________________
શારદા શિશમણિ ]
[ ૪૩
બિમારીને નાશ કરી શકતા નથી. અંધકાર, રાગ, વિષ અને શત્ર આ જગતમાં દુઃખના કારણેા મનાય છે પણ તે ખધાથી ચઢી જાય એવુ' દુઃખનું કારણ હાય તેા તે મિથ્યાત્વ છે. રાગ, શત્રુ તેા એક જન્મમાં દુઃખદાયક છે જયારે મિથ્યાત્વના પ્રતિકાર કરવામાં ન આવે તે તે અનેક જન્મામાં દુઃખદાયક અને છે. જયાં સુધી આત્મા પર મિથ્યાત્વના ગાઢ અધકાર છવાયેલા છે ત્યાં સુધી સમ્યક્ત્વ રૂપી સૂર્ય ઉદયમાન થતા નથી. સમ્યક્ત્વ એ પ્રકાશ છે અને મિથ્યાત્વ એ અંધકાર છે, આ મિથ્યાત્વનું સ્વરૂપ સમજવા જેવું છે.
મિથ્યાત્વ ૨૫ પ્રકારના છે. તેમાં આભિનિવેશિક મિથ્યાત્વ છેાડવુ કઠીન છે. આભિનિવેશિક એટલે ખાટા દુરાગ્રહ, ખેાટી પકડ. જ્યાં આ મિથ્યાત્વ હાય છે ત્યાં સંઘર્ષા ઊભા થયા વિના રહેતા નથી. આ હઠાગ્રહ જન્મે છે અભિમાનમાંથી. અભિમાનના કારણે તે પેાતાની સાચી વાત હરાવવા પ્રયત્ન કરે. તે એમ માને કે મને જે ગમે છે તે તમને ગમવુ જોઇએ. મને જે સાચુ' લાગે છે તે તમને પણ સાચુ' લાગવુ' જોઈ એ. ઘણી વાર પેાતાની વાત ખાટી હાવા છતાં પણ સાચી ઠસાવવા મહેનત કરે પણ એટલું સમજવું જોઈએ કે દરેક વ્યક્તિની જરૂરિયાતા અને પસંદગીએ અલગ અલગ હાય છે. મને જે ગમે તે બધાને ગમે એવુ' ન હોય. ભેંસને માટે ઘાસ એ જીવન છે તા ભૂંડને માટે વિષ્ટા એ જીવન છે. નાના બાળકને માટે દૂધ એ જીવન છે તે યુવાનેા માટે રૂપિયા એ જીવન છે. આ તે અલગ અલગ વ્યક્તિની વાતા કરી પણુ એક જ વ્યક્તિમાં પણ એવુ જોવા મળે છે કે સમય સયેાગો બદલાતાં તેની પસંદગી પણ બદલાઈ જાય છે. બાળક નાના હોય ત્યારે તેને રમકડા બહુ ગમતા હોય છે. કોઈ એની પાસેથી લઈ જાય તેા રડે છે. એ જ બાળક ભણીગણીને તૈયાર થયા પછી એ રમકડા સામે દૃષ્ટિ પણ કરતા નથી. સ્કૂલની શરૂઆતમાં રડતા જતા બાળક થાડા સમય પછી એક દિવસ કે એક પીરિયડ પશુ રજા પાડવા ઈચ્છતા નથી. આ વાતને જો દૃષ્ટિ સામે રાખવામાં આવે તેા સંઘર્ષો પેદા થવાના સ`ભવ રહે નહિ.
આજે સંસારના વ્યવહારમાં જોઇશુ તા દેખાય છે કે પિતા સમજે છે કે હું ઘરના, દુકાનના માલિક છું. આખા ઘરની, ધંધાની સત્તા મારા હાથમાં છે તે હું કહું તેમ થવુ જોઈ એ. દીકરા માને કે હું યુવાન થયા, ધંધામાં ખરાખર તૈયાર થઈ ગયા છું તા ધંધામાં મારા પિતાએ આડું ન આવવુ જોઈ એ. પતિ માને કે હુ કહુ તેમજ મારી આજ્ઞા પ્રમાણે પત્નીએ રહેવુ જોઇએ. પત્ની માને કે મને પરણ્યા આટલા વર્ષાં થયા તા થોડી સ્વત`ત્રતા તા મને હાવી જોઇએ ને ? સાસુ માને કે મારી ઇચ્છા પ્રમાણે હુ કહું તે રીતે વહુએ રહેવું જોઇએ. વહુ માને કે હું ઘરની બધી જવાબદારી સંભાળુ છું તે સાસુએ મારા કાર્યમાં વચ્ચે દખલગીરી ન કરવી જોઇએ. આ રીતે સૌ પોતપેાતાની લીધેલી પકડને છોડતા નથી, પરિણામે ઘરમાં કલેશ ઊભા થાય છે. આભિનિવેશિક