________________
[૪૮૧
શારદા શિરોમણિ ] બની ગયા છે અને શાશ્વત સુખના ભક્તા બની ગયા છે. આજ સુધી જીવે સુખ પાછળ દોટ મૂકી છે. એ ભૌતિક સુખ ભોગવતા તેના પરિણામે દુઃખે ઊભા કર્યા છે એ જીવન દષ્ટિને બદલવાની છે.
પ્રભુની વાણી સાંભળ્યા પછી આનંદ ગાથાપતિની દષ્ટિ બદલાઈ ગઈ. અત્યાર સુધી તેમની દષ્ટિ પૌગલિક સુખ ઉપર હતી હવે આત્મિક સુખ તરફ દષ્ટિ આવી ગઈ. તેમણે ભગવંતને કહ્યું–હે ભગવંત ! આપે જે નિગ્રંથ પ્રવચન ફરમાવ્યું તે યથાતથ્ય છે. તેમાં જરાય ભેદભાવ નથી. હે પ્રભુ ! આપની તે શી વાત કરું ! આપના સમવસરણમા સંતને જોઉં છું ત્યારે મારા મેરમ પ્રફુલ્લિત થઈ જાય છે. આપની પાસે રાજા, મહારાજાઓ, તલવર, રાજકુમારો, યુવરાજે, મોટા શેઠ સેનાપતિઓ, સાર્થવાહો મુંડિત થઈને ઘર છોડીને સાધુ બન્યા છે. ધન્ય છે તેમને ! પણ મારા આત્મામાં એવો ઉલ્લાસ નથી ઉપડતો, એવી ઉમીઓ નથી ઉછળતી કે હું પણ આ બધાની જેમ સંસાર છોડીને સાધુ બની જાઉં. હું સંયમ લેવા માટે સમર્થ નથી એ મારી કાયરતા છે. સંયમી જીવન જીવું એટલી મારી તૈયારી નથી. આપે બે ધર્મની પ્રરૂપણ કરી છે “સાર્થનાશ્વ.” આગાર ધર્મ અને અણગાર ધર્મ. આનંદે મનમાં નક્કી કર્યું કે હું તે સંયમ લઈ શકું એટલી મારી શક્તિ નથી. હજુ આનંદ પ્રભુને શું કહેશે તે ભાવ અવસરે.
ચરિત્ર – દીકરા માટે માતાને થયેલી શંકા : પર્યુષણ હવાથી ચરિત્ર બંધ હતું હવે આપણું ચાલુ ચરિત્ર પુણ્યસાર ચરિત્ર વિચારીએ. પુણ્યસારને તેના પિતાએ ધક્કો મારીને બહાર કાઢી મૂકે. હજુ ૨૪ કલાક નથી થયા ત્યાં તેના
જીવનમાં કેટલી નવાજૂની બની ગઈ ! છેવટે તે ઘેર આવ્ય, આવીને માતાના ચરણમાં પડે. તેને પોશાક, તેના શરીર પર દાગીનાને શણગાર આ બધું જોઈને માતાના મનમાં શંકા થઈ કે અમે તેને કાઢી મૂક્યો ત્યારે તેની પાસે રાતી પાઈ પણ હતી નહિ. પોશાક સામાન્ય હતું અને આ બધું શું ? માતાએ પુણ્યસારને ખોળામાં બેસાડ્યો ને માથે વહાલસોયો હાથ ફેરવ્યું. તેના ખબર અંતર પૂછયા. ગમે તેમ તે ય માતાનું હદય છે ને ! એ દીકરાઓ મોટા થાય ત્યારે માતાને ભૂલી જાય છે અને લાત મારે છે તો ય માતા કહેશે કે મારે દીકર. માતાના મનમાં શંકા થાય છે કે આ કઈ પુણ્યસારનું રૂપ લઈને તે નહિ આવ્યો હોય ને ? તેના મુખ સામું વારંવાર જોયા કરે છે. આ આંગળીઓ પરની ૧૦ હીરાની વીંટીઓ કયાંથી લાવ્યો હશે ? કઈ જાદુગર રૂપ લઈને તો નહિ આ હેય ને ? એટલે માતા પૂછે છે દીકરા ! તારું નામ શું ? માતા ! તું મને ઓળખતી નથી. હું તારો પુણીયો છું પુણીયે. તારે તોફાની દીકર. નામ તે બીજાને ય બોલતા આવડે એટલે કેવી રીતે માની લેવાય ? સારું દીકરા ! અહીંથી ગયા પછી શું બન્યું તે બધી હકીક્ત મને કહે ને ! ૩૧