________________
૫૧૦ ]
[ શારદા શિરેમણિ વિચાર કરતાં એ સીધા દીકરીઓના મહેલે આવ્યા. હવે શેઠ તેમની વહાલસોયી દીકરીઓને વાત પૂછશે ને શું બનશે તેના ભાવ અવસરે.
આપણે ત્યાં સતીજીઓના મહાન તપ ચાલી રહ્યા છે. આજે બા.બ્ર. હર્ષિદાબાઈ મ. બા. બ. ઉવીશાબાઈ મ. અને બા. બ્ર. હેતલબાઈ મ. ત્રણ ઠાણાને ૨૫મો ઉપવાસ છે. બા. બ્ર. ભાવનાબાઈ મ. ને ૧૪ ઉપવાસ છે. -- - દ્વિ શ્રાવણ સુદ ૧૨ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૫૪ : તા. ૨૭-૮-૮૫
અનંત કરૂણાસાગર, જ્ઞાન દિવાકર, શાંતરસના સુધાકર જિનેશ્વર ભગવતે ભવ્ય જેને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. ભૂતકાળમાં જેટલા તીર્થકરે થયાવર્તમાનકાળમાં મહાવિદેહમાં વિચરે છે અને ભવિષ્યકાળમાં પદ્મનાભ આદિ તીર્થક થશે તે બધા તીર્થકરોની દેશના સાર કેઈ હેય તે તે સંસાર અસાર છે.
"संसारम्मि असारे नत्थि हुई वाहि वेउणा पउरे ।
जाणंतो इह जीवो न कुणइ जिण दोसज्ज धम्मं ॥" આ સંસાર અસાર છે. અસાર સંસારમાં કંઈ સુખ નથી કારણ કે આ સંસાર વ્યાધિ અને વેદનાથી ગ્રસ્ત છે. આટલું જાણતા હોવા છતાં જીવ સંસાર છોડતો નથી અને જિનેશ્વર પ્રભુએ કહેલે ધર્મ કરતું નથી. આજે તમને ધનસંપત્તિ, પુત્ર પરિવાર લાડી-વાડી આદિ સંસારના બધા સુખે મળ્યા હોય તે તમે કહેશે કે સંસાર કંસાર જે છે પણ જ્ઞાની તે કહે છે કે સંસાર અસાર, અસાર ને અસાર છે. કોઈ પણ તીર્થકર કયારે પણ નહિ કહે કે સંસાર સારભૂત છે. સંસાર તે અસાર છે.
સંસાર દુઃખમય હેય તે ય અસાર અને સુખમય હોય તે પણ અસાર' કારણ કે સુખની સામગ્રીઓને સ્વભાવ તે આત્મા પાસે પાપ કરાવવાને છે. સંપત્તિ, સ્ત્રી, કુટુંબ, વહેપાર આદિ તમામ પદાર્થો પ્રત્યેની મમતા જીવનને પાપમય બનાવ્યા વિના રહેતી નથી. સંસારની સુખદ સામગ્રીથી પણ ગુણસાગર, પૃવીચંદ્ર કે ભરત ચક્રવતી કેવળજ્ઞાન પામી ગયા. એમાં એ સામગ્રી તે નિમિત્ત માત્ર છે. આ બધા એ સામગ્રીમાં ખૂબ સાવધાન રહ્યા માટે એનું નિમિત્ત પામી કેવળજ્ઞાન પામ્યા. અવિનને સ્વભાવ તે દઝાડવાનો અને બાળવાને છે છતાં એ અગ્નિથી કેઈની ટાઢ ઉડે છે અને સંસ્કૃતિ મળે છે પણું તેમાં અગ્નિની શાબાશી ન કહેવાય પણ એ વ્યકિતની સાવધાનીની શાબાશી છે. ઝેરને સ્વભાવ મારવાનું છે પણ હોંશિયાર ડૉકટર એના દ્વારા દમના દદીને જીવન આપે છે તેથી ઝેરથી જીવ્યા એમ કદી પણ ન કહેવાય એ સમયે ડોકટરે જીવાડયા કહેવાય. તે રીતે સંસાર સુખની સામગ્રીને સ્વભાવ તો પાપમય બનાવવાને છે છતાં એ સામગ્રીના નિમિત્તથી કઈ પાપમુક્ત બની જાય તેમાં પદાથેની શાબાશી ન કહેવાય. પદાર્થોએ પાપમુકત કય ન કહેવાય પણ તેમાં આત્માની સાવધાનીની શાબાશી છે.