________________
૫૧૨]
[ શારદા શિરેમણિ સંસારને અંત નથી આવવાનો. સંસારીને અંત આવશે. ભવ્ય જીવે મોક્ષે જશે.
સંસાર કોઈ વસ્તુનું નામ નથી, તે સંસાર શું છે? રસાયણશાસ્ત્રના વિજ્ઞાનમાં જેમ કહે છે કે હાઈડ્રોજનના બે ભાગ અને એક ભાગ ઓકસીજનને મળીને પાણી બને છે તેમ વિષયોક્કષાયો આ બે ભેગા મળીને સંસાર બન્યા છે. સંસારમાં જ્યાં જોશો ત્યાં વિષય કષાયે જોવા મળશે. આ બંને ન હોય તે સંસાર નથી અને છે તે સંસાર છે. ભગવાન આચારાંગ સૂત્રમાં બેલ્યા છે “ને પુછે મુટાછે, જે મૂળ
ગુને !જે શબ્દાદિ વિષયે છે તે સંસારનું મૂળ કારણ છે અને જે મૂળસ્થાન છે તે ગુણ (વિષય) છે. આવા વિષય કષાયથી ભરેલા સંસારમાં આપણે વસ્યા છીએ પણ આપણામાં સંસાર ન હોવો જોઈએ. “આપણે સંસારમાં રહીએ છીએ કે સંસાર આપણામાં રહે છે? આ પ્રશ્ન ખૂબ વિચારવા જેવો છે. આપણે સંસારમાં રહીએ છીએ તે તે સામાન્ય વાત છે પણ જે સંસાર આપણામાં રહે તે નૌકા ડૂબી જાય. જેમ સમુદ્રમાં વહાણ રહે ત્યાં સુધી વાંધે ન આવે પણ વહાણમાં સમુદ્ર (પાણી) આવી ગયે તે વહાણ સમુદ્રમાં ડૂબી જવાનું. તે રીતે જે આપણામાં સંસાર આવી ગયું તે સમજવું કે સંસાર સાગરમાં ડૂબી જવાના. જે આપણામાં સંસાર ભાવ, વિષય કષાય ન હોય તો સાગર તરી જવાના.
- તનથી રહેનારો તરે, મનથી રહેનારે ડુબે : જેમ ખાલી ઘડે કૂવામાં નાંખે અને ઘડામાં પાણી ભરાઈ ગયું તે ઘડે પાણીમાં અને પાણી પણ ઘડામાં છે તે રીતે જે તમે સંસારમાં ગળાબૂડ ડૂબેલા રહેશે તે તમે સંસારમાં અને સંસાર તમારામાં પણ જે ઘડે ઊંધે પાણીમાં નાંખે તે ઘડામાં પાણી ભરાતું નથી. ઘડો પાણીમાં હોવા છતાં ઘડામાં પાણી નથી. આ રીતે સંસારમાં રહેવા છતાં જે તમારામાં સંસાર ન રાખે, નિર્લેપ ભાવે જે સંસારમાં રહેતા આવડી જાય તે બેડો પાર થઈ જાય, તનથી સંસારમાં રહેવું એ જુદી વાત છે અને મનથી રહેવું એ જુદી વાત છે. તનથી સંસારમાં રહેનાર તરી જશે પણ મનથી રહેનારે ડૂબી જશે. પુણી શ્રાવક સંસારમા તનથી રહ્યો હતો તે તરી ગયા અને મનથી રહેનારે મમ્મણ ડૂબી ગયે.
જેમનું મન સંસાર પ્રત્યેથી ઊઠી ગયું છે એવા આનંદ ગાથા પતિના જીવનમાં સમ્યક્ત્વની લહેજત આવી ગઈ. તેમની દષ્ટિ નિર્મળ બની. જેની દષ્ટિમાં નિર્મળતા આવે તે આત્મા ગુણેને ગ્રાહક હોય પણ અવગુણને ગ્રાહક ન હોય. સમક્તિ આવે એટલે જ્ઞાન પણ સમ્યફ બની જાય. સમ્યફ જ્ઞાનના પ્રકાશમાં હેય-રેય અને ઉપાદેયનું ભાન થયું. તેઓ વ્રત અંગીકાર કરવા તૈયાર થયા. ડાહ્યો માણસ ઘરમાં કચરે રાખે ખરો ? ના. તમે સાપને ઘરમાં જતો જે પછી તેને રાખે ખરા? ના. કાઢે છૂટકે કરે, તેમ આનંદ ગાથા પતિની જ્ઞાન દષ્ટિ ખુલી ગઈ. તેમને પાપને ભય લાગે છે. સમકતી આત્માને સાપ કરતાં પાપને ભય વધારે હોય. સાપ તે કદાચ કરડે તે એક ભવ બગાડે પણ પાપ તે આપણા ભભવ બગાડે, આનંદને પાપને ભય લાગે