________________
૫૦૦]
[ શારદા શિરેમણિ ઉમળકા ને ભાવથી પિતાના ચરણમાં પડીને કહે છે પિતાજી ! શું આપની ઉદારતા ને વિશાળતા ! આપણા ગુણો હું કયારે પણ નહિ ભૂલું. મારી ભૂલને માફ કરે. આજથી આપ કહેશો તેમ હું કરીશ. શેઠ કહે-મેં વગર વિચાર્યું તને ઘરની બહાર કાઢી મૂક્યો. તને સુધારવા માટે મેં આ શિક્ષા કરી હતી. મારા એ અપરાધને માફ કર. પિતાજી ! તમે મને એમ કાઢી મૂક્યું ન હતું તે મારામાં આ જ્ઞાન ક્યારે આવત! તાવ આવ્યા હિય તે કડવી કવીનાઈન ખાય તે તાવ મટી જાય તેમ હે પિતાજી! મને આ દુર્વ્યસનથી બચાવવા માટે આપે ઔષધિ આપી.
પુણ્યસાર કહે બાપુજી ! હું આપને એક વાત કરું ? કર. આપ મને એક છૂટ આપે. શું ? હું રાજાની રાણીને હાર જેને ત્યાં વેચી આવ્યો છું તે લઈ આવું. સવા લાખ રૂઆપીને હાર છુટો કરાવી આવું. શેઠ કહે-તું લઈ જા સવા લાખ. ના. હું મારી પાસેથી લઈ જઈશ. હવે તો પુણ્યસાર પાસે મુડી હાથમાં આવી છે એટલે સવા લાખ લઈને ગયે. જઈને કહે છે મેં ભૂલ કરી હતી. તે ભૂલના ભોગવટામાં આપને જે હાર આપી ગયો છું તેના બદલામાં હું સવા લાખ રૂા. આપને આપું છું. આપ મને હાર પાછો આપો. હવે તે જુગારીયાઓ સુધરી ગયા હતા. તેમણે પણ જુગારની પ્રતિજ્ઞા કરી છે એટલે હાર પાછો આપી દીધો. તે હાર લઈને પુણ્યસાર ઘેર આવ્યો. રાણીને હાર આપવાને ચાર દિવસને વાયદો કર્યો હતો, તેમાં હજુ બે દિવસ બાકી હતા તે પહેલા હાર આવી ગયો શેઠ શેઠાણી બધાને ખૂબ શાંતિ થઈ, આનંદ થયે.
શેઠ કહે દીકરા ! હવે તું મોટો થયો છે. તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે, હવે મારી સાથે ધંધામાં જોડાઈ જા. પિતાજી ! આપની આજ્ઞા માથે ધરું છું. હવે આપ જે કહેશે તે કરવા હું તૈયાર છું. તું કાલ સવારથી મારી સાથે પેઢી પર આવજે. તું ખૂબ ભણેલે છે, હોંશિયાર છે એટલે થડા સમયમાં આપણું ઝવેરાતના તથા બીજા ધંધામાં કુશળ થઈ જઈશ. સાથે મારી એક વાત યાદ રાખજે કે ધંધે ખૂબ પ્રમાણિક્તાથી કરજે. અનીતિનું ગંદુ ધન આપણાં ઘરમાં ન આવે તે ખાસ ધ્યાન રાખજે. અન્યાયથી, અણહકકનું કે અપ્રમાણિક્તાથી આવેલું ધન ધંધામાં ન ચાલે. એવું ધન ધંધાને મારી નાંખે માટે બંધ કરતા આ વાત ખાસ નજર સમક્ષ રાખજે. આ રીતે પિતાએ પુત્રને ધંધા સંબંધી ઘણી વાતો કરી પછી પુણ્યસાર રેજ દુકાને જવા લાગ્યો. થોડા દિવસમાં તે વેપારમાં હોંશિયાર થઈ ગયા. આથી માતાપિતાને ખૂબ સંતોષ થયો. અહીં તે બધું બરાબર થઈ ગયું. હવે જેને પરણીને તરત છોડીને આવે છે, તે વલ્લભીપુરમાં શું થયું તે જોઈએ.
ગુણસુંદરી એમ ચિંતવે, બહુ વેળ થઈ આહી,
મુજ વલભ કેમ નાવીયા, શું ભૂલ્યા હશે કયાંહી. ગોપાલપુરમાં તે બધાને આનંદ આનંદ થયો પણું વલ્લભીપુરમાં તે રોકકળ મચી