગ્ય સુંદરી કહે-પિતાજી ! અમારા હસ્તમેળાપ વખતે મેં તેમની રેખા જોઈ હતી. એ રેખા તો એવી સરસ હતી કે ચક્રવત જેવા રાજા મહારાજાઓને કે મહાન પુણ્યાત્માઓને આવી રેખા હોય. તેમજ તેમના અંગના લક્ષણો જોતાં મને લાગ્યું કે તે સ્વભાવે નિખાલસ અને આનંદી હશે. તે સામાન્ય ઘરનો દીકરો નથી પણ મોટા સુખી શ્રીમંત ઘરને દીકરે હશે ! તે આપણને દગો દે તેવા નથી. તેમજ તેના ચંદ્રને પર્વત એટલે બધે ઊંચે હતું કે એ આપણને સુખ અને આનંદ : આપવામાં પાછું વાળીને નહિ જુએ. એક કહે દેવે તમને મુરતીયો બતાવ્યો ત્યારે એ સૂઝ નહિ પડી હોય કે આ પરણીને ચાલ્યો જવાનો છે. શેઠ કહે બેટા ! દેવની અશાતના ન કરો. દેવના અવર્ણવાદ ન લે. જમાઈ ચાલ્યા જશે એ જોયું હશે પણ સાથે તમારું ભાવિ પણ જોયું હશે. પિતાજી ! તે અચાનક આવીને પરણી ગયા પછી જવું પડે એવું હશે એટલે ગયા લાગે છે. - આ બધી વાતે ચાલતી હતી ત્યાં ગુણસુંદરી બોલી, બેન ! એ આપણને સુખી જરૂર કરશે એમાં મને શંકા નથી પણ ગમે તેમ હોય મારું હૈયું ફફડે છે, જાણે કંઈક બનવાનું હોય એવું મને લાગે છે. શું દેવ આપણું પતિને પાછો છીનવી લેશે ! તેનાથી આપણો વિયોગ કરાવશે ? ના..ના.દેવ એવું તે કરે જ નહિ. એણે તો આપણને પતિ આપ્યો છે, એવું નિષ્ફર કામ એ કરે નહિ. ત્યાં બીજી કહે બેન ! જુઓ, મારી જમણી આંખ ફરકે છે. નકકી કંઈ અમંગળ થવાનું. ત્યાં દૂરથી શીયાળવાને અવાજ આવ્યું. સાથે ચીબરી બોલતી સંભળાઈ. આ બધા અપશુકનેથી આનંદથી ઉછળતા હૈયા સ્તબ્ધ બની ગયા. બધા ચિંતા કરવા લાગ્યા. શું આપણે પતિ આપણને મૂકીને ચાલે તે નહિ જાય ને ? તે શું થશે ? આપણે કેવી રીતે તેમને પાછા મેળવીશું ? આપણને નામઠામની ખબર નથી. શેઠ પૂછે છે તેના હાથની ૧૦ આંગળીઓમાં હીરાની વીટીઓ પહેરાવી છે તે તે કઈ જુગારીયા જેવો તે નથી લાગે ને?