________________
૪૮૬ ]
[ શારદા શિરેમણિ રૂપી નાવડામાં બેસશે તે કોઈ વાર મહાવ્રતો રૂપી સ્ટીમર સુધી પહોંચી શકશે. આજે અણુવ્રત આદરશો તે કઈ વાર મહાવ્રતમાં આવી શકશે પણ જે એક પણ વ્રત આદરતા નથી, મર્યાદામાં આવતા નથી, તે મહાવ્રત સુધી કેવી રીતે પહોંચી શકવાના છે ? માટે જેની જરૂર નથી તે તે બંધ કરે.
આજે જગતમાં મોટા ભાગના છે તો અધમી મળવાના. તે જડ પુદ્ગલેની બોલબાલામાં પિતાનું જીવન પૂરું કરી દે છે. તેમની આતમા તરફ તે દષ્ટિ જ નથી. એ જીવને નજર સામે રાખીને જે જીવન જીવવા જશે તે અમૂલ્ય આ માનવજીવન હારી જશે અને જન્મજન્મની બરબાદી નેતરશે. પુણ્યના ઉદયે તમને સામગ્રીઓ મળી છે તે તેના પર મમતા કરીને કર્મો ન બાંધશે, નહિતર સાધન સામગ્રીઓ અહીં રહી જશે પણ એ સામગ્રીઓ પ્રત્યેને મમત્વભાવ જીવને કેટલી હદ સુધી કર બનાવી દેશે. તે સામગ્રી પ્રત્યેની મમતા જીવને કેટલી દુઃખદાયી બનાવે છે !
એક વણિક ભાઈને અચાનક કેઈ કામે બહાર જવાનું થયું. રાતની બે વાગ્યાની ગાડી હતી. તે એક વાગે સ્ટેશને પહોંચી ગયે. ગામ સાવ નાનું હતું એટલે વસ્તી તે સહજ રીતે ઓછી હેય. સ્ટેશન પર કોઈ વસ્તી દેખાતી ન હતી. ગાડી આવવાની એક કલાકની વાર હતી એટલે વાણિયે એક બાકડા પર બેઠો. તે સમયે બાજુના બાકડા પર એક બેગ પડી હતી. તે બેગ પર આ વણિકની નજર પડી. નાની છૂટકેશ જેવી બેગ હતી. વાણિયાના મનમાં થયું કે આ બેગ કેની હશે ? આજુબાજુમાં કોઈ માણસ તે દેખાતું નથી. કોઈ આ બેગ લેવા પણું આવતું નથી. બેગ દેખાવમાં ખૂબ સુંદર છે. વાણિયાની દષ્ટિ બગડી. એટલે હવે પળે પળે તેની નજર તે તરફ જવા લાગી. તેના મનમાં થયું કે કઈ બેગ લેવા આવતું નથી માટે કઈ ભૂલી ગયું લાગે છે. હવે એ બેગ જવા દેવા જેવી તે નથી જ. પરિગ્રહ પ્રત્યેની મમતા મફતનો માલ લઈ લેવાની ભાવના જગાડે છે. રસ્તામાં આવી ઘણી ચીજો પડી હય, જે એ દરેક ચીજેને લઈ લેવાની ભાવના કરશે અને તેને તમારી માલિકીની કરવા જશે તે એના પરિણામે બહુ ભયંકર આવશે.
પરાઈ વસ્તુ લેવાની જાગેલી લાલસા : પેલા વાણિયાને પરાઈ બેગ લઈ લેવાની વૃત્તિ થઈ પણ એ લઈ શકે કેવી રીતે? લેવા જાય અને કદાચ તેને માલિક આવી ચઢે તો! અથવા કેઈ જોઈ જાય તો! હવે કરવું શું ! છેવટે વિચાર કર્યો કે આ બે વાગ્યાની ગાડી જવા દેવી. જે બેગને કઈ માલિક હશે તો ત્યાં સુધીમાં આવીને લઈ જશે અને કઈ લેવા ન આવે તે સમજવું કે આ બેગને ધણી અહીં નથી, પછી બેગ લેવામાં કઈ મુશ્કેલી નહિ પડે. વાણિયાએ બે વાગ્યા પછી કઈ ગાડી છે તે તપાસ કરી. બે વાગ્યાની ગાડી જતી રહી છતાં કેઈ બેગ લેવા આવ્યા નહિ તેથી વણિક બેગ પાસે ગયો. ચારે બાજુ નજર કરી પછી બેગ હાથમાં ઉપાડી. બેગ ખૂબ વજનદાર હતી. વાણિયે સમયે કે આ બેગમાં માલમત્તા સારી લાગે છે. આ બેગમાં રહેલી બધી મિલકત હવે મારી. હવે દુઃખના દિવસે ગયા. આ ભીષણ