________________
શારદા શિરોમણિ]
[૫૦૧ ગઈ છે. પુણ્યસાર જંગલ જવાના બહાને ઘરથી નીકળ્યો. ગુણસુંદરી થોડે સુધી તો આગળ ગઈ પણ પછી તેને પુણ્યસારે ના પાડી અને કહ્યું-અંધારી રાતમાં તમારે એકલા ઊભા રહેવું તે સારું નહિ માટે આપ ઘેર જાવ. મેં રસ્તા જે છે. હું એકલે આવી શકીશ તેથી ગુણસુંદરી પાછી આવી. આજે બધી બેનેને આનંદનો પાર ન હતે. પિતાનું વચન આજે પૂરું થયું. દેવને દીધેલ વર મળી ગયે પણ બધાના મનમાં એ તરંગે ઉઠતા હતા. કેયું હશે એ ? કયાં હશે ? શું નામ હશે ? એમના માબાપ કોણ હશે ? આવા અનેક પ્રશ્નો મનમાં ઉઠયા કરે છે. પુણ્યસારને ગયા કલાક થયે છતાં તે ન આવ્યું એટલે ગુણસુંદરીને ઉત્પાત થવા લાગ્યા. મન બેચેન બની ગયું. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૧ને સોમવાર : વ્યાખ્યાન નં. ૫૩ : તા. ૨૬-૮-૮૫
અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે અનંતકાળથી જીવને સંસારમાં રખડાવનાર અને આ સંસાર વૃક્ષને ફાલ્યું ફુલ્લું રાખનાર જે કઈ હોય તે મિથ્યાત્વ છે. જે જીમાં મહામિથ્યાત્વ વર્તતું હોય તેના ભાવ કેવા હોય? આ જીવેને સંસાર જ ગમતો હોય તેને સંસાર અને સંસારના દરેક પદાર્થો વહાલા લાગે. સંસારની દોડધામ અને સંસારની દરેક ક્રિયા વહાલી લાગે. તે તે માને કે સંસાર એ સુખની ખાણ છે, આ સંસાર તેને ગમે. મોક્ષની વાત સાંભળતા દ્વેષ થાય. આવા જીવે મહામિથ્યાત્વી છે. મહામિથ્યાત્વ ભાવના ખડકોની સાથે જેની જીવન નાવડી અથડાઈને ખોખરી થઈ ગઈ છે એવા જીવોને પૂછે કે સંસાર કે? મોક્ષ કે? તો એ બેધડક કહેશે કે સંસાર ખૂબ સારે અને મોક્ષ તે એક નંબરનું ધતીંગ. કંચન, કામિની સારા પણ ઉપાશ્રયે વગેરે નકામા. આ ઈવેને તગડા મિથ્યાત્વના રોગી કહી શકાય. જ્ઞાની કહે છે કે મિથ્યાત્વ એ આત્માને ભયાનક રોગ છે. આ રોગની ત્રણ અવસ્થાઓ છે. જે સંસાર સુખના જ અતિપ્રેમી છે તેને તગડા મિથ્યાત્વના રોગી કહી શકાય. જેમ કઈ કરે ખાઈપીને હૃષ્ટપૃષ્ટ થયા હોય અને શરીર સારું જામ્યું હોય તે કહેશે કે
આ ખાઈપીને તગડા જે થર્યો છે તેમ જેનું મિથ્યાત્વ ખૂબ ગાઢ છે તેને તગડું મિથ્યાત્વ કહી શકાય. (૨) માદું પડેલું મિથ્યાત્વ અને (૩) મરેલું મિથ્યાત્વ. મહા મિથ્યાત્વી છે હજુ સુધી ચરમાવર્તકાળમાં આવ્યા નથી.
જનું મિથ્યાત્વ માંદુ પડે એટલે તેની શક્તિ ઘટે. કેઈ માનવીને એ રોગ લાગુ પડી જાય છે કે ધીરે ધીરે તેની શક્તિ હીન થતી જાય એટલે પહેલા જેવું કામકાજ ન કરી શકે, તેમ જે જીવનું મિથ્યાત્વ માંદુ પડયું છે તે જ ચરમાવર્તામાં આવી ગયા છે, જેણે ચરાવર્ત માં પ્રવેશ કર્યો એનું આભા રૂપી રોકેટ મેક્ષ તરફ વણથંભી કૂચ કરતું રહે છે...આ જીવોને “સંસાર જ ગમે” એવા ભાવ નથી રહેતા, પણ એમને “સંસાર પણ ગમે અને મોક્ષ પણ ગમે” એવા ભાવ હોય છે.