________________
૪૮૪ ]
[ શારદા શિરેમણિ બીજા અર્થના તર્કથી તે વિશેષ વધતી જાય છે પણ જલ્દી નાશ પામતી નથી, એવી મતિને વિદરેક સમાન કહી છે. ઉત્તમ સાધુની બુદ્ધિ કૂવા જેવી હોય છે. આ બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ વધુ થયેલ હોય છે.
(૩) સરોદક સમાન : સરોવર અથવા તળાવ જેમ ખૂબ પાણીથી યુક્ત હોય છે. તેનું પાણી અનેક જીવને ઉપકારક બને છે. તેને જલદી નાશ થતો નથી. આ પ્રમાણે જેની મતિ-બુદ્ધિ ઘણી હોય છે. આ બુદ્ધિ અનેકને ઉપકારક બને છે અને જદી નાશ થતી નથી. આ બુદ્ધિને સરોદક સમાન કહી છે. આ બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ અધિકતર હોય છે.
(૪) સાગરોદક સમાન આ બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થયેલ હોય છે. જેમ સાગરનું પાણી વિપુલ, અગાધ, ક્ષયરહિત અને સમસ્ત રત્નોથી યુક્ત હોય છે એ પ્રમાણે જે બુદ્ધિ સમસ્ત પદાર્થોમાં અવગાહિની હોય છે તેમને જાણનારી હેય છે, વિપુલમ હેય છે, અક્ષણ અને અગાધ હોય છે. આ રીતે અનેક પદાર્થોને બંધ કરાવનારી તે બુદ્ધિ અનેક અતિશવાળી અક્ષય અને અગાધ હોવાથી એવી બુદ્ધિને સાગરોદક સમાન કહી છે. તીર્થંકર મહારાજાની બુદ્ધિ સાગર જેવી હોય છે.
આ ગાથામાં એ સમજાવે છે કે ભગવાનની પ્રજ્ઞા સાગર સમાન છે. બધા સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર સૌથી વિશાળ અને મોટો છે, તેમ જગતના સર્વ જીવમાં ભગવાનની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. વળી તે અક્ષય છે. એટલે કયારે પણ ક્ષય પામવાની નથી કે ઓછી થવાની નથી ભગવાનની પ્રજ્ઞા કેવળજ્ઞાન રૂપ છે. તે કાળથી સાદિ એટલે આદિ સહિત અને અંતરહિત છે. ટવયંભૂરમણ સમુદ્ર “ તારે” જળથી પાર ન પામી શકાય તેવો હોવા છતાં તેને અંત પણ છે પણ ભગવાનની પ્રજ્ઞાને અંત નથી એટલે ભગવાનની પ્રજ્ઞા “અનંત પાર” છે. તથા “અનાવિલ” એટલે નિર્મળ, સમુદ્રનું જળ અત્યંત નિર્મળ અને મેલથી રહિત હોય છે. એ પ્રમાણે ભગવાનનું જ્ઞાન નિર્મળ અને કષાય તથા રાગ-દ્વેષના દેથી સર્વથા રહિત હોવાથી અકસાઈ છે. ૪૨ તથા ૯૬ દે રહિત નિવઘ ભિક્ષાથી સંયમનું પાલન કરનારા હેવાથી ભિક્ષુ કહેવાય છે. દેવેના અધિપતિ શદ્રની જેમ તે દેદિપ્યમાન તેજસ્વી છે. કુલ ઈદ્રો ૬૪ છે. ૧૦ ભવનપતિના ૨૦, ૧૬ વાણવ્યંતરના ૩૨, તિષીના ૨ અને ૧૨, દેવકના ૧૦, કુલ ૬૪ ઈન્દ્રા. તીર્થકર ભગવંતેના કલ્યાણક વખતે બધા ઈન્દ્રો વતી શબ્દ નમોળુણને પાઠ બોલીને સ્તુતિ કરે છે તેથી નમેળુણેને “કસ્તવકહે છે. મહાતેજસ્વી પ્રજ્ઞાવાન ભગવાને પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ એકાંત કર્મબંધન તેડવામાં કર્યો છે. કર્મની નિર્જરા કરવામાં કર્યો છે. આપણને પણ બુદ્ધિ તે મળી છે. તે બુદ્ધિ જો બીજાના હિતના કાર્યમાં વપરાતી હોય અને ધર્મક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં જે તેને ઉપયોગ થતો હોય તે તે બુદ્ધિ સ્વપરહિત સાધી શકશે.
અનુભવીઓ પણ કહે છે કે “યુઃ જે તત્ત્વ વિવાર” બુદ્ધિનું ફળ શું ? તત્ત્વવિચારણા. જીવાજીવ, પુણ્ય-પાપ આદિ નવ તની વિચારણા કરવી. એ વિચારણું