________________
(૪૨૫
શારદા શિરેમણિ ], સમ્યગ દર્શનને પ્રવેશ મળી ગયો અને મેહની ગ્રંથિ ભેદાઈ ગઈ. એ નયસાર કોણ હતા? તેણે કેવી રીતે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું તે આપણે વિચારીએ.
નયસારની આતિથ્ય ભાવના ઃ ભગવાન મહાવીર સ્વામીના જીવે મહાવિદેહ ક્ષેત્રમાં સુથાર જ્ઞાતિમાં જન્મ લીધું હતું. તેમનું નામ ત્યાં નયસાર હતું. તે શત્રમર્દન રાજાના રાજ્યને ગ્રામમુખી હતું. તેમની લાકડા પારખવાની શક્તિ અજબ હતી. એક વખત રાજાએ નયસારને કહ્યું કે મારે એક ભવ્ય મહેલ બનાવે છે તે માટે ઊંચા પ્રકારના મજબૂત લાકડા લાવવા છે. એ જમાનામાં અત્યારની જેમ સીમેન્ટ અને કેક રેટના બેકસીંગ ભરીને મકાન બનતા ન હતા, ત્યારે મકાનમાં લાકડું વધારે વપરાતું. નયસાર બધા સુથાના નેતા હતા. તે વિશાળ કાફલા સાથે એ જંગલમાં લાકડા લેવા ગયા. એગ્ય સ્થાને તંબુઓ તણાયા અને બધા પિતાનું કામ કરવા લાગ્યા. લાકડા ઘણું કાપવાના હતા એટલે રસેઇ પાણીની સામગ્રી ભેગી હતી. બપોરે જમવાના સમયે આવા ભરજંગલમાં એના હયામાં એક શુભ ભાવના જાગૃત થઈ કે મને કંઈ સંત કે અતિથિ મળી જાય તે સારું. એ ન મળે તે કઈ સ્વધર્મી ભાઈ મળી જાય તે એમને લાભ લઈ ને પછી ભોજન કરું તો મારું અને પવિત્ર થાય. તે જૈન ન હતું પણ એની ભાવના કેટલી પવિત્ર હતી ! તમે આટલા બધા બેઠા છે તેમાંથી કેટલા શ્રાવકે ભાવના ભાવતા હશે કે સંતસતીજી પધારે તે વહેરાવવાને લાભ લઈને જમું. ! આ તે સુથાર હતા છતાં અતિથિને જમાડવાની ભાવના જાગી. જ્યારે પિતાનું ઉપાદાન જાગવાનું હોય ત્યારે નિમિત્તના સંયોગો પણ કુદરતી રીતે મળી રહે છે. નયસાર ચારે બાજુ દષ્ટિ કરવા લાગ્યો. જેને ભાવના હોય તેને મળી જાય છે. શોધતા શોધતા નયસાર ટેકરી પર ચઢયા તે થોડે દૂર મુનિને જોયા. તેને ખૂબ આનંદ થયો.
માર્ગ ભૂલેલાને મળેલા માર્ગદર્શક : તે હર્ષભેર ઘેડતા સંત પાસે ગયા. આ સંત શારીરિક કારણે તેમના પરિવારમાંથી છૂટા પડી ગયા હતા. તે પાછળ રહી ગયા હતા. જંગલમાં તે કેડીના ઘણા રસ્તા નીકળતા હોય. આ સંત કેડીના માગે એકલા ચઢી જતાં તે મા ભૂલી ગયા. તે ચારે બાજુ માર્ગ શોધતા હતા પણ સાચે માર્ગ જડતું ન હતું. બરાબર ચૈત્ર વૈશાખના ધમધખતા તડકા અને બપોરને સમય હતા તેથી તેમને કંઠ સૂકાવા લાગ્યો. ભૂખતરસથી આકુળવ્યાકુળ થઈ ગયા. તેમને આંખે અંધારા આવવા લાગ્યા. ચાલવાની શક્તિ રહી નહિ તેથી મુનિએ વિચાર કર્યો કે ખરેખર હું ભૂલે પડો છું. સાચો માર્ગ બતાવનાર કેઈ માણસ દેખાતો નથી, તેમજ નજીકમાં કઈ ગામ પણ દેખાતું નથી તે હવે હું સાગારી સંથારો કરી લઉં. તે સંથારે કરવાની તૈયારીમાં હતા ત્યાં નયસાર પહોંચી ગયો અને વંદન કરીને કહ્યુંઅહે ગુરૂદેવ ! આપ આવા ભયંકર જંગલમાં એકલા કેમ છે! સંતે કહ્યું-દેવાનુપ્રિય! અમારે સાધુસમુદાય ખૂબ વિશાળ છે પણ હું શારીરિક કારણે પાછળ રહી ગયો અને માર્ગ ભૂલી ગયો. ભૂખ તરસથી આકુળવ્યાકુળ થઈ ગયો છું પણ એનું મને દુઃખ નથી