________________
શારદા શિમણિ ].
[૫૧૧ જૈનદર્શન આપણને એ સમજાવે છે કે જે જૈન નથી, અર્જન છે તે દુઃખથી ડરે પણ જૈન તો સુખથી પણ એટલે ડરે કારણ કે પાપ કરાવનાર સુખો છે. આવા દુખમય અને પાપમય સંસારમાં રહેવાનું કેણુ પ્રજ્ઞાવંત પસંદ કરે? દુઃખ તો ખરાબ છે પણ પાપ તે એથીય વધુ ખરાબ, માટે જ્ઞાનીઓએ તે સંસારને અસાર, દુઃખમય અને પાપમય કહ્યો છે પણ્ સુખમય તે કયારે પણ કહ્યો નથી. અસાર સંસારમાંથી સારા શોધ એ તે પાણી લેવીને માખણ કાઢવા જેવી વાત છે. સંસારમાં સુખ તે છે નહિ. સુખ તો છે સંસાર છોડવામાં. જેમણે સંસાર છોડો તે ખરેખર સુખી થયા અને ન છેડી શકયા તે દુઃખી થયા. જ્યારે સંસાર છોડવાની વાત આવે ત્યારે સંસાર અને સંસારી બંને છોડવા પડશે. સંસાર તે છોડ પણ સંસારીને સંબંધ ન છે તે શું કામનું? સંસાર છોડ્યા પછી પણ જે સંબંધ ન છોડ્યો તે તે વ્યર્થ છે. ભગવાન બોલ્યા છે;
विज्जहित्तु पुव्वसंजोगं, ण सिणेहं कहिचि कुवेज्जा ।
સદ વિદ , ઢોવ પાર્ડિ, મુવા મિણૂ ઉત્ત.૮ગાથાર માતાપિતા આદિ પૂર્વ સંબંધોને છોડીને જેણે દીક્ષા લીધી છે તે કોઈ પણ વસ્તુમાં નેહ ન કરે, સ્નેહ કરવાવાળા પુત્ર, પત્ની આદિમાં પણ સ્નેહ ન રાખે તે સાધક દોષ અને પ્રદોષ (દુર્ગતિ ગમન) આદિથી છૂટી જાય છે માટે સંસારની સાથે સંસારના સંબંધ પણ છેડવા જોઈએ. કેઈ કાળે એવું નહિ બને કે કઈ પણ તીર્થકરને સંસાર છોડ્યા વિના ઘેર બેઠા કેવળજ્ઞાન થયું હોય. તીર્થંકર પ્રભુ તે નિયમા સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ ઉપસર્ગો સહન કરવા વગેરેની સાધના સાધી, ધાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાન પામે. પ્રભુએ પોતે સંસાર છે અને સર્વને સંસાર છોડવાને ઉપદેશ આપ્યો. આ સંસાર અનાદિ અનંત છે અને મેક્ષ સાદિ અનંત છે. અંત કોનો થાય? સંસારને કે સંસારીનો ?
અંત કેને? સંસારને કે સંસારીનો ? એક આત્માના સંસારનો કયારેક અંત આવી જશે અને એ મેસેં ચાલ્યો જશે. મોક્ષમાં પ્રવેશ થયો તે સાદિ અને પછી ત્યાંની સ્થિતિ પણ અનંત. જ્યાં ગયા પછી કયારે પણ સંસારમાં પાછા આવવાનું નથી તેનું નામ મેલ. જ્યારે સંસાર તો અનાદિ અનંત છે. જેને પહેલે છેડે નથી અને બીજે છેડો પણ નથી. જેની આદિ નથી ને અંત પણ નથી માટે સંસાર અનાદિ અનંત છે. અનંતકાળ સુધી સંસાર જે છે તેવો રહેશે. ભૂતકાળમાં પણ એ હતો, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં પણ એ રહેશે. આ સંસારને નથી પ્રલય કે નથી વિનાશ, નથી ઉપત્તિ કે વિલય, કેઈ સંસારને સર્જક નથી કે કેઈ નાશ કરનાર પણ નથી માટે સંસાર પ્રવાહની દષ્ટિએ સતત ગતિશીલ રહેશે. કેઈ સંસારી જીના સંસારને અંત આવશે પણ સંસારને અંત નહિ આવે કારણ કે કયારેય મોક્ષમાં નહિ જનારા અભવી જીવો અને દુર્ભાગ્ય છે તે કાયમ સંસારમાં રહેવાના છે માટે