________________
૫૦૮]
[ શારદા શિરેમણિ જરાય છૂટછાટ નથી. નવાકોટીએ હિંસા કરવાના પરચખાણ કરાય છે. પહેલા વ્રતમાં જીની દયા પાળવાનું કહ્યું છે. જ્ઞાનીએ સાથે એ વાત સમજાવી છે કે શ્રાવકે સંસારમાં બેઠા છે એટલે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય આદી છકાય છની હિંસા થાય છે. પણ તેમાં તમે ઉપગ રાખે. તમને ૧૨ વ્રતમાં ક્યાં આગાર આવે છે ને કયાં બંધી કરાવી છે તે વાત હવે સમજવા મળશે. બધા તે તમે લઈ શકે એવા છે. તમારે જેટલે આગાર રાખવો હોય તેટલે રાખી શકે છે પણ એક વાર વ્રતમાં આવે તો જમ્બર પાપને પ્રવાહ આવતા અટકી જાય. હવે ભગવાન પહેલા અણુવ્રતના શું ભાવ સમજાવશે તે વાત અવસરે.
ચરિત્ર : પુણ્યસારને ગયા ઘણો સમય થયો છતાં તે આવ્યું નહિ એટલે સાતે બેને ચિંતા કરવા લાગી. હજુ આપણુ પતિ કેમ ન વ્યા? શું તે રસ્તો ભૂલી ગયા હશે? ગુણસુંદરી સાથે ગઈ હતી એટલે એને તે ખૂબ ઉત્પાત થવા લાગે. શું થયું હશે? શું તે ખૂબ આગળ નીકળી ગયા હશે? ગુણસુંદરી જે જગ્યાએ લઈ ગઈ હતી. તે બધે રસ્તો જોઈ આવી પણ કયાંય પતિ દેખાય નહિ. શું તે દૂર ગયા હશે? અહીં તો વગડે છે એટલે દૂર સુધી જવાની શી જરૂર ! રાતે હિંમત કરીને સાહસ ખેડીને ગુણસુંદરી એકલી રસ્તે જોવા ગઈ. પતિને કરી બૂમો પાડીને બોલાવે છે પણ પતિ હોય તે જવાબ આપે ને? ઘણી વાર થઈ છતાં પતિને જે નહિ એટલે મનમાં શંકા થઈ કે જંગલ જવામાં આટલી વાર લાગે નહિ. નક્કી અમને સાતેને મૂકીને ચાલ્યા ગયા લાગે છે. અમને છેતરપીંડી કરી છે. તેમને જંગલ જવું જ નહિ હોય પણ જંગલના બહાના નીચે આપણને છેતરીને ચાલ્યા ગયા લાગે છે. તેમની કઈ નગરી હશે? તે કયા ગામના છે ? કોણ માતાપિતા છે કંઈ જાણકારી નથી ને એકાએક કેમ ચાલ્યા ગયા ?
સાતે બેનેનો કાળ કલ્પાંતઃ જયારે પિતાના પતિને કંઈ અણસાર ન મળે ત્યારે ગુણસુંદરી ભાંગેલા પગે નિરાશ વદને પાછી વળી. એનું હૈયું તૂટી ગયું હતું. એની આંખમાં આંસુ હતા. મહામહેનતે એ મહેલમાં પાછી આવી. તેને આવેલી જોઈને બધી બેને ઘેરાઈ વળી ને પૂછવા લાગી બેન ! તું કેમ એકલી આવી? પતિ ન મળ્યા ? તે કયાં ગયા? બેનેને જોતાં ગુણસુંદરીનું હૈયું એકદમ ભરાઈ ગયું. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી ને કહેવા લાગી. બહેને ! દેહચિંતાના બહાને એ કયાંક ચાલ્યા ગયા. હું ઘણે લાંબે સુધી જોઈ આવી પણ તે કયાંય દેખાયા નહિ. અરેરે કર્મ ! તને આ શું સૂઝયું ? અમે એવા શા પાપ કર્યા હશે કે તે અમારા પતિને ગુમ કરી દીધા ! આટલું બોલતા તે ભેંય પર પડી ગઈ. જે સતી સ્ત્રીઓ છે તેને મન તે પતિ એ પરમેશ્વર. તેનું સર્વસ્વ. તેમાં હજુ રાત્રે લગ્ન થયા, મધરાતે વળાવ્યા અને સવારમાં આ દશા ! આ તે સાતે છેકરીઓને દુઃખના દિવસો આવ્યા. તેનું નામઠામ જાણતાં નથી. હવે તેમને શોધવા કઈ રીતે ? ગુણસુંદરીની આ સ્થિતિ જોઈ બધી બેનો રડવા લાગી. તેમના