________________
શારદા શિરમણિ ]
[ પ૧૭ પડી. આપણે જે રાજાના છત્ર નીચે રહીએ છીએ તે શિરછત્ર રાજા આપણે ત્યાંથી પસાર થવાના છે તો આપણે તેમને રોકીએ અને ગમે તેમ કરીને જમાડવા લઈ જઈએ. મહાજન રસ્તામાં ઊભું રહ્યું અને નવાબની ગાડી રોકી. આપ અમારે ત્યાં પધારે. અમને લાભ આપ. મહાજનના ખૂબ આગ્રહથી નવાબે તેમની વાત સ્વીકારી ખૂબ સદાચારી, ધમીક શેઠને ત્યાં જમવાનું રાખ્યું. શેઠે બે ત્રણ મિષ્ટાન્ન, ફરસાણ બધું બનાવ્યું; નવાબ અને તેને દીકરો જમવા બેઠા. શેઠ ખૂબ પ્રેમપૂર્વક આગ્રહથી બધું પીરસે છે. નવાબ સમજે છે કે આ હિન્દુનું ઘર છે. તે મને કેટલા પ્રેમથી જમાડે છે !
બધી ચીજો ભાણામાં પીરસાઈ ગઈ. ત્યાં નવાબનો દીકરો કહે-મટન લાવે ને! આ સાંભળતા નવાબે દીકરાને ત્રણ તમાચા ચઢાવી દીધા. નાલાયક ! તને ભાન છે કે આ કેનું ઘર છે? લાજ વગરના ! જે વનસ્પતિ ખાવામાં ય પાપ માને છે, જે કીડી, મંકડાને ય કદી ન મારે, બારણું વાસતા ભૂલથી ઉંદરડી મરી જાય તે તેની આંખમાં આંસુ પડે. એ પાપ કયારેય કરે નહિ એવા દયાળુ શેઠના ઘરે તને મટન માંગતા શરમ નથી આવતી? દીકરે નીચું મોઢું કરીને જમવા લાગ્યું. તે રાજા સમજતા હતા કે મારી પ્રજા ધમી છે. મારાથી તેમનું રૂંવાડું ય દુભાવાય નહિ અને આજે તે કેટલા ઘોર અત્યાચાર થઈ રહ્યા છે. હિંસાના તાંડવ સર્જાઈ રહ્યા છે. પહેલા વ્રતમાં આનંદ ગાથાપતિ કહે છે કે હું સ્કૂલ હિંસા કરીશ નહિ એટલે બેઈન્દ્રિય, તેઈદ્રિય ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને જાણીપીછીને મારવા નહિ, તેમને ત્રાસ થાય તેવું વર્તન કરવું નહિ. હજુ ભગવાન પહેલા વ્રતની શું સમજુતી આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :- પિતાનું ચીરાઈ જતું કાળજુ : સાતે દીકરીઓનું કરૂણ રૂદન સાંભળીને શેઠ તેમના બંગલે આવ્યા. પિતાને જોઈને છોકરીઓ વધુ રડવા લાગી. પિતાનું હૃદય છે ને ! દીકરીઓનું રૂદન જોઈ શકાતું નથી. હજુ તો હાથમાં મીંઢળ બાંધેલા છે. પાનેતર પણ હજુ શરીર પરથી ઉતર્યું નથી. ત્યાં આ શું થઈ ગયું ? સાતે દીકરીઓનું રૂદન સાંભળીને પિતાનું કાળજુ ચીરાઈ જાય છે. ઘડી ભર તો બાપ પણ સ્તબ્ધ થઈ ગયા. કેવી રીતે આશ્વાસન આપવું ! પછી મનને મજબૂત કરીને પૂછે છે દીકરીઓ ! શું થયું છે ? તમે આટલું બધું રડો છો શા માટે ? પિતાજી ! અમારું સર્વસ્વ ખવાઈ ગયું. આ સાંભળતાં પિતાને ધારકે પડયે કે શું થયું ? તમારા જમાઈને પત્તા નથી. શું કહ્યું ? કે ? શું જમાઈને પત્તા નથી ? આપ મને બધી વાત કહે.
અમે પરણીને આવ્યા પછી અમે તેમને લાવ્યા તો તેઓ કંઈ બેલ્યા નહિ. તેમનું મુખ ખૂબ ઉદાસ દેખાતું હતું. અમે પૂછયું કે તમે ઉદાસ કેમ છો ? ગમગીન કેમ છો ? પણ તેઓ કાંઈ બોલ્યા નહિ અને પેટ દાબવા લાગ્યા. અમે પૂછયું પેટમાં દુખે છે? તો કહે હા-આપને હાજતે જવું છે ? હા. એહો ! એમાં શી મોટી વાત છે ! હું આપને રસ્તો બતાવવા આવું છું. પાણીની ઝારી લઈને હું તેમની સાથે ગઈ.