________________
શારદા શિરમણિ ]
[ ૪૭૯ કાકા સામેથી બોલતા નહિ. જમવાનો દિવસ આવી ગયો. ભત્રીજાએ બધાને નોત પણ કાકાને નેતરું ન આપ્યું. તેણે નેતરું દેવાવાળાને જાણી જોઈને કહ્યું હતું કે તેમને ઘેર નોતરું નહિ દેવાનું, તે તો ઘરના કહેવાય. ઘરનાને નોતરું ન હોય. કાકાનું દિલ તો શાંત હતું પણ કાકીને તો ગુસ્સો ગજબનો હતો. તેણે કહ્યું–જુઓ. ભત્રીજાએ ગામમાં બધાને નોતરું આપ્યું અને આપણને ન આપ્યું. કાકાનો સ્વભાવ તો તદ્દન બદલાઈ ગયો છે. તે અવળામાંથી સવળું શેધે છે. તેમણે ભત્રીજાનો દોષ ન જે. તેમણે કહ્યું-તું કેવી વાત કરે છે ? ઘરનાને આમંત્રણ હોય ? આપણે તે ઘરના કહેવાઈએ. આપણે આમંત્રણની શી જરૂર ? ભલે, તે તમારે જવું હોય તે જ પણ હુ તો આવવાની નથી. હું એવું માન-સન્માન વિનાનું ન જમું.
ક્રોધના નિમિત્ત મળવા છતાં કાકાની અપૂર્વ ક્ષમા કાકાના મનમાં તો જરા પણ ગુસ્સો નથી આવતો. તે કહે હું તો જમવા જઈશ. જમવાને સમય થી એટલે કાકા તે ગયા. કાકા પીરસવાના કામમાં જોડાયા. ભત્રીજાએ કાકાને આવે, બેસે, જમે કાંઈ ન કહ્યું, કઈ જાતને આવકાર ન આપે. આ જગ્યાએ આપણે હેઈએ તે મનમાં શું થાય ? ગુસ્સો આવી જાય. કાકી જમવા આવ્યા નથી. તે ઘરમાં બેઠા બેઠા બધું જોયા કરે છે. ભત્રીજાએ આદર સત્કાર ન આપ્યો છતાં શેઠ જમવા બેઠા. ભત્રીજે બધું જોયા કરે છે. કાકા આદર સત્કારની પરવા કર્યા વિના જમવા બેસી ગયા. કાકી નથી આવ્યા. તેમનું ધ્યાન આ બાજુ છે. ભત્રીજો વિચાર કરે છે કે અત્યારે બરાબર પરીક્ષાને સમય છે. બધાના ભાણામાં મિઠાઈઓ પીરસાણ ત્યારે શેઠના ભાણામાં ભત્રીજાએ રેતી નાંખી. બધા કહેવા લાગ્યા કે તું આ શું કરે છે? તમે કઈ બોલશો નહિ. મેં કાકાને કયાં નોતરું આપ્યું છે તે જમવા આવ્યા ? હું તેમને નહિ જમવા દઉં. આટલું કરવા છતાં મુખની રેખા ન બદલાઈ. તેમણે શાંતિથી મીઠાશથી કહ્યું મારા ભત્રીજાનું જમણ છે તો હું શા માટે ન આવું? ગુસ્સો થાય તેવા નિમિત્તો ભત્રીજાએ ઊભા કર્યા છતાં કાકાએ ગુસ્સો ન કર્યો. કહેવાય છે કે દેડનાર થાકે પણ ઊભે રહેનાર ન થાકે તેમ ભત્રીજે થાકી ગયો. કાકાના ચરણમાં પડીને માફી માંગી. ધન્ય છે કાકા આપને ! આપે લીધેલી પ્રતિજ્ઞા બરાબર પાળી છે. આપની યાત્રા સફળ બની છે. આ દશ્ય જોતાં લેકના મનમાં આશ્ચર્ય થયું. આ શું ? ભત્રીજાએ બધાની શંકાનું સમાધાન કર્યું. શેઠે કોધ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી તે દુઃખ આપનાર પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ ન થઈ આ રીતે જીવનમાં ક્ષમા રાખવાથી મૈત્રીભાવ જાગે છે. વેરી વહાલે બની જાય છે અને જીવનમાં અગણિત વિક" સંકલેશે ઓછા થાય છે.
એક વાર ૫૦૦ માણસોનું ટોળું નીકળ્યું. તેને નાયક સાવ ગમાર, ઓછી બુદ્ધિવાળો હતો. બધાના હાથમાં ધારિયા હતા. તે મોટેથી બરાડા પાડતા હતા. તે શું સમજે છે એના મનમાં ? હવે તો એને બરાબર બતાવી દઈશું. એક ડાહ્યા વણિકે આ બધાને જોયા. તે સમજી ગયો કે બધાને નાયક ગમાર લાગે છે. તેણે પૂછયું