________________
૪૯૪ ]
[ શારદા શિરોમણિ
મિથ્યાત્વ હાય ત્યાં આવી નાની નાની ખાખતામાં પણ પકડ પકડાઇ જાય છે તે છૂટતી નથી. ઘણી વાર તે વાત સાવ સામાન્ય હોય છે છતાં એવી પકડ પકડાઈ જાય છે કે તે મેાતને નાતરે છે અને ન ધારેલી હેાનારત જીવનમાં સર્જી દે છે.
ખોટી પકડે લીધા પ્રાણુ : એક વાર પતિ પત્ની બહાર ફરવા જવા તૈયાર થયા. સુખી કુટુંબ હતુ. પતિએ પત્ની માટે ૨૦ થી ૨૫ નવી ડીઝાઇનની સાડીઓ ખરીદી હતી. પત્નીએ ક્રવા જવા માટે જે સાડી પહેરી તે પતિને ન ગમી. પતિએ પત્નીને કહ્યું–તને આ સાડી સારી નથી લાગતી માટે તુ' આ સાડી બદલીને બીજી સાડી પહેરી લે. પત્ની કહે-સાડી તમારે તે પહેરવી નથી ને ? સાડી મારે પહેરવી છે. મારે કઇ સાડી પહેરવી એ તમારે નક્કી કરવાનું ? તમને ગમે તે સાડી મારે પહેરવી એવી કંઇ છાપ મારી છે ? એ તા જરાય નહિ બને. હુ' તો મને ગમતી સાડી પહેરવાની, મને આ સાડી બહુ ગમે છે માટે હું એ બદલવાની નથી. પતિ કšતને જરાય આ સાડી શેલતી નથી. મને ગમે તે સાડી પહેરીશ તેા હું તને સાથે લઇ જઇશ. આ સાડી પહેરીને ફરવા લઇ જઇશ નહિ. સામાન્ય વાતમાં બંને પકડ પર આવી ગયા. પત્ની કહે હું તમારી સાથે નહિ આવું. તમે એકલા જાવ પણ . સાડી તે બદલવાની નથી. બીજી કોઈ પણ સાડી પહેરીને હું તમારી સાથે આવવાની નથી. ગુસ્સામાં પતિ તેા એકલા ફરવા ગયા. ઘેર પત્નીના મનમાં પણ ગુસ્સે આણ્યે. એ શું સમજે છે એમના મનમાં ? મને રાજ સતાવે કે આ સાડી પહેર. મારી પસંદગીની પહેરી હાય તા કઢાવે છૂટકા કરે. શું એમને ગમતી અને એમના કહ્યા પ્રમાણે સાડી પહેરવાની ? આ કેટલી ગુલામી ! ગુસ્સામાં ને ગુસ્સામાં રૂમના બારણાં બંધ કરીને શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી; અગ્નિમાં ખૂબ બળી ગઈ. એ દિવસ રીમાઇને તે મરી ગઈ મરી ગયા પછી તેને ગમતી સાડી ય પહેરવાની છે? કેટલી નાની વાત પણ પકડ મજબૂત હતી. જો એકે પકડ ઢીલી કરી હોત તો આવું ભયંકર પિરણામ ન આવત. પત્નીએ પતિને ગમતી સાડી પહેરી લીધી હોત અથવા પતિએ એ સાડી ચલાવી લીધી હોત તા આ અનથ ઊભા ન થાત ને?
આ આભિનિવેશિક મિથ્યાત્વમાં અહંકારનું જોર વધારે હાય છે. પત્નીને એ અહંકાર આવ્યા કે તમે કહેા તે જ સાડી હું પહેરું ? તમે કહ્યું માટે બદલાવાની નથી. આ ફાંકામાં તેણે અકાળે મૃત્યુને નેતયું". આકામ મૃત્યુ થઇ ગયું. આ રીતે મરવાથી ભવના ફેરા વધે છે કારણ કે આપઘાત કરવા તૈયાર થાય ત્યારે કષાયના ઉદય જોરદાર હોય. આત ધ્યાન રૌદ્રધ્યાન હાય. આ સ્થિતિમાં મરે એટલે સ`સાર વધે. અહી એ સમજવુ' જરૂરી છે કે જગતના દરેક જીવાની પસંદગી સમાન હોતી નથી. તમને જે ચીજ ગમે તે બીજાને ન પણ ગમે. તમને કોઈ ચીજ ખૂબ ભાવતી હાય, ગમતી હાય પણ બીજાને તે ચીજ ન પણુ ભાવતી હેાય. દરેકનુ મન સ્વતત્ર છે તેની પેાતાની આકાંક્ષા અલગ હોય છે. એ બધી ખાખતામા બીજાની સાથે સ'મત કેવી રીતે થાય ?