________________
શારદા શિરેમણિ ]
[ ૪૭ બધા ચિંતાના સાગરમાં ડૂબી ગયા. હવે કરવું શું ? છેવટે મહાજન મહારાજાને સમજાવવા ગયું. મહારાજાએ બધાને શાંતિથી સાંભળ્યા પછી કહ્યું – હે નગરજનો ! તમે બધા એમ માને છે કે મૂંગા નિર્દોષ પશુઓને મા પાસે વધેરવાથી મા રાજી થશે પણ તમારી આ સમજ ભૂલભરેલી છે. દયા ધર્મ જે બીજો એકેય ધર્મ નથી. મા બાળકોને મારીને કદી ખુશ ન થાય. માની આંખ તે ત્યારે હરખે કે નિર્દોષ પશુઓ એની પાસે ગેલ કરતા હોય. હા, એક વાત છે; માને જે ભેગ જોઈને હેય તે હું આપવા તૈયાર છું. એને જેટલા ભોગ જોઈતા હોય એટલા એની શક્તિથી લઈ લે. કેઈ જીવને નહિ વધેરવાની શરતે એ માંગે એટલા ભેગ આપવા હું તૈયાર છું. એ કેવી રીતે ? પરાપૂર્વથી જેટલા પશુઓને ભોગ અપાય છે એટલા જ લાવે, પછી તમે જે પૂજાપાઠ આદિ કરતા હો તે કરો પછી એ બધા જીવોને માને છેળે રમતા મૂકી દો. મંદિરની બહાર તાળું વાસી દે. આખી રાતમાં માને જેટલા ને ભાગ લે હોય એટલે લઈ લે.
અહિંસાને અદભૂત પ્રભાવઃ મહારાજાની વાત બધાને બરાબર લાગી. જીવતા પશુઓને લઈ આવ્યા. પૂજાપાઠ આદિ વિધિ કરીને માના મેળામાં રમતા મૂકી દીધા ને બહાર તાળું વાસી દીધું. રાજાએ ત્યાં ઉઘાડી બંદુકે ચાકી મૂકી દીધી. બીજે દિવસે સવારે સાત વાગે બારણું ખોલવાનું કહ્યું. બધાના મનમાં એમ છે કે એક પણ જીવ વિતે નહિ હોય. બીજા દિવસનું પુણ્યવંતુ પ્રભાત પ્રગટ્યું. સાત વાગે હજારો લેકે મંદિર પાસે ભેગા થઈ ગયા. આવા પ્રસંગે કેને કહેવા જવું પડે ખરું? ના. મહાજન આવ્યું. ખુદ કુમારપાળ મહારાજા પણ આવ્યા. પશુઓના ભેગનું શું થયું એ જોવાની અધીરાઈ બધાની આંખમાં તરી રહી હતી. બધાની વચ્ચે રાજાએ તાળું ખોલ્યું ત્યાં તે કડડડ કરતે મંદિરનો દરવાજો ખુલ્યો. સેંકડોની સંખ્યામાં પૂરાઈ રહેલા નિર્દોષ પશુઓ હસતા રમતા બહાર દોડી આવ્યા. રાજાએ નગરજનને કહ્યું તમે જોયું ને ? માતાએ કેઈના ભંગ ન લીધા. કેઈને ભરખી ન ખાધા, એમને તો કેઈના ભેગ જોઈતા નથી. એને તે નિર્દોષ પશુઓના હર્ષને ઇવનિ ગમે છે. એવી તે કઈ મા હશે કે જે પોતાના બાળકોનો ભોગ લઈને રાજી થાય? મા લેહીતરસી નથી. કરૂણામૂર્તિ છે. તમે બિચારા નિર્દોષ પશુઓને મારે છે તે તમારું લેહી આપે ને! બધા સીધા દર થઈ ગયા. બધાએ બુલંદ અવાજથી મહારાજા કુમારપાળનો જયજયકાર બોલાવ્યો. ધન્ય છે હેમચંદ્રાચાર્ય ગુરૂ ભગવંતને! ધન્ય છે અહિંસાના અવતારી મહારાજા કુમારપાળને ! ધન્ય છે તેમની દઢ શ્રદ્ધાને !
મહારાજા કુમારપાળને રક્તપિંડ રોગ થવાની વાત કરી, છતાં એક શ્રદ્ધા જે થવું હોય તે થાય પણ પાપ તે હું નહિ થવા દઉં. તે શ્રદ્ધામાં દઢ રહ્યા છે જેને અભયદાન આપી શક્યા. આનંદ ગાથાપતિ હવે તે શ્રાવક બન્યા. તેમને ભગવાનના વચનમાં
૩૨