________________
શારદા શિરેમણિ ]
[૫૧૩ એટલે ત્યાં ને ત્યાં શ્રાવકધર્મ અપનાવવા તૈયાર થયા. શાસ્ત્રોમાં વાંચીએ ત્યારે થાય કે કેવા હળુકમી આત્માઓ કે ભગવાનની વાણી સાંભળીને ત્યાં ને ત્યાં ઊભા થઈ જાય અને પ્રભુને કહે કે હવે મારે દીક્ષા લેવી છે. હું ઘેર જઈને માતાની આજ્ઞા લઈને આવું છું. આગમકાર તે કહે છે કે જે સમયે તેને ઉત્કૃષ્ટ ભાવ આવે ત્યારે તું કાર્ય કરી લેજે. તેમાં વિલંબ કરીશ નહિ.
આનંદ ગાથા૫તિ કેવા બડભાગી, કેવા ભાગ્યશાળી કે ભગવાનના શ્રીમુખેથી વ્રત આદરવાને લાભ મળશે. ૧૨ વ્રતમાં પહેલું વ્રત છે અહિંસાનું ! પ્રાણાતિપાતથી અટકવું. બીજું, ત્રીજું વ્રત લે પણ જીવનમાં અહિંસા નથી; દયા નથી તે વ્રત છાપરા વગરના મકાન જેવા છે. ધર્મનું મૂળ દયા છે તા વારે જાવ સમરસ માવો મહાવીર તિ, “તcqઢવાણ શૂરાં પાવા પરવામ” તે આનંદ ગાથા પતિએ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે સર્વ પ્રધાન સ્કૂલ પ્રાણાતિપાતના પચ્ચકખાણ કર્યા.
બાર વ્રતમાં પહેલા વ્રતને સૌથી શ્રેષ્ઠ ગણ્યું છે. શા માટે? જે જીવનમાં અહિંસા નથી તે પછી બીજા ગુણો કેવી રીતે ટકી શકવાના છે? જૈનદર્શનની મોટી ઈમારત અહિંસાના પાયા પર ખડી થઈ છે આનંદ ગાથાપતિ કહે છે હે ભગવાન ! હું સ્કૂલ પ્રાણાતિપાતના પચ્ચકખાણ કરું છું ગૃહસ્થાશ્રમમાં રહેતા શ્રાવકે એકેન્દ્રિય જીવોની સર્વથા દયા પાળી ન શકે. સંયમી સાધક એ જીવોની સર્વથા દયા પાળી શકે. ભલે, તમે પાળી ન શકો પણ કંટ્રોલ તો લાવી શકે. તે જ પ્રત્યે અનુકંપા તો હોવી જોઈ એ. બિનજરૂરના પાણી કેટલી રેલમછેલ વપરાય છે ? ત્યાં તે જીવેની અનુકંપા આવે છે ? ઘરમાં પંખો ફૂલ ફરતો હોય ત્યાં વાઉકાયના જીવોની દયા આવે છે ? તે છના રક્ષણ માટે પંખા બંધ ન કરો પણ જે મહિને ઈલેકટ્રીકનું બીલમોટું આવ્યું તો કહેશો કે વિના કારણે પંખા ન ચલાવે, લાઈટ ન ચલાવો. ત્યાં શું તે જીની દયા આવી? ના..ના.. ત્યાં પૈસા હૈયે લાગ્યા. જીવને જેટલા પૈસા ખટકયા તેટલું પાપ ખટકતું નથી. હજુ પાપને ભય લાગ્યું નથી. તે જ પ્રત્યે દયા, અનુકંપા, કરૂણાના ભાવ જાગે તો પાપથી અટકે
આ જગતમાં ત્રણ પ્રકારના છે છે: (૧) બીજાને મારીને જીવે. (૨) પોતે જીવતા રહીને બીજાને જીવાડે. (૩) પિતાના પ્રાણના બલિદાને બીજાને જીવાડે. આ ત્રણ પ્રકારમાંથી સૌથી શ્રેષ્ઠ ત્રીજા નંબરના જ છે. પિતાના પ્રાણનું બલિદાન દઈ દે પણ બીજાને જીવાડે. શાંતિનાથ ભગવાનના આત્માએ મેઘરથ રાજાના ભાવમાં પારેવાની રક્ષા ખાતર પોતાના પ્રાણનું બલિદાન દઈ દીધું. આજે જગતના મોટા ભાગના જીવ પહેલા પ્રકારના હોય છે. પોતાનું જીવન ટકાવવા બીજાને મારી નાંખવા પડે તે તેમ કરતા જરાય અચકાતા નથી, બસ તેમનું એક જ લક્ષ્ય છે કે ગમે તેમ કરીને આપણું જીવન ટકાવે. આવા
૩૩