________________
૫૧૪]
[ શારદા શિરેમણિ જેની આત્મ પરિણતિ ખૂબ કઠોર હોય છે. તેમના જીવનમાં કરૂણા હેતી નથી. આવા છમાં ધર્મ પ્રવેશી શક્તો નથી. જ્ઞાની પુરૂષએ દયાને ધર્મની જનેતા કહી છે. જેનું હૃદય કમળ અને કરૂણા સભર હોય તેવા આત્મક્ષેત્રમાં ધર્મને પાક થાય છે. દયા વિનાની કઠોર બીડના જેવી ભૂમિમાં ગુણોને પાક થઈ શકે નહિ.
એક વાસણમાં પથ્થર પડ હેય ને બીજે કઈ પથ્થર નાંખે તો પહેલે પથ્થર બીજા પથ્થરને પોતાનામાં સમાવી શકે નહિ. તે જ વાસણમાં પથ્થરને બદલે ઘટ્ટ ઘી હોય ને પથ્થર નાંખે તે ધીમે ધીમે એમાં પ્રવેશી શકે છે. ઘીને બદલે જે પાણી હેય તે ખૂબ ઝડપથી પથ્થરને પિતાનામાં પ્રવેશવા દે. આ ન્યાયથી આપણે એ સમજવાનું છે કે બીજાનું સ્થાન તમારા હૃદયમાં મેળવવું હોય તે કઠોરતા છેડીને કમળતા અપનાવવી પડશે. જે હૃદય પથ્થર જેવું કઠોર હશે તો એ બીજાને પિતાનામાં કેવી રીતે સમાવી શકશે ? માટે હૃદયને કમળ બનાવે અને દયાથી છલકતું કરી દે. જે દિલમાં દયા ભરપુર ભરી હશે તે પિતાને ગમે તેવા ભયંકર દુખ આવે તો તેને આનંદપૂર્વક સહન કરી લે છે, પણ બીજાને દુઃખી કરવા ઈચ્છતા નથી. બીજાનું દુઃખ જોઈને એનું દિલ દ્રવી જાય છે. પોતાના સુખ માટે બીજાને દુઃખી કરવા એની તયારી હોતી નથી.
સિકંદર બાદશાહે જગત વિજેતા બનવા કેટલી લડાઈ કરી? લાખો લોકોની યુદ્ધમાં તલ કરી અને લેહીની નદીઓ વહાવી. અરે, કબ્રસ્તાનમાં મૂકેલા પૈસા કઢાવી લીધા છતાં જીવનમાં સંતોષ ન આવ્યો. આવા સિકંદરને એક વાર આંખમાં ભયંકર દુઃખાવે ઉપડે અને ખૂબ બળતરા થવા લાગી. એ અસહ્ય દુઃખાવે છે કે સિકંદર માથા પટકાવી દે. આ તે મોટો સમ્રાટ છે. ઉપચારો કરવામાં શું બાકી રાખે? ઘણું ઘણું ઉપાયે કર્યા, વૈદો, હકીમે બોલાવ્યા છતાં દુખાવામાં રાહત ન થઈ. કેઈને દર્દ આવે તે ગમતું નથી પણ કયા કર્મથી મને દર્દ આવ્યું છે તે કર્મ અટકાવવું ગમતું નથી. જે કર્મ અટકાવીશું તે દર્દ અટકવાનું છે પણ આજે જીવના પ્રયત્ન દર્દ અટકાવવાના છે પરંતુ કર્મ અટકાવવાના નથી. દર્દ કેમ મટે તે માટે રસ્તા શોધે છે પણ કર્મ કેમ અટકે તે કઈ શેલતું નથી. સિકંદરને દર્દ મટાડવા વૈદો હકીમે આવ્યા પણ કોઈ મટાડી શકયું નહિ, છેવટે તેમની સાથે રહેલા વૈદે એક દવા તૈયાર કરી. સિકંદરથી વેદના સહન થતી નથી એટલે વૈદને કહે છે, આપે જે દવા તૈયાર કરી છે તે મારી આંખમાં નાંખે.
શું ખતરાને અખતરો હેય?? વૈદ કહે મહારાજા! થેલી વાર સબુર કરે. એક નોકરનું કામ છે. વેદે નોકરને બોલાવ્યું. સિકંદર વૈદરાજને પૂછે છે તમે નેકરને શા માટે બોલાવ્યો? વૈદ કહે-મહારાજા ! મેં મારી આટલી જિંદગીમાં આ દવા પહેલી વાર બનાવી છે. આ દવા છે સારી. આપને દુઃખાવે મટી જશે પણ કદાચ આ દવા ઊધી પડે તે? આપ તે મહારાજા! માટે આ દવાને અખતરો કરવા મેં આ નેકરને બોલાવ્યો છે. પહેલે અજમાશ આ નેકરની આંખમાં નાંખીને કર્યું. જે એની આંખમાં