________________
૪૮૨]
[શારદા શિરેમણિ શંકાનું સમાધાન કરવા કહેલી સત્ય કહાણી : બા હું જુગાર રમત હત, મેં હારની ચોરી કરી અને મારા બાપુજીએ મને કાઢી મૂક્યો હતો. તે તે ખબર છે ને ? હા. માતાના મનમાં તો હજુ એમ થયા કરે છે કે આ સાચું બોલતો હશે ? કેઈ બનાવટી તે નહિ બોલતે હેય ને ! પુણ્યસાર કહે મારા પિતાએ મને બહાર ધક્કો માર્યો ત્યારે કહ્યું હતું કે તું હાર લઈને આવે ત્યારે મારા ઘરમાં પગ મૂકજે. જો તમે મને ખોટો માનતા હે તે મેં જેમને હાર આપે છે તેમને સવા લાખ રૂા. આપી આવું અને હાર પાછો લઈ આવું. ના દીકરા ! તું ૨૪ કલાકમાં કોને પરણીને આવ્યા છે ? કારણ કે તારો પિશાક લગ્નને છે. તું પરણ્યો તે વહુ કેમ નથી ? તે તું મને કહે. માતા ! મારી વાત સાંભળે, મારા પિતાએ મને કાઢી મૂકે અને હાર લઈને આવે ત્યારે ઘરમાં આવવાનું કહ્યું હતું, પછી હું કયાં જાઉં ? શું કરું ? તે વિચાર કરતે કરતો ચાલ્યો જતો હતો. ચાલતાં ચાલતાં જંગલમાં પહોંચ્યા. ત્યાં તો વાઘસિંહની ભયંકર ગર્જનાઓ સંભળાતી હતી. મારા તે હાજા ગગડી ગયા. હું ઝાડ પર ચડી ગયો. હમણું વાઘસિંહ આવશે તો હું મરી જઈશ. મને તો ખૂબ ભય લાગવા માંડશે. ત્યારે આપે મને નવકારમંત્ર શીખવાડયા હતા તેનું સ્મરણ કર્યું. તેના પ્રભાવે મને વિચાર આવ્યો કે આ ઝાડ પર હું બેઠો છું, એમાં મને જે ઝેકું આવશે તે પડી જઈશ અને વાધ સિંહ મને મારી નાંખશે. આમ ભય લાગવાથી નીચે ઉતર્યો અને ઝાડની બખેલ હતી તેમાં પેસી ગયો. બખેલમાં બેઠા બેઠા નવકારમંત્રનું સ્મરણ કરતે હતો ત્યાં શું બન્યું તે સાંભળો.
રૂમઝુમ કરતી દેવીઓ આવી, અલકમલક વાત કરતી,
વલ્લભીપુરમાં કૌતુક થાયે (૨) જોવા જઈએ ત્યાંય હે ... તે વનમાં રૂમઝુમ કરતી બે દેવીઓ આવી. તેમણે આવીને પહેલા ચેક સ્વચ્છ કર્યો. પાણીને છંટકાવ કર્યો. મને તો થડકાર થતો હતો કે કદાચ આ દેવીએ મને ઉપાડી જશે તે ? માતાના મનમાં થાય છે કે દેવીઓ ત્યાં કયાં ઉતરી પડી ? તેને વાત ગળે ઉતરતી નથી. બેટા ! પછી શું થયું ? ત્યાં બે દેવીઓ આવી અને આનંદથી ગરબા ગાવા લાગી. રમત રમવા લાગી. બધું પતી ગયા પછી બંને વાતો કરવા લાગી. એક દેવીએ બીજી દેવીને પૂછયું- આ મૃત્યુલેકમાં કાંઈ જોવા જેવું છે ? બીજી દેવી કહે- જો તારે જોવા જવું હોય તે વલ્લભીપુરમાં આજે રાતે એક કૌતુક થવાનું છે.
ત્યાં જોવા જઈએ. હું બખોલમાં બેઠો બેઠો બધું સાંભળતો હતે. દેવી કહે છે કેવી રીતે જઈશું ? ઝાડ પર બેસીને! આપણે ઝાડ પર બેસી જઈશું ને પછી ઝાડ ઉડાડી દઈશું. હું તો મનમાં પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે દેવીઓ આ ઝાડ પર ન બેસે તે સારું પણ તે તે હું જે ઝાડની બખોલમાં બેઠા હતા ત્યાં બે દેવીઓ બેઠી. તેમણે ઝાડને હલકારે કર્યો એટલે ઝાડ તો ઉડયું. ભેગે હું પણ ઉડો. રસ્તામાં મોટા મોટા દરિયા આવતા, મને ભય લાગ્યો કે આ દેવીઓ કદાચ ઝાડને દરિયામાં ફેંકી દે તે હું પડી