________________
શારદા શિરમણિ ]
[ ૪૦૩ પડે ત્યારે કહે-બેટા! આ ઘર બધું તારું છે પણ એ કહેવાનું જ હોય. ઘર તારું ને ચાવી મારી. (હસાહસ) વહુ મૂર્ખ નથી કે તે ન સમજી જાય.
કષાયથી સજા અને ક્ષમાથી મજા : આ શેઠે તે સાચા ભાવથી ચાવીઓને ગુડે વહને દઈ દીધો. ઘરના બધા સમજી ગયા કે આજે બાપાના બેલવામાં, ચાલવામાં બધું પરિવર્તન દેખાય છે. થોડી વાર થઈ ત્યાં તો શેઠના માટે ઉની ઉની ચા આવી. પહેલા શેઠ ૧૦ વાર માંગે ત્યારે ચા આવે અને આજે ઉની ઉની ચા અને સાથે ગરમ પુરી આવી. રોજ તે ખાખરો પણ હુ આવતું હતું. આજે આ શું ? બીજે દિવસ થયો. વહુના મનમાં થયું કે આજે શું બનાવું? વિચાર કરીને મગની દાળને શીરો બનાવ્યા. શેઠ સવારના ચા પાણી પીવા બેઠા ત્યારે નાસ્તામાં મગની દાળને ઘીથી લસલસતે શીરે આવ્યા. શેઠ વિચારમાં પડી ગયા. આટલે બધો ફેરફાર કેમ? શેઠે વહુને પૂછયું, અત્યારમાં મગની દાળને ઘીથી તરબળ શીરે કેમ? વહુ કહે-બાપુજી! આપના દાંત દાઢ પડી ગયા છે, કાલે પુરી ચાવતા વસમી પડી હતી, એટલે મને થયું કે શીરો ખવડાવું. શેઠ વિચાર કરે છે કે હું તો હું તેને તે જ છું. માત્ર બદલાણી છે મારી પ્રકૃતિ. ધન્ય છે મારા ગુરૂ ભગવંતને! એક દિવસ બપોરે શેઠ જમવા બેઠા છે તે સમયે વહુના હાથમાંથી ઘીની વાટકી પડી ગઈ અને ઘી ઢળાઈ ગયું. તેના મનમાં થયું કે હમણું મારા સસરા ગુસ્સે થશે પણ ધાર્યું હતું શું ને બન્યું શું? સસરા કહે બેટા! તું ચિંતા ન કરીશ. ઘી ઢોળાયું છે તે નવું આવશે. આપ સાચવીને તે જગ્યા સાફ કરી નાખો. કેઈનો પગ તેના પર પડે ને ખસી જાય તે કંઈક વાગી જાય. સસરાના આ શબ્દોથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. સસરાજી આ શબ્દ બેલે છે? હવે તો શેઠ પર બધાને સદૂભાવ વધી ગયો શેઠ વિચાર કરે છે મેં કઈને કાંઈ દીધું નથી, માત્ર બધાની સાથે પ્રેમથી વર્યો છું, છતાં મારી ખમ્મા ખમ્મા થઈ. ધન્ય છે ગુરૂ ભગવંતને ! જેમણે મને કષાય રૂપી શત્રુઓથી બચાવે છે અને સાચે માનવ બનાવ્યું છે. કયાં ક્રોધાદિ કષાયેના સેવનથી મળતી સજા અને કયાં ક્ષમાદિ ગુણેના સેવનથી મળતી મઝા! શેઠનું જીવન અત્યાર સુધી અસ્તાચલ તરફ જઈ રહ્યું હતું. તેને હવે ઉદયાચલની બાજુમાં લઈ ગયા. આજ સુધી આત્મદર્શનની લગની લાગી ન હતી. હવે શેઠને આત્મદર્શન કરવાની લગની લાગી.
અનાદિકાળની અવળી પરિણતિમાંથી સવળી લાવવી, વિભાવને છોડીને સ્વભાવમાં આવવું તેનું નામ આત્મદર્શન. આત્મદર્શન થાય ત્યારે તેને જડ ચેતનનું ભાન થાય. હું એટલે અનંત શક્તિને સ્વામી આત્મા છતાં આ નાની કેટડીમાં શા માટે બેસી રહ્યો છું? હું મરી જવાને નથી. હું અજર અમર છું. મૃત્યુ મારા દેહનું છે. “દેહ મારે છે આત્મા તરે છે, દેહ પડે છે આત્મા ચઢે છે. આત્મદર્શનની દષ્ટિવાળે માનવ દેહ અને આત્માને જુદા સમજે છે. આ દેહ એક કવર છે અને આત્મા ચેક છે. શરીરની મહત્તા એટલા માટે કે આત્માને મેક્ષપુરી પહોંચાડે છે. જેમ કવર ચેકને એક