________________
૪૯૬ ]
[ શારદા શિરેમણિ જે ભૂલેને ગોપવે છે તે સંસારમાં ગબડી પડે છે, માટે સમજવાની જરૂર છે. મારું તે સાચું નહિ પણ સાચું તે મારું. આ દષ્ટિ કેળવવાની જરૂર છે. મિયાત્વ જાય અને સમ્યક્ત્વને દીપક પ્રગટે તે મોક્ષનું સર્ટીફિકેટ મળી જાય. મિથ્યાત્વ જીવને ભવમાં ભમાવે છે અને સમ્યક્ત્વ સંસારને મર્યાદિત કરે છે. સમ્યક્ત્વ એટલે સાચી અતૂટ શ્રધ્ધા. જ્યારે ધર્મ પ્રત્યે આવી શ્રધ્ધા આવશે ત્યારે શીર જાય તો કુરબાન પણ શ્રદ્ધાથી ચલિત નહિ થાય.
કુમારપાળ રાજા પહેલા જૈન ધર્મ ન હતા. એક વાર તેમને હેમચંદ્રાચાર્ય ગુરૂને ભેટ થયે. તે સાચા જૈન ધમી બની ગયા. એસા ગુરૂ ને એસા શિષ્ય મળે તો કેવી મઝા આવે? તમને ધર્મના માર્ગે આગળ પ્રગતિ કરતા દેખે, શ્રધ્ધામાં દઢ દેખે ત્યારે ગુરૂને આનંદ થાય. તમારે ત્યાં સંપત્તિ કે વૈભે ગમે તેટલા વધે તેથી ગુરૂને આનંદ ન થાય પણ તમને ધર્મના સાચા રસ્તે ચાલતા જુવે તે એમના રોમરાય પ્રકુલિત થઈ જાય. અમારી તે એ જ ભાવના છે કે મારા મહાવીરના શાસનને પામેલે આત્મા નરક, તિર્યંચમાં તે ન જ જ જોઈએ. હેમચંદ્રાચાર્ય ગુરૂના સમાગમથી કુમારપાળ રાજા સાચા અહિંસક બની ગયા. તેમના જીવનમાં એક પ્રસંગ બને.
કુમારપાળ રાજાની અડગ ટેક : કુમારપાળ રાજાના રાજ્યમાં કંટકેશ્વરી દેવીને જીવોને ભેગ અપાતો હતો. બલી દેવાતી હતી. હવે મહારાજા ધર્મ પામ્યા હતા. તે જીવેને ભેગ આપવા દે ખરા ? સાચો ધર્મ પામ્યા કયારે કહેવાય ? કુમારપાળ રાજાએ રાજયમાં ઉદ્ઘેષણ કરાવી કે આ વર્ષે દેવીને કઈ પણ જીવને ભોગ આપવામાં નહિ આવે. આ ઉદૂષણ સાંભળતા નગરજનેને તે જાણે વીજળી પડી ન હેય એ આંચકો લાગ્યો. પૂજારી તે કોધથી ધમધમી ઉઠયે આ રાજા શું સમજે? મહારાજાને આ તે શી અવળી મતિ સૂઝી છે? જે દેવીને ભેગ નહિ આપીએ તે દેવી આપણા પર કેપશે. રાજાને અને પ્રજાને બધાને ભરખી ખાશે. રાજા જેવા રાજને આટલીય ગમ નથી પડતી ! બીજે પૂજારી કહે-મહારાજા હવે હેમચંદ્રાચાર્યના પરમ ભક્ત બન્યા છે પણ ભેગ તે પરંપરાથી ચાલ્યો આવે છે. એ તે બંધ થતો હશે? કઈ ગમે તેમ બેલે પણ કુમારપાળ તે પોતાની શ્રદ્ધામાં દઢ છે. કેઈ તે કહે છે કે એમના શરીરે કોઢ તે નીકળે છે. જે હવે ભેગ નહિ આપે તે રક્તપિત્ત નીકળશે. દુર્ગધના ગેટેગોટા ઉડશે. મહારાજા કહે છે મને કઈ ચિંતા નથી. કાલે થતું હોય તે આજે થાય. આજે થતું હોય તે અત્યારે થાય. મને જરાય ચિંતા કે ગભરાટ નથી. માતા પિતાના દીકરાને ભૂખ્યા રહેવા ન દે તે પછી બેગ લે ખરી? છોકરા માને પાળે કે ન પાળે પણ માને તે તેની લાગણી થાય. તો આ તે જગતની મા કહેવાય. તે કેઈને ભાગ લે ખરી ?
છને નહિ વધેરવાની શરતે ભોગ આપવા તૈયાર થયેલા રાજ : એક બે દિવસમાં તે આ વાત વાયુ વેગે આખા ગામમાં પ્રસરી ગઈ. નગરજને, શ્રેષ્ઠીઓ,