________________
શારદા શિરમણિ ]
[ પ૦૭ આવે એવી છે. હે રાજન ! તમે આજે જે સંપત્તિ, રાજસત્તા મેળવી છે તે પુણ્યથી મેળવ્યા છે. ધન, વૈભવ બધું પુણ્યથી મળે છે, પુણ્ય છે ત્યાં સુધી લહેર કરી લે. પુણ્ય ખલાસ એટલે બધું ખલાસ. મેં જે સુખ મેળવ્યું છે, આત્મસંપત્તિ પ્રાપ્ત કરી છે તે પુરૂષાર્થથી કરી છે. તારી સંપત્તિ કેઈ ચોરી જાય કે તૂટી જાય તે એક ભવ પૂરતું નુકશાન છે જ્યારે મારી સાધનામાં જે હું ઝોકું ખાઈ જાઉં, પ્રમાદ કરું તો પતન થયા વિના રહે નહિ; તેથી હું આખી રાત જાગૃત રહું છું. રાજન્ ! તમારે જાગવામાં કંઈ મેળવવાનું નથી જ્યારે મારે ઉંઘવામાં બધું ય ગુમાવવાનું છે.
ફકીર કહે રાજા ! તમારી સંપત્તિને સાચવવા માટે સતત જાગતા રહેનારાઓ બિચારા આ દુનિયામાંથી રડતા રડતા ગયા છે. જ્યારે આધ્યાત્મિક સંપત્તિને સાચવવા માટે જાગૃત રહેનારા આ દુનિયામાંથી હસતા હસતા ગયા છે, તું આખી રાત જાગે તેમાં કમાવાનું કાંઈ નથી જ્યારે અમારી એક ક્ષણ પ્રમાદમા (ઉંઘમાં) ગઈ તો બધું ય ગુમાવવાનું છે. જેની પાસે બાહ્ય સંપત્તિ છે પણ આધ્યાત્મિક સંપત્તિ, વૈભવ નથી તેને કયારેક દુઃખી થવાને પ્રસંગ આવે છે પણ જેની પાસે બહારને ખજાને ન હેય, બાહ્ય દૃષ્ટિથી તે ગરીબ દેખાતો હોય પણ આત્મિક વૈભવને ખજાને છે તે આત્માને દુઃખી થવાને વખત નહિ આવે. સોનાની પરીક્ષા કસોટીના પથ્થર પર થાય છે તેમ સંપત્તિની પરીક્ષા મૃત્યુના પથ્થર પર થાય છે. જીવનની કિંમતી અમૂલ્ય ક્ષણે ગુમાવીને તમે જે કાંઈ ભેગું કર્યું છે તેને એક વાર મતના પથ્થર પર કસી જુઓ કે મૃત્યુ પછી આમાંની કઈ ચીજે તમારી સાથે આવવાની ? જે એક પણ ચીજ તમારી સાથે આવવાની ન હોય તો તમારી ભેગી કરેલી સંપત્તિ તમારી શી રીતે કહેવાય ? તમારી સંપત્તિ તે એ કહેવાય કે જે મૃત્યુ બાદ તમારી સાથે આવે. અજ્ઞાની આત્મા અહીં મૂકીને જવાની સામગ્રીઓ મેળવવા પાછળ દુર્લભ માનવ જીવનની કિંમતી ક્ષણેને વેડફી રહ્યો છે. આ સામગ્રીએ તે જીવને અનંતકાળમાં અનંતીવાર મળી છે પણ આ જિનશાસન, અદ્ભુત ધર્મ સામગ્રીઓ તે અનંતકાળે મહા પુણ્યોદયે મળી છે. તે એને ઉપયોગ કેવી રીતે કરવું તે વિચારવાની જરૂર છે. ફકીરની વાત સાંભળી રાજાની આંખ ઉઘડી ગઈ.
આનંદ શ્રાવક ભગવાનને એ જ કહી રહ્યા છે કે આજ સુધી હું મોહિની નિદ્રામાં ખૂબ ઊંઘે આપની વાણી સાંભળીને હવે મારી આંખ ખુલી ગઈ છે. હવે મને સમજાયું છે કે આ સંસારમાં રહેવા જેવું તે છે જ નહિ પણ હું સંસારના બંધનથી સર્વથા છૂટીને સંયમ અંગીકાર કરું એટલી મારી શક્તિ નથી. મારી કાયરતા છે. જે સંસારમાં રહેવા જેવું હોત તે તીર્થકરે, મહાપુરૂષો આ સંસારને છેડત નહિ માટે છેડવા જે તે સંસાર છે. જેના આત્મામાં સમ્યફવને પ્રકાશ થઈ ગયો છે તે આત્મા શ્રાવકના વ્રત અંગીકાર કરવા તૈયાર થયા. ૧૨ વ્રતમાં પહેલા વ્રતનું નામ છે પાણઈવાયાએ વેરમણું” સાધુના પહેલા મહાવ્રતમાં સર્વથા દયા પાળવાની કહી છે. તેમાં